Surendranagar District Important news: સુરેન્દ્રનગર જિલ્લાની તમામ હોટેલમાં આવતાં ઉતારૂઓની “પથિક સોફ્ટવેર” માં નોંધાવવા કરાયો ફરજીયાત
Surendranagar District Important news: ઓનલાઇન “પથિક સોફ્ટવેર” માં નોંધાવવા કરાયો આદેશ
સુરેન્દ્રનગર જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
સુરેન્દ્રનગર: 17 નવેમ્બર: Surendranagar District Important news: કાયદો અને વ્યવસ્થા તેમજ જાહેર શાંતિ અને સલામતિ જળવાઇ રહે તે હેતુથી સમગ્ર ગુજરાત રાજ્યમાં આવેલ તમામ હોટલ, ગેસ્ટ હાઉસ, ધર્મશાળા, બોડીંગ હાઉસ, લોજ તથા જ્યાં લોકોને ભાડે અથવા ભાડા વગર ઉતારો આપવામાં આવતો હોય તેવી તમામ જગ્યાઓના માલિકો ઉપર નિયંત્રણ મુકવા અને જરૂરી રેકર્ડ ઉપલબ્ધ થઇ શકે તે માટે ક્રાઇમ બ્રાન્ચ, અમદાવાદ દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યની તમામ હોટેલમાં આવતા ઉતારૂઓની ઓનલાઇન માહિતી નોંધાવવા સારૂ “પથિક સોફ્ટવેર”માં જણાવેલ ગ્રાહક ઉતારૂલક્ષી તમામ માહિતી ઓનલાઇન “પથિક સોફ્ટવેર”માં નોંધવામાં આવે આ બાબતને અનુલક્ષીને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા દરખાસ્ત થઇ આવેલ છે. જેને ધ્યાને લઈ સુરેન્દ્રનગર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીએ એક જાહેરનામુ બહાર પાડ્યું છે.
આ જાહેરનામામાં જણાવ્યા પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લામાંથી બે નેશનલ હાઇવે પસાર થાય છે, જયા સરળતાથી અવર જવર તથા રોકાણ થઇ શકે તેમ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં રણ વિસ્તાર પણ આવેલો છે. તેમજ અતિ સંવેદનશીલ જિલ્લો છે. હાલના પ્રવર્તમાન સંજોગો અને ગુપ્ત સંસ્થાઓનો વખતોવખત અહેવાલ અનુસાર રાષ્ટ્ર વિરોધી આતંકવાદી પ્રવૃતિ કરતાં નાપાક તત્વો બહારથી આવી જિલ્લામાં રોકાણ કરી આતંકવાદી પ્રવૃતિ કરી શકે છે.
લની પરિસ્થિતિ ધ્યાને લેતા આતંકવાદી બનાવો બનતા અટકાવવા તથા કાયદો અને વ્યવસ્થા તેમજ જાહેર શાંતિ અને સલામતી જળવાઈ રહે તે હેતુ માટે સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લા શહેરમાં હાઇવે પર આવેલ ચામુંડા માતાજીનું મંદિર-ચોટીલા, વણિન્દ્ર ધામ-પાટડી ઓ.એન જી સી પંપીંગ સ્ટેશન-દુધરેજ ઢાંકી પંપીંગ સ્ટેશન, ચોરણીયા પાવર સ્ટેશન વગેરે વાઇટલ ઇન્સ્ટોલેશન સેન્ટર ઉપર આતંકવાદી હુમલાની શક્યતા રહેલ છે. જે તમામ પરિસ્થિતિને અનુલક્ષીને આવા ગુન્હેગારોને ભવિષ્યમાં તપાસમાં ભાળ મળે તે માટે તેમજ કાયદો અને વ્યવસ્થા તથા જાહેર શાંતિ અને સલામતિ જળવાઇ રહે તે સારૂ સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ તમામ હોટલ ગેસ્ટ હાઉસ, ધર્મશાળા, બોડીંગ હાઉસ, લોજ તથા જ્યાં લોકોને ભાડે અથવા ભાડા વગર ઉતારો આપવામાં આવતો હોય તેવી તમામ જગ્યાઓના માલિકો ઉપર નિયંત્રણ મુકવા અને જરૂરી રેકર્ડ ઉપલબ્ધ થઇ શકે તે માટે સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લાની તમામ હોટેલમાં આવતાં ઉતારૂઓની ઓનલાઇન માહિતી નોંધાવવા સારૂ “પથિક સોફ્ટવેર” માં જણાવેલ ગ્રાહક ઉતારૂલક્ષી તમામ માહિતી ઓનલાઇન “પથિક સોફટવેર”માં નોંધવામાં આવે તે મુજબની વ્યવસ્થા રાખવા આદેશ ફરમાવ્યો છે.
આ ઉપરાંત ગ્રાહકો/ઉતારૂઓના ઓળખ પ્રૂફ મેળવી સ્કેનર મશીન દ્વારા સ્કેન કરી ઉતારૂઓની તમામ માહિતી ઓનલાઇન “પથિક સોફટવેર”માં નોંધવાની રહેશે તેમજ કોઈ વિદેશી નાગરિક હોટેલ/ રિસોર્ટ/ ગેસ્ટ હાઉસમાં રોકાય ત્યારે તે વિદેશી નાગરિકનું C- ફોર્મ ફરજિયાત ભરવાનું રહેશે. તેમજ ફોર્મ ભર્યા બાદ તેની વિગતો સંબંધિત લગત પોલીસ સ્ટેશનમાં મોકલવાની રહેશે. આ જાહેરનામું કાયમી અમલમાં રહેશે.
જો કોઇ ઇસમ ઉપરોક્ત હુકમનો ભંગ કરશે અગર ભંગ કરાવવામાં મદદગીરી કરશે તો આવા ઇસમો ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૧ હેઠળ દંડ અને શિક્ષાપાત્ર થશે. સુરેન્દ્રનગર જિલ્લાના સમગ્ર વિસ્તારમાં ફરજ બજાવતાં હેડ કોન્સ્ટેબલથી નાયબ પોલીસ અધિક્ષક સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો વિરૂધ્ધ ફરિયાદ કરવા માટે અધિકૃત કરવામાં આવે છે.