President awards Vir Chakra to Abhinandan

President awards Vir Chakra to Abhinandan: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે અભિનંદન વર્ધમાનને વીર ચક્રનું સન્માન- વાંચો વિગત

President awards Vir Chakra to Abhinandan: હુમલા વખતે ભારતે મિરાજ-૨૦૦૦ વિમાનો વાપર્યા હતા. આ ફાઈટર વિમાનોએ ઈઝરાયેલી બનાવટના ૯૦ કિલોગ્રામનો એક એવા પાંચ સ્પાઈસ-૨૦૦૦ બોમ્બ આતંકી કેમ્પો પર વરસાવ્યા હતા

નવી દિલ્હી, 22 નવેમ્બરઃ President awards Vir Chakra to Abhinandan: રાષ્ટ્રપતિ અભિનંદનને કરશે સન્માનિત-
અભિનંદનને વીર ચક્ર સન્માનવિંગ કમાન્ડર (હવે ગ્રૂપ કેપ્ટન) અભિનંદન વર્ધમાનને આજે રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ દ્વારા એક સમારોહમાં વીર ચક્ર એનાયત કરવામાં આવ્યું.

વિંગ કમાન્ડર અભિનંદને ફસાવું પડયું કારણ કે તે ઉડાવતા હતા એ મિગ-૨૧ વિમાનની કમ્યુનિકેશ સિસ્ટમ જૂની છે. પાકિસ્તાની સેનાએ એ કમ્યુનિકેશન સિસ્ટમ જામ કરી દીધી હોય એવી શક્યતા છે. તેને કારણે અભિનંદનને સમયસપ પાછા ફરવાનો મેસેજ મળી શક્યો ન હતો. જેથી તેઓ પાકિસ્તાનમાં જઈ પહોંચ્યા હતા.

હુમલા વખતે ભારતે મિરાજ-૨૦૦૦ વિમાનો વાપર્યા હતા. આ ફાઈટર વિમાનોએ ઈઝરાયેલી બનાવટના ૯૦ કિલોગ્રામનો એક એવા પાંચ સ્પાઈસ-૨૦૦૦ બોમ્બ આતંકી કેમ્પો પર વરસાવ્યા હતા. ૯૦ સેકન્ડમાં જ પાકિસ્તાની આતંકી કેમ્પો સાફ થયા હતા. કુલ છ બોમ્બ વરસાવવાના હતા, પણ છઠ્ઠો બોમ્બ ટેકનિકલ કારણોસર રિલિઝ થઈ શક્યો ન હતો. મિશન અત્યંત ગુપ્ત હતું એટલે જે પાઈલટો વિમાનો લઈને ઉડયા હતા તેના પરિવારજનોને પણ તેઓ જાણકારી આપી શક્યા ન હતા. આજે પણ એ પાઈલટોના નામ તો જાહેર કરવામાં આવ્યા જ નથી.

આ પણ વાંચોઃ 15 MLAS took oath as ministers in Rajasthan: કેબિનેટમાં ફેરબદલ, અસંતુષ્ટો વચ્ચે સંતુલન સાધવાનો પ્રયાસ-વાંચો કેબિનેટના સભ્યો વિશે

Whatsapp Join Banner Guj