Apna Ghar: અપના ઘરમાં પ્રવેશતાં જ બ્રજમોહનને જોઈને બધાં તેઓ બાબા-બાબા કહેવા લાગ્યા અને પછી…
“અપના ઘર”(Apna Ghar)
Apna Ghar: એક મોટું કેમ્પસ. વિવિધ ભાગોમાં છ થી વધુ ઇમારતો. ગેટની બાજુમાં જ એડમિનિસ્ટ્રેટિવ હોલમાં પ્રવેશ કરો ત્યારે સામે કેટલાક કર્મચારીઓ બેઠા છે. દીવાલ પર રેશન-પાણીનું હોર્ડિંગ લટકેલું છે, જેના પર કેટલાક આંકડા લખેલા છે. બીજી દીવાલ બાજુ આ આશ્રમમાં કેટલા લોકો રહે છે એનો આંકડો લખેલો છે.

ડૉ. બ્રજમોહન ભારદ્વાજ ‘અપના ઘર’ (Apna Ghar) સંસ્થાના સ્થાપક છે. ‘અપના ઘર’માં કેટલાક એવા લોકો પણ આવ્યા છે, જેમની તબિયત ખરાબ છે. કોઈનો અકસ્માત થયો છે. બ્રજમોહન તેમને દવા સૂચવે છે. તેઓ કહે છે, ‘મેં હોમિયોપેથી અભ્યાસ કર્યો છે. MBBS કરવાની ઈચ્છા હતી, પરંતુ ઉચ્ચ રેન્ક ન હોવાને કારણે BHMS જ મેળવ્યું. ડોક્ટર બનવા જ ભરતપુર આવ્યો હતો, ત્યારથી અહીં જ રહી ગયો છું.’
બ્રજમોહન સાથે આ સંસ્થાના શરૂઆતના દિવસો વિશે જણાવી રહ્યા છે કે ‘હવે લગભગ 5 હજાર પ્રભુજી (લોકો) રહે છે. 4 સંસ્થા ભરતપુરમાં છે. હાલમાં દેશમાં કુલ 57 ‘અપના ઘર’ (Apna Ghar) છે. માનસિક રીતે અસંતુલિત લોકો અહીં રહે છે. દીવાલના ટેકા સાથે લોખંડની જાળીની ફ્રેમ બનાવવામાં આવી છે.
બ્રજમોહન કહે, ‘તેમને આ રીતે રાખવા એ આપણી મજબૂરી છે. જેઓ સ્વસ્થ છે, તેમને તેમના અનુસાર અલગ-અલગ કામોમાં વ્યસ્ત રાખવામાં આવે છે. એવા ઘણા લોકો છે, જે પથારીમાંથી ઊઠી શકતા નથી. અમે આ બધાને રોડ, પ્લેટફોર્મ, બસ સ્ટોપ પરથી લાવ્યા છીએ. થોડે દૂર ચાલ્યા પછી એક ઈમારતમાંથી બાળકોને રમતાં, બૂમો પાડતાં, રડવાનો અવાજ આવી રહ્યો છે. અંદર પ્રવેશતાં જ બિલ્ડિંગના વરંડામાં સૌથી વધુ બાળકો રમતા જોવા મળ્યા. બ્રજમોહનને જોઈને બધાં તેમને ગળે મળે છે. તેઓ બાબા-બાબા કહેવા લાગે છે.
“બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, રસ્તાના કિનારે હજારો-લાખો એવા લોકો જોવા મળે છે, જેનું આ દુનિયામાં કોઈ નથી. શરીર પર માખીઓ બણબણી રહી છે. જીવાતોએ ઘણા ભાગોમાં ઘર બનાવ્યું છે. ખાવા માટે કંઈ નથી. તેઓ મહિનાઓથી આ જ અવસ્થામાં પડ્યા છે. આવા લોકોને જ અપના ઘર આશ્રમમાં રાખીએ છીએ. તેમની સેવા કરીએ છીએ. આ જ તેમનું અપના ઘર છે. હું તમને એ લોકોને મળવા લઈ જઈશ, પછી તમને ઘણી બધી વાત સમજાઈ જશે.
” બ્રજમોહન પોતાનો મોબાઈલ કાઢે છે અને એક વ્યક્તિનો વીડિયો બતાવે છે જે એટલો ભયાનક છે કે હું થોડીવાર માટે થંભી જવાય, સુન્ન થઈ જવાય. જીવાતોએ વ્યક્તિના કપાળના પાછળના ભાગને ખોખલો કરી દીધો છે. બંને કાન કીડાઓથી ભરેલા છે. “ઘા”માં કીડા ખદબદી રહ્યા છે. કેટલાક તબીબી કર્મચારીઓ એને સાફ કરી રહ્યા છે. શસ્ત્રક્રિયા, ડ્રેસિંગ અને ઓપરેશન કરી રહ્યા છે.

બ્રજમોહન કહે છે, ‘આનાથી પણ વધુ પીડાદાયક પરિસ્થિતિમાં અમે તેમને બચાવીને પાછા લાવીએ છીએ. હું ઘણી રાતો સુધી સૂઈ શકતો નથી. હું ખાઈ શકતો નથી હું વિચારતો રહું છું કે મનુષ્યની આવી દુર્દશા… ’ આગળના રૂમમાં ડઝનબંધ પારણાં રાખવામાં આવ્યાં છે. આમાં નાના બાળકો રમતાં હોય છે. બ્રજમોહન કહે છે, ‘દર મહિને બે-ચાર સગર્ભા સ્ત્રીઓ અહીં આવતી રહે છે.
મને યાદ છે – કોલેજમાંથી પાસ આઉટ થયા પછી જ મેં સંસ્થા વિશે વિચારવાનું શરૂ કર્યું. જ્યારે મારા મિત્રોને ખબર પડી કે હું આવા લોકો માટે કામ કરવા માંગું છું, ત્યારે લોકો કહેતા હતા – મુંગેરીલાલ કે હસીન સપનેં…. પૈસા ક્યાંથી મળશે ? દેશભરમાં લાખો લોકો એવા છે, જેમનું કોઈ નથી. આ લોકો તેમના દિવસો રસ્તાના કિનારે વિતાવે છે. કેટલા લોકોના જીવનમાં પરિવર્તન લાવી શકીશ.
હું અને મારી પત્ની માધુરી, અમે બંનેએ સાથે મળીને થોડા મહિના પછી 23 “પ્રભુજી !”ની સેવા કરવાનું શરૂ કર્યું. પત્ની બધા લોકો માટે ભોજન રાંધતી. તેમને સ્નાન કરાવતી. ઘણા એવા પણ હતા, જેમને ડાયપર પહેરાવવું પડતું હતું. માધુરી તેમને પણ સાફ કરતી હતી.’ સામેના આશ્રમમાંથી માધુરી આવી રહી છે. બ્રજમોહન કહે છે, ‘અમે બંને એકબીજાને 8-9 મી થી ઓળખીએ છીએ. ધીમે ધીમે અમે બંને એકબીજાને પસંદ કરવા લાગ્યાં.
માધુરી પણ મારી ઈચ્છા મુજબ કરવા માગતી હતી. બાદમાં અમે બંનેએ પરિવાર વિરુદ્ધ લગ્ન કરી લીધા. જ્યારે મેં લગ્ન કર્યા ત્યારે અને જ્યારે મેં આ આશ્રમ શરૂ કર્યો ત્યારે મારે મારા પરિવારના વિરોધનો સામનો કરવો પડ્યો હતો. પરિવારજનોએ કહ્યું હતું કે અત્યારે તમને લાગે છે કે તમે આ લોકોની સેવા કરીને સારું કરી રહ્યા છો, પરંતુ પછી તમને પસ્તાવો થશે. તમે તમારા માટે શું કર્યું છે એ વિચારશો.
બિલ્ડિંગમાં, ભોંયરામાં એક સ્ટોર રૂમ છે, જ્યાં ચોખા, કઠોળ, લોટથી લઈને બાંધકામ સામગ્રી, તેલ-સાબુ બધું રાખવામાં આવે છે. એવું લાગે છે કે કોઈ મોલના ફ્લોર પર છીએ. અન્ય બિલ્ડિંગમાં કેટલીક સ્ત્રીઓ ખરીદી કરી રહી છે. બંગડી, બિંદી ખરીદી રહી છે. અહીં કેટલીક મહિલાઓ પણ એક અવાજે બોલે છે, મારે ઘરે જવું છે. અમે સંપૂર્ણ સ્વસ્થ છીએ છતાં અમને આશ્રમની બહાર જવાની પરવાનગી નથી. બિહારના સહરસા જિલ્લાની રહેવાસી લક્ષ્મી છે, જે આ આશ્રમમાં 7 વર્ષથી રહે છે. દિલ્હીની રહેવાસી રતિ જ્યોતિ 5 વર્ષથી આ આશ્રમમાં છે. જ્યારે બિહારના અરરિયા જિલ્લાના કુરસકાંતા બ્લોકના મરાતીપુરની રહેવાસી વિમલા છેલ્લાં 10 વર્ષથી આ આશ્રમમાં છે.
આ મહિલાઓનું કહેવું છે કે રેલવે સ્ટેશન કે અન્ય જગ્યાએ ભટક્યા બાદ પોલીસ તેમને આ જગ્યાએ લાવી હતી. હવે તેને જવા દેવામાં આવતી નથી. તમે લોકો શું કરો છો ? જ્યારે પૂછવામાં આવે તો મહિલાઓ કહે છે – હું રસોડામાં રસોઈ બનાવું છું. બધા એક પછી એક આશ્રમમાં પરત જાય છે. દરમિયાન, મારી નજર એક બોર્ડ પર પડે છે, જે સામાન્ય રીતે દરેક બિલ્ડિંગના ગેટ પર લટકે છે. એના પર લખ્યું છે કે આ લોકો તમને ઘરે જવાનું કહેશે.
એમ પણ કહેવામાં આવશે કે તેમને જવા દેવાયા નથી. આ તમારા જેવા લોકો માટે માહિતી છે. હું પણ ઇચ્છું છું કે દરેક તેમના ઘરે જાય, પરંતુ ત્યારે જ કોઈ તેમને લઈ જશે. એવા ઘણા લોકો છે, જેમના પરિવારને ઓળખવામાં આવે છે, પરંતુ તેઓ તેમને સ્વીકારવા માગતા નથી. કેટલાક લોકોના સરનામાની ચકાસણી થઈ શકી નથી. અમારી 4 લોકોની ટીમ એડ્રેસ વેરિફિકેશનમાં વ્યસ્ત છે.
દર મહિને અમે 150 થી વધુ લોકોને તેમના ઘરે લઈ જઈએ છીએ બ્રિજમોહન ખિસ્સામાંથી રૂમાલ કાઢીને પોતાના આંસુ લૂછીને કહે છે, ‘હું અલીગઢના સરહોઈ ગામનો રહેવાસી છું. ખેતીથી ઘર ચાલે છે. હું છઠ્ઠા ધોરણમાં હતો ત્યારે એક ઘટના બની. ગામમાં એક બાબા રહેતા હતા. આ દુનિયામાં તેમનું કોઈ નહોતું. તેઓ રોજ આખા ગામની ગાયોને ચરાવવા લઈ જતા. બદલામાં ગામના લોકો તેમને ખાવા-પીવાની વસ્તુઓ આપતા. થોડા મહિના પછી તેઓ બીમાર થઈ ગયા. હવે કોઈ આપણું હોય, તો જ નિયમિત સારવાર કરાવી શકે. ક્યારેક કોઈ ને કોઈ તેમને વૈદ્ય પાસે લઈ જતા. ધીમે ધીમે તેમની તબિયત વધુ બગડવા લાગી. આખા શરીરે ઘા થઈ ગયા.
Hello Friends: નિયમો તો કોઈને માનવા જ નથી!
આખો દિવસ માખીઓ બણબણતી હતી. એક દિવસ તેઓ એવી બદતર સ્થિતિમાં જ મૃત્યુ પામ્યા. બાબાની છેલ્લી તસવીર આજે પણ મારા દિલ-દિમાગમાં ચોંટેલી છે. એ પછી હું વિચારવા લાગ્યો કે દેશમાં એવા કેટલાય લોકો હશે, જેમનું કોઈ નહીં હોય. આમ જ તેઓ પણ મૃત્યુ પામતા હશે. હવે ઉંમર એટલી નાની હતી કે હું શું કરી શકું, પણ આ ઘટના મારા મગજમાં બેસી ગઈ. જ્યારે હું મોટો થયો ત્યારે મેં ડોક્ટર બનવાનું વિચાર્યું, જેથી હું આ લોકો માટે કંઈક કરી શકું.
બ્રજમોહન કહે છે પોતાનું બાળક શું છે, આ બધા મારા બાળકો જ છે. મને લાગે છે કે જો મેં ફેમિલી પ્લાન બનાવ્યો હોત તો કદાચ હું આ બાળકો સાથે, આ તરછોડાયેલા પ્રભુજી સાથે આટલો લગાવ ન પામ્યો હોત. માધુરી બ્રજમોહનનો પણ એ જ નિર્ણય હતો કે અમે અમારા બાળકને જન્મ નહીં આપીએ. સાંજ થવા આવી છે. પ્રભુજીના ભોજનની તૈયારી ચાલી રહી છે. જે રીતે વ્યવસ્થા છે એ જોતાં એવું લાગી રહ્યું છે કે સંસ્થા ચલાવવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવો પડતો હશે.
આટલું બધું ગણિત ન કરો, તમે શરૂઆતમાં જે હોર્ડિંગ જોયું હશે એ ઠાકોરજીના નામનો પત્ર છે. બધી પરિપૂર્ણતા આપમેળે જ થાય છે. મને ઠાકોરજીમાં વિશ્વાસ છે. દરરોજ 10 લાખ રૂપિયાથી વધુનો ખર્ચ થાય છે. સંસ્થાની જરૂરિયાત મુજબ અમે રોજ ઠાકુરજીને પત્ર લખીએ છીએ. ભગવાન જાણે છે કે બધું દાન, સરકાર અથવા કોઈપણ સંસ્થાના ભંડોળ વિના પૂર્ણ થાય છે. લોકો જાતે જ દાન આપવા આવે છે.
આપણે આવું કરીને આત્મસંતોષ મેળવીએ.