Bank Holiday

Bank Holidays in February: ફેબ્રુઆરીમાં 11 દિવસ બેંકો રહેશે બંધ, અહીં જુઓ રજાઓની સંપૂર્ણ લિસ્ટ…

Bank Holidays in February: ફેબ્રુઆરીમાં 29માંથી માત્ર 18 દિવસ બેંકમાં કામ થશે

કામની ખબર, 31 જાન્યુઆરીઃ Bank Holidays in February: જાન્યુઆરી મહિનાનો આજે છેલ્લો દિવસ છે. કાલથી ફેબ્રુઆરીનો નવો મહિનો શરુ થવા જઈ રહ્યો છે. તેથી, જો બેંક સાથે સંબંધિત કોઈ મહત્વપૂર્ણ કામ હોય તો તમારે તેને તરત જ પૂર્ણ કરવું પડશે. કારણ કે ફેબ્રુઆરીમાં લગભગ 11 દિવસ બેંકોમાં રજાઓ રહેશે.

જણાવી દઈએ કે, ફેબ્રુઆરીમાં 29માંથી માત્ર 18 દિવસ બેંકમાં કામ થશે. શનિવાર-રવિવારની રજાઓ સિવાય તેમાં બસંત પંચમી, છત્રપતિ શિવાજી જયંતિની રજાઓનો સમાવેશ થાય છે. આવી સ્થિતિમાં, તમારે જાણવું જ જોઈએ કે ફેબ્રુઆરીમાં બેંકો ક્યા દિવસે બંધ રહેવાની છે. જે આ મુજબ રહેશેઃ

ફેબ્રુઆરીમાં 11 દિવસો માટે બેંકો બંધ રહેશેઃ

  • 4 ફેબ્રુઆરી રવિવાર હોવાના કારણે દેશભરમાં બેંકો બંધ રહેશે.
  • 10 ફેબ્રુઆરીએ બીજો શનિવાર હોવાથી બેંકોમાં રજા રહેશે.
  • 11 ફેબ્રુઆરી રવિવારના કારણે દેશભરની બેંકોમાં જાહેર રજા રહેશે.
  • 14મી ફેબ્રુઆરીએ પશ્ચિમ બંગાળ, ત્રિપુરા અને ઓરિસ્સામાં બસંત પંચમી અથવા સરસ્વતી પૂજાના કારણે બેંક રજા રહેશે.
  • 15મી ફેબ્રુઆરીએ મણિપુરમાં લુઈ-નગાઈ-નીને કારણે બેંકો બંધ રહેશે.
  • 18 ફેબ્રુઆરીએ રવિવાર છે, તેથી દેશની તમામ બેંકોમાં રજા રહેશે.
  • 19 ફેબ્રુઆરીએ છત્રપતિ શિવાજી જયંતિ છે, તેથી મહારાષ્ટ્રમાં બેંકોમાં રજા રહેશે.
  • 20મી ફેબ્રુઆરી રાજ્ય દિવસ હોવાને કારણે અરુણાચલ પ્રદેશ અને મિઝોરમમાં બેંક રજા રહેશે.
  • 24 ફેબ્રુઆરી મહિનાનો છેલ્લો શનિવાર હશે, જેના કારણે બેંકો બંધ રહેશે.
  • 25મી ફેબ્રુઆરી રવિવાર હોવાથી તમામ બેંકોમાં રજા રહેશે.
  • 26મી ફેબ્રુઆરીએ ન્યોકુમ ફેસ્ટિવલને કારણે માત્ર અરુણાચલ પ્રદેશમાં જ બેંકોમાં કામકાજ થશે નહીં.

આ પણ વાંચો.. Benefits Of Lemon Water: લીંબુ પાણીથી કરો દિવસની શરુઆત, મળશે અદ્ભુત ફાયદાઓ…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો