Banner Puja Patel

Hello Friends: નિયમો તો કોઈને માનવા જ નથી!

“મૌલિક લેખ”
Hello Friends: હેલ્લો મિત્રો! આજે હું આવી છું આપના બધાં ની વચ્ચે એક સામાન્ય ટોપિક લઇને કે જે આપણે રોજેરોજ અનુભવીએ જ છીએ! મારા લેખનું શીર્ષક છે. “નિયમો તો કોઈને માનવા જ નથી!”

Hello Friends: સૌપ્રથમ તો હું એક ઉદાહરણ આપવા માંગુ છું, આપણને બધું જ ટીપટોપ જોઈએ છે અને આપણી પાસે ન હોય તો તે જો બીજા પાસે હોય તો આપણે તેનાં વખાણ કરતાં અચકાતા નથી! જેમ કે આપણે અવારનવાર સાંભળીએ છીએ કે બીજાં દેશોમાં રસ્તા કેટલાં સાફ હોય છે, ત્યાં તો ટ્રાફિક પણ એટલું જામ નથી થતું કે નથી ત્યાં ચાર રસ્તે બબાલ થતી! ત્યાંનું માત્ર જોઈને જ સારું લાગે છે. એ દેશોમાં નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવે છે અને લોકો દ્વારા તેને મનથી અમલમાં મૂકવામાં આવે છે ત્યારે એ વસ્તુ આપણને એક સારા પરિણામ સ્વરૂપે જોવા મળતી હોય છે.

શિષ્ટતા જાળવી રાખવામાં આવે તો જ આ શક્ય બને છે. પરંતુ આપણું લાલચુ મન કોઈ જ દિવસ નિયમો માનવા માટે બંધાવા નથી માંગતું તેનું શું? તે એક આશા રાખતું ફરે છે કે,” આમ કરવાથી મને શું મળશે? મારે શું ફાયદો?” જો ફાયદો નો જોતું હોય તો તે એટલિસ્ટ એક વખાણ થઈ જાય, કોઇ વ્યકિત તેની પ્રશંસા કરે એવી આશા સાથે તે નિયમો માનવા માટે તૈયાર થાય છે. એવામાં જો એક નિયમ માત્ર માનવાથી તેને એવાં શબ્દો સાંભળવા મળે, ” તો શું થઈ ગયું? એમાં શું મોટું તીર માર્યું?” તો એ નકારાત્મક પ્રેરણા લઈ છે છે,’ કે શું મે નિયમ માનવાની ભૂલ કરી છે?

Hello Friends follow the rules

વખાણ તો દૂર પણ આ રીતે ટોક્યા રાખવામાં આવે છે તો તે નિયમ માનવાનો મતલબ શું? અને બીજાં લોકો જો નિયમ નથી માનતા તો હું શું કરવા નિયમ માનું?” આ એક વિચારમાત્રથી આપણે એક જે નિયમ માનતા હોઈએ તે પણ બંધ કરી દઈએ છીએ. પણ એ નથી જોતાં કે શરૂઆત હંમેશા એકથી જ થાય!”

Hello Friends: આ જ વિચાર એક જ વ્યક્તિને આવે છે? નહીં! બધાના મનમાં આ એક વિચાર સામાન્ય રીતે આવે જ છે અને એટલે જ કોઇ નિયમોનું પાલન કરવા માટે પ્રેરતા નથી! પછી ત્યાંથી જ શરૂઆત થાય કે,

૧) ” અહીં થુંકવું નહીં!”
કોઈ માને છે આ વાત? અહીં દીવાલની હાલત તો જો થૂંકી થુંકીને કરી છે તે!
૨) “દિવાલ પર ગંદકી કરવી નહી!”
એ જ દિવાલ બીજી બધી દિવાલ કરતાં વધારે ગંદી હશે!
૩) “લાઈનમાં ઉભા રહેવું!”
ત્યાં જ વધારે ભીડ જામે!
૪) નો પાર્કિંગ!
ત્યાં જ વાહન પાર્ક કરેલાં જોવાં મળશે!

અરે, ટ્રાફિક સિગ્નલ તોડવા માટે પણ લોકો પ્રેરાઈ જાય છે કે એમાં શું થઈ જશે? ચલાન જ કપાશે ને? ભરી દઈશું! મેમો જ આવશે ને? અપનાવી લઈશું ” આવો પધારો ” કહીને!

ઉપરોકત ઉદાહરણ મેં માત્ર અહીં લખેલાં છે તેની સિવાય પણ ઘણાં બધાં એવાં નિયમો હશે કે આપણે માનતા જ નથી કેમ કે આપણે પ્રશંસાના ભૂખ્યાં છીએ અને જ્યારે કોઈ બીજી વ્યક્તિ આ જ નિયમો જાતે પાલન કરતી હશે તો તેનાં વખાણ કરતા પોતાની માટે શરમ અનુભવશે,” આ વ્યકિત કેટલું પોતાની જાતે નિયમોનું પાલન કરે છે! એક શિષ્ટાચાર અપનાવી લીધો છે સારી વાત કહેવાય! હું પણ એની જેમ જ શિષ્ટાચાર અપનાવી લવ તો?!”

આ પણ વાંચો:-Money & society: પૈસા કમાનારનું જ સમ્માન?

સમસ્યા એ છે કે આ વિચાર મનમાં જ આવે અને બીજી જ પળે તે જાણે અદ્રશ્ય થઈ જતો હોય છે. જેનું કારણ છે કે પાછળ પાછળ ક્રમશઃ એ વિચાર પણ આવી જ જાય,'”કે એનાં શિષ્ટાચારથી શું થઇ ગયું?! દેશમાં ક્યાં એટલું નિયમો માનવાનું ઈનામ મળે છે? અને એ નિયમો પાળે છે; હું પણ પાળું ચાલો ઓછામાં ઓછાં બે જ લોકો હશે કે જે આ રીતે નિયમો પાળતાં હશે! એનાથી ક્યાં બદલાવ લાવવા જેટલો મોટો ફરક પડશે? રેવા દે એને માનવું હોય તો માને આપણે શું?”

સીધી રીતે કે આમ આડકતરી રીતે પણ આપણે જાણી જોઈને નિયમો માનતા જ નથી! નિયમો આપણે માનવા જ નથી! અને સાથે સાથે આપણાં દેશના એવાં નિયમો કે જે ન માનવા પર દંડ રૂપે અમુક રકમ રાખવામાં આવે છે ત્યાં જ લોકો પ્રેરાય છે કે ” નથી માનવો નિયમ ; પૈસાથી બધું ખરીદી શકાય છે તો દંડ રૂપે આપણે આપણી ભૂલ પણ ખરીદી લઈશું! પણ નિયમો તો નથી જ માનવા! ”

આપણાં જીવનમાં અમલ કરવામાં આવતો શિષ્ટાચાર એ આપણાં પોતાની માટે છે. ને શરૂઆત હંમેશા પોતાનાથી જ તથા પોતાની માટે કરશો તો જ થશે! ” અમે નિયમો માનીશું!” એમ નહીં પણ ” હું નિયમ માનીશ” તો જ એક શરૃઆત થશે! શરૂઆત એક જ વ્યક્તિથી થાય એ વાત હંમેશા યાદ રાખો! અને નિયમોનું પાલન કરવું જરૂરી છે એમાં સૌથી પહેલું પગથિયું એ જ છે કે , ” જો હું આ નિયમ બનાવું છું મારી માટે; તો હું તેનું પાલન પણ કરીશ જ! ચુસ્ત પણે મારા રોજિંદા જીવનમાં હું નિયમ ન તૂટે તેનું ધ્યાન રાખીશ!”

Hello Friends: નિયમ બનાવીને નિયમ અમલમાં મુકવાની અને રોજિંદા જીવનમાં અમલ મૂકવાનો પહેલો નિયમ બનાવવો જોઈએ! જેનું અમલીકરણ વધારે જરૃરી છે ન કે તેની માટે કોઈ વક્તા બનીને ભાષણ આપે અને શ્રોતા બનીને આપણે માત્ર સાંભળ્યા જ કરીએ!

આ સાથે, હું મારી ✍️ કલમને વિરામ આપું છું, મળીશ હું નવા ટોપિક અને નવાં લેખ સાથે ખૂબ જ જલ્દી!: પૂજા પટેલ (ચીકી)

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *