Rule Change in Feb 2024: 1લી ફેબ્રુઆરીથી LPG, FASTag સહિત આ નાણાંકિય નિયમોમાં થશે બદલાવ, વાંચો વિગત
Rule Change in Feb 2024: આવતીકાલે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા બજેટ રજૂ કરવામાં આવશે. આ સાથે જ 6 નાણાકીય નિયમોમાં ફેરફાર કરવામાં આવશે.
કામની ખબર, 31 જાન્યુઆરીઃ Rule Change in Feb 2024: આવતીકાલથી ફેબ્રુઆરી મહિનો શરૂ થશે. દેશના નાણાકીય આયોજન માટે દર વર્ષે 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરવામાં આવે છે. આવતીકાલે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા બજેટ રજૂ કરવામાં આવશે. આ સાથે જ 6 નાણાકીય નિયમોમાં ફેરફાર કરવામાં આવશે. જેની સીધી અસર તમારા ખિસ્સા પર થશે.
LPGની કિંમત
ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા એલપીજી સિલિન્ડરની કિંમતો દર મહિનાની પહેલી તારીખે અપડેટ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં બજેટના દિવસે એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો થશે કે વધારો થશે તે જોવું રહ્યું. સિલિન્ડરની કિંમતોમાં ફેરફાર સામાન્ય લોકોના ખિસ્સા પર અસર કરે છે.
ફાસ્ટેગ E-KYC
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ ફાસ્ટેગ E-KYC ફરજિયાત બનાવ્યું છે. જે યુઝરેએ ફાસ્ટેગ માટે E-KYC પૂર્ણ નથી કર્યું , તેમના ફાસ્ટેગને 1 ફેબ્રુઆરીથી ડીએક્ટીવ કરી દેવામાં આવશે. બજારમાં ઘણા ડુપ્લિકેટ ફાસ્ટેગ હોવાથી E-KYC ફરજિયાત બનાવવામાં આવ્યું છે. જેથી આ પ્રકારની છેતરપિંડી રોકી શકાય.
ધન લક્ષ્મી એફડી સ્કીમ
પંજાબ એન્ડ સિંધ બેંકે તેના ગ્રાહકો માટે ખાસ એફડી સ્કીમ શરૂ કરી છે. આ સ્કીમનું નામ ધન લક્ષ્મી 444 દિવસ એફડી છે. એટલે કે તેની મુદત 444 દિવસ છે. બેંક એફડી પર 7.4 ટકા અને સુપર સિનિયર્સને 8.05 ટકા વ્યાજ આપે છે. જેમાં રોકાણ કરવામાં માટે આજ છેલ્લો દિવસ છે.
સોવરિન ગોલ્ડ બોન્ડ (SGB)
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ફેબ્રુઆરીમાં નાણાકીય વર્ષ 2023-24 માટે સોવરિન ગોલ્ડ બોન્ડનો છેલ્લો હપ્તો બહાર પાડશે. આ સિરીઝ 12મી ફેબ્રુઆરીએ ખુલશે અને 16મી ફેબ્રુઆરીએ બંધ થશે. છેલ્લી સિરીઝ 18 ડિસેમ્બર 2023ના રોજ ખુલી હતી. આ સિરીઝમાં સોનાની કિંમત 6,199 રૂપિયા પ્રતિ ગ્રામ નક્કી કરવામાં આવી હતી.
NPS ઉપાડ
પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA) એ જાન્યુઆરીમાં એક પરિપત્ર બહાર પાડ્યો છે. આમાં હવે નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) હેઠળ 25 ટકા રકમ ઉપાડી શકાશે નહીં. આ સિવાય PFRDA એ નિર્દેશ આપ્યો છે કે હવે ગ્રાહકો ઘર ખરીદવા અથવા બાંધકામ માટે જ આંશિક ઉપાડ કરી શકશે. આ નિયમ 1 ફેબ્રુઆરી 2024થી લાગુ થશે.
IMPS પૈસા ટ્રાન્સફર
હાલના સમયમાં એક બેંક એકાઉન્ટમાંથી બીજા બેંક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરવા માટે હવે બેંક જવાની જરૂર નથી. જેમાં સેકન્ડોમાં જ ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરી શકાય છે. પૈસા ટ્રાન્સફર કરવા માટે IMPS પણ એક સારો વિકલ્પ છે. હવે 1 ફેબ્રુઆરી, 2024 થી, યુઝર ફક્ત રિસીવરનો મોબાઇલ નંબર અને બેંક એકાઉન્ટ નામ ઉમેરીને પૈસા ટ્રાન્સફર કરી શકે છે.
આ પણ વાંચોઃ Bank Holidays in February: ફેબ્રુઆરીમાં 11 દિવસ બેંકો રહેશે બંધ, અહીં જુઓ રજાઓની સંપૂર્ણ લિસ્ટ…
