Mayank Agarwal

Mayank Agarwal: ભારતીય ક્રિકેટર મયંક અગ્રવાલને ઝેર આપ્યાની આશંકા, પોલીસ તપાસ શરુ

Mayank Agarwal: મયંકની હાલત હવે સ્થિર છે અને તે કોઈપણ પ્રકારના ખતરાથી બહાર છે

ખેલ ડેસ્ક, 31 જાન્યુુઆરીઃ Mayank Agarwal: ભારતીય ક્રિકેટર મયંક અગ્રવાલની તબિયત લથડી છે. અગરતલાથી સુરત જતી વખતે ફ્લાઈટ દરમિયાન પાણી પીધા બાદ તેને મોઢામાં અને ગળામાં બળતરા થવા લાગી હતી. આ પછી તેને અગરતલાની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. હાલ તેની આઈસીયુમાં સારવાર ચાલી રહી છે. 32 વર્ષીય ખેલાડીની હાલત હવે સ્થિર છે. ખબર હોય કે, મયંક અગ્રવાલ હાલમાં ચાલી રહી રણજી ટ્રોફીમાં કર્ણાટકની કેપ્ટનશીપ કરી રહ્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ, ત્રિપુરાના અગરતલાથી સુરત જતી વખતે આ ઘટના બની હતી. મયંકે સીટની સામે મૂકેલું પાણી પીધું હતું. પાણી પીતાની સાથે જ તેની જીભ, મોઢામાં બળતરા થવા લાગી હતી. જે બાદ મયંક બોલી ન શક્યો અને તેને તાત્કાલિક અગરતલાની આઈએલએસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. એવી આશંકા ચાલી રહી છે કે, તેને પ્લેનમાં ઝેર આપવામાં આવ્યું હતું.

મયંકના મેનેજરે આ મામલે ષડયંત્રની શંકા થતા પોલીસમાં તપાસ માટે ફરિયાદ નોંધાવી હતી, જેને પોલીસે સ્વીકારી હતી. પોલીસ અધિકારીએ કહ્યું કે, મયંકની હાલત હવે સ્થિર છે અને તે કોઈપણ પ્રકારના ખતરાથી બહાર છે. જ્યારે ત્રિપુરાના સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે, પોલીસ આ મામલાની તપાસ કરશે અને મયંકને શક્ય તમામ સારવાર પૂરી પાડવામાં આવશે.

આ પણ વાંચો… Rule Change in Feb 2024: 1લી ફેબ્રુઆરીથી LPG, FASTag સહિત આ નાણાંકિય નિયમોમાં થશે બદલાવ, વાંચો વિગત

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો