Congress leaders Discussions

Congress leaders Discussions: ભાવનગર સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસ આગેવાનો વચ્ચે ચર્ચા વિચારણા

Congress leaders Discussions: ગેરસંવૈધાનિક બુલડોઝર રાજ વિરુદ્ધ અવાજ બુલંદ કરોઃ પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ

અમદાવાદ, 03 જૂનઃ Congress leaders Discussions: ભાવનગર ઘોઘા રોડ 14 નાળા નજીક મ્યુનિસિપિલ કોર્પોરેશનની જમીન પર હિન્દુ-મુસ્લિમ સાથે મળીને છેલ્લા 50 વર્ષથી વસવાટ કરે છે. તેમને મ્યુનિસિલ કોર્પોરેશન તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા પૂરી પાડ્યા વિના અચાનક જ નોટિસ પાઢવતા તમામ રહીશો ગભરાઈને બેબાકળા થઈ ધરણા પર બેઠા હતા તે દરમ્યાન પોલીસે તેમની ધરપકડ કરતા 6-7 લોકોની તબિયત લથડતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન યુસુફભાઈ નામના વૃદ્ધનું મોત નિપજ્યું હતુ.

આ દુઃખદ ઘટનાને પગલે ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા, પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે આ વિસ્તારની રુબરુ મુલાકાત લઈ મૃતકના ઘરે જઈ સંત્વના પાઠવી તેમના પરિવારજનોને ન્યાય માટેની કાનૂની લડતમાં પૂરતો સાથ સહકાર આપવા સહાનુભૂતિ દર્શાવી હતી. તેમજ ભાવનગર સર્કિટ હાઉસ ખાતે આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરી ભાવનગર કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસના કાર્યકરો સહિત તમામના સહાયભૂત થવા ચર્ચા વિચારણા કરી સાથ સહકારની ખાતી આપી હતી

સીએમને આવેદન આપી રજુઆત કરી

ધારસભ્ય ઇમરાન ખેડાવાલા અને પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું હતું કે ડિમોલીશનની કાર્યવાહી કરતા પહેલા કલેક્ટર તથા સરકારી તંત્ર દ્વારા દસ્તાવેજોની ખરાઈ કરવાની પૂરતી તક આપવા ડિમોલીશનની અંતિમ તારીખથી 30 દિવસ અગાઉ ફાઇનલ નોટિસ આપી ફરજિયાત બનાવવી જોઈએ.

ગુજરાત રાજ્ય વકફ બોર્ડ તથા સરકારી કચેરીઓમાં રજીસ્ટર્ડ કાયદેસરના દસ્તાવેજી પુરાવા ધરાવતા મંદિર, મસ્જીદ, દરગાહ, કબ્રસ્તાન, મદ્રસાનું ડીમોલીશન ન કરવું. કુદરતી ન્યાય સુસંગત તથા નામદાર સુપ્રીમ કોર્ટની અનેક ગાઈડલાઈન મુજબ દાયકાઓથી વસતા નાગરિકોની વસાહતોને વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા પછી જ ડિમોલીશન કરવું જોઈએ.

ભાવનગરમાં ઘોઘા માર્ગ 14 નાળા વિસ્તારમાં 40 વર્ષથી રહેતા ગરીબ પરિવારોને કુદરતી ન્યાય સુસંગત અને સુપ્રીમકોર્ટની ગાઈડલાઈન મુજબ માનવતાના ધોરણે વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા પછી જ ડિમોલીશનની કાર્યવાહી કરતા આવેદનપત્ર આપી રજૂઆત કરી છે

આ પણ વાંચો… Electric Vehicles in Gujarat: ગુજરાતમાં ઇલેક્ટ્રિક વ્હીકલની સંખ્યામાં ભારે ઉછાળો, વાંચો વિગતે…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો