PM Modi visit odisha train accident: ઓડિશા રેલ દુર્ઘટનામાં ઘાયલ મુસાફરોની પીએમ મોદીએ લીધી મુલાકાત

PM Modi visit odisha train accident: આ એક ગંભીર ઘટના છે તેની દરેક રીતે તપાસ કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છેઃ પીએમ મોદી

નવી દિલ્હી, 03 જૂનઃ PM Modi visit odisha train accident: ઓડિશાના બાલાસોરમાં થયેલા ભયાનક ટ્રેન દુર્ઘટનામાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. ટ્રેન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 280 લોકોના મોત થયા છે, જ્યારે 900 લોકો ઘાયલ થયા છે. આ દરમિયાન પીએમ મોદી અકસ્માતની જાણકારી લેવા માટે સીધા જ અકસ્માત સ્થળ પર પહોંચ્યા હતા.

આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ સ્થળ પરથી જ કેબિનેટ સચિવ અને સ્વાસ્થ્ય મંત્રી સાથે વાત કરી હતી. તેમણે તેમને ઘાયલો અને તેમના પરિવારોને જરૂરી તમામ મદદ પૂરી પાડવા જણાવ્યું હતું.

ઘટનાસ્થળની મુલાકાત લીધા બાદ વડાપ્રધાન દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોને મળ્યા હતા. ઈજાગ્રસ્તોને મળ્યા બાદ તેમણે જણાવ્યું કે આ એક દર્દનાક ઘટના છે. સરકાર ઈજાગ્રસ્તો સારવાર માટે કોઈ કસર છોડશે નહીં. આ એક ગંભીર ઘટના છે, તેની દરેક રીતે તપાસ કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. રેલવે ટ્રેકને પુનઃસ્થાપિત કરવા માટે કામ કરી રહી છે. હું ઘાયલ પીડિતોને મળ્યો છું.

આ પણ વાંચો… Congress leaders Discussions: ભાવનગર સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસ આગેવાનો વચ્ચે ચર્ચા વિચારણા

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો