Tablets

Central Government warning to doctors: મોંઘી દવાઓ લખતા ડોક્ટરો થઈ જાઓ સાવધાન, સરકારે આપી મોટી ચેતવણી

Central Government warning to doctors: સરકારી અને ખાનગી ડોક્ટરોને માત્ર જેનરિક દવાઓ લખવાની સૂચના આપવામાં આવી છે

નવી દિલ્હી, 03 જૂનઃ Central Government warning to doctors: હવે કેન્દ્ર સરકાર મોંઘીદાટ દવાઓ લખતા ડોક્ટરો સામે એક્શનમાં આવી છે. હાલમાં તમામ સરકારી અને ખાનગી ડોક્ટરોને માત્ર જેનરિક દવાઓ લખવાની સૂચના આપવામાં આવી છે. સાથે જ ચેતવણીની સાથે આ વોર્નિંગ પણ આપવામાં આવી છે.

સરકારનું માનવું છે કે દરેક દર્દી મોંઘી દવાઓ ખરીદવાની સ્થિતિમાં નથી હોતો. તેથી જ બધા ડોકટરો સસ્તી અને જેનરિક દવાઓ જ લખે છે. જેથી દર્દીની યોગ્ય સારવાર થઈ શકે. જો કોઇ ડોક્ટર મોંઘી દવાઓ લખી રહ્યાની ફરિયાદ આવશે તો સંબંધિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

લાલચમાં આવી લખે છે મોંઘી દવાઓ

હકીકતમાં, દેશના તમામ દર્દીઓ મોંઘી દવાઓ ખરીદવાની સ્થિતિમાં નથી હોતો. ઘણી વખત દર્દી દવાઓની ઊંચી કિંમતને કારણે ખરીદી શકતો નથી. તેમજ તેની સારવાર અધવચ્ચે છૂટી જાય છે. એટલા માટે દેશના તમામ ડોકટરોને આદેશ આપવામાં આવે છે કે તેઓ કમિશન ખાતર કોઈના જીવ સાથે રમત ન રમે. અન્યથા કાયદેસર કાર્યવાહી માટે તૈયાર રહો. કારણ કે સરકારે હવે ડોક્ટરની મનમાની બાબતે સર્વેલન્સ વધાર્યું છે. કોઈપણ ડોક્ટર સામે ફરિયાદ કરવાથી સંબંધિત ડોક્ટર સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે.

દરેક શહેરમાં ઉપલબ્ધ જન ઔષધિ કેન્દ્ર

આપને જણાવી દઈએ કે, જન ઔષધિ કેન્દ્ર દેશના દરેક શહેરમાં ઉપલબ્ધ છે. જ્યાં જરૂરિયાતમંદોને સરળતાથી સસ્તા અને સામાન્ય દવા મળી શકે છે. આવી સ્થિતિમાં સૌથી ગરીબ દર્દી પણ તેની સારવાર કરાવી શકે છે. રૂપિયાની ચિંતામાં તેને સારવાર પણ બંધ કરવી પડશે નહીં. સરકારે ખાસ કરીને ગરીબ દર્દીઓ માટે જન ઔષધિ કેન્દ્રો શરૂ કર્યા છે.

આ પણ વાંચો… PM Modi visit odisha train accident: ઓડિશા રેલ દુર્ઘટનામાં ઘાયલ મુસાફરોની પીએમ મોદીએ લીધી મુલાકાત

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો