Ramesh shinde Spokeperson hindu jan jagruti manch

Sanatan Dharm: ઉદયનિધિ સ્‍ટૅલિન, પ્રિયાંક ખડગે અને એ. રાજાની ધરપકડ ન કરવામાં આવે, તો સમગ્ર દેશમાં આંદોલન

Sanatan Dharm: સનાતન ધર્મની તુલના ડેંગ્‍યૂ, કોરોના, એડ્‌સ અને કુષ્‍ઠરોગ સાથે કરવી, અક્ષમ્‍ય જ !

જો ઉદયનિધિ સ્‍ટૅલિન, પ્રિયાંક ખડગે અને એ. રાજાની ધરપકડ ન કરવામાં આવે, તો સમગ્ર દેશમાં આંદોલન ! : હિંદુ જનજાગૃતિ સમિતિ

 અમદાવાદ, 10 સપ્ટેમ્બર: Sanatan Dharm: વિશ્‍વબંધુત્‍વની શિખામણ આપીને સહુકોઈને સમાવી લેનારા ‘સનાતન ધર્મ’ની તુલના ડેંગ્‍યૂ, મલેરિયા, કોરોના, એડ્‌સ અને કુષ્‍ઠરોગ ઇત્‍યાદિ રોગો સાથે કરીને ‘સનાતન ધર્મ’ને નષ્‍ટ કરવાની ભાષા કરનારા તામિલનાડુના ક્રીડામંત્રી ઉદયનિધિ સ્‍ટૅલિન, કર્ણાટકના ગ્રામવિકાસ મંત્રી પ્રિયાંક ખડગે અને તામિલનાડુના દ્રમુકના સાંસદ એ. રાજાએ સમગ્ર દેશમાંના કરોડો હિંદુઓની ધાર્મિક ભાવનાઓ દુભાવી છે. તેઓ બધા પોતાના વક્તવ્‍ય પર અડગ છે. તેને કારણે સમગ્ર દેશમાં હિંદુઓમાં રોષ ઉભરાયો છે. તેને કારણે તેમના પર ભારતીય દંડ સંહિતા ધારા 153 (A), 153 (B), 295 (A), 298, 505 અને ‘આય.ટી. ઍક્‍ટ’ હેઠળ તુરંત ગુનાઓ પ્રવિષ્‍ટ કરવામાં આવે.

આ બધા પર ‘રાષ્‍ટ્રીય સુરક્ષા કાયદો (NSA)’ લાગુ કરવો અને તેમની ધરપકડ કરવી, એવી માગણી હિંદુ જનજાગૃતિ સમિતિએ કેંદ્રિય ગૃહમંત્રી અમિત શાહ પાસે કરી છે. તેમજ જો તેમના પર કાર્યવાહી કરવામાં નહીં આવે, તો સમગ્ર દેશમાં તીવ્ર આંદોલન કરવામાં આવશે, એવી ચેતવણી પણ સમિતિએ આપી છે. આ સંદર્ભમાં માગણીનું નિવેદન કેંદ્રિય ગૃહમંત્રી અમિત શાહને મોકલવામાં આવ્‍યું છે.

Hello Friends: નિયમો તો કોઈને માનવા જ નથી!

 દેશના વિરોધી પક્ષોનો સમાવેશ રહેલું ‘ઇંડિયા’ ગઠબંધનની બેઠક મુંબઈમાં સંપન્‍ન થયા પછી તેમાં સહભાગી થયેલા કેટલાંક પક્ષો દ્વારા સનાતન ધર્મને લક્ષ્ય કરવાની હોડ લાગી છે. કરોડો હિંદુઓની શ્રદ્ધા પર ઘા વીંઝીને દેશની અખંડતા અને શાંતિ જોખમમાં મૂકવામાં આવી રહી છે. તેમજ મંત્રી અને સાંસદ આ બંધારણીય પદ પર રહેલી વિવિધ ઉત્તરદાયી વ્‍યક્તિઓ દ્વારા આ પ્રકારના વિધાનો કરવામાં આવે, તે એક રીતે લોકશાહીનો પરાભવ છે. 

આ રીતે ઇસ્‍લામ, ખ્રિસ્‍તી ઇત્‍યાદિ ધર્મો વિશે વક્તવ્‍યો કરવાની હિંમત આ રાજકીય પક્ષોમાં અથવા તેમના નેતાઓમાં છે ખરી ? વારંવાર ઉશ્‍કેરણી કરનારા વક્તવ્‍યો કરીને હિંદુઓને લક્ષ્ય બનાવનારા આવા કાયદાદ્રોહી લોકપ્રતિનિધિઓને કેવળ મંત્રીમંડળમાંથી જ નહીં, જ્‍યારે વિધિમંડળ અને સંસદમાંથી કાઢી મૂકવા જોઈએ.. અન્‍ય સમયે હિંદુઓના વિરોધમાં તત્‍પરતાથી ‘હેટ સ્‍પીચ’ના ગુનાઓ પ્રવિષ્‍ટ કરવાના આદેશ પોલીસને આપવામાં આવે છે; પણ અનેક દિવસોથી સાવ નિમ્‍ન સ્‍તર પર જઈને સનાતન ધર્મ વિશે વક્તવ્‍યો કરવામાં આવતા હોય, ત્‍યારે સર્વોચ્‍ચ ન્‍યાયાલયે પણ આ વિશે ‘સુમોટો’ કાર્યવાહી કરી નથી. આ વાત દુર્ભાગ્‍યપૂર્ણ છે.

આવો ધાર્મિક ટંટો નિર્માણ કરનારા નેતાઓ પર જો ગુનાઓ પ્રવિષ્‍ટ કરીને તેમને શિક્ષા નહીં કરવામાં આવે, તો દેશમાંની શાંતિ, એકતા અને અખંડતા જોખમમાં મૂકાશે. જો એમ નહીં થાય, તો તે માટે સંપૂર્ણ રીતે પોલીસ અને પ્રશાસન ઉત્તરદાયી હશે, એવું પણ સમિતિએ કહ્યું છે.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો