Banner Shaimee Oza 600x337 1

Navalkatha: પ્રકરણ:1 ઉર્જાનું જીવન… (The life of energy)

વાંચો દર સોમવારે શૈમી ઓઝા દ્વારા લિખિત “ઉર્જાનું જીવન…” (The life of energy) નામની નવલકથા (Navalkatha)

“ઓ હમસફર તુ મીત હો મેરે ગીત બનજાવો,મેં રાગ બનકર જીંદગી કી નઈ પંક્તિ રચ દેતી હું,એ સફર હૈ ઈતના સુહાના હમ આપકે પ્યાર મેં ફિસલ જો ગયે હૈ,દિલ કી બાત સુઈ કી તરહ ચૂભતી હૈ,
એક બાત હમકો સચ બતાના,તેરી આંખો મેં કોન સા નશા હોતા હૈ?
આપકી નજરો કા જામ પી..તે…જાય…બસ…પીતે જાય….મન નહીં ભરતા એક તોફે કે તોર સે એક વાદા ચાહિયે,
તેરા મેરા સાથ અમર કર દો…”
ઓ હમસફર….”

             ઉર્જા નામની સ્ત્રીની વાત છે.તે તેના નામ પ્રમાણે જ શક્તિશાળી,આશાવાદી,
દ્રઢમનોબળ,અને નિખાલસ વ્યક્તિત્વ ધરાવતી હતી,
તે રુઢીચુસ્ત કુટુંબમાંથી આવતી હતી,છતાંય તે રુઢીચુસ્ત વિચારોએ તેના મનમાં ઘેરો નોહતો નાંખ્યો બહુ નોંધનીય બાબત છે.ઉર્જાની છોકરીથી સ્ત્રી બનવાની સફર સંઘર્ષમય રહી,પણ ઉર્જા મનથી મક્કમ અને દ્રઢ મનોબળવાળી યુવતી હતી.તે જેમનમાં ઠાની લે એ કોઈ પણ હિસાબે કરીને જ રહેતી.

        ઉર્જા ભણતરમાં અવ્વલ,પ્રવૃત્તિમાં આગળ પડતી…નિશાળમાં તો તે સૌ શિક્ષકોની લાડકી બની ગયેલી.

        પણ,એના કબીલામા કોઈ છોકરી વધુ ભણતી નોહતી,પણ ઉર્જા એમાં અપવાદરુપ હતી.આખાય ગામની શાન હતી.કેટલીક તો ઉર્જાની ઈર્ષા કરતી તો કેટલી ઉર્જા ગામની છોકરીઓ ગૌરવ અનુભવતી.

           રુઢીચુસ્ત પરિવારમાં સ્વતંત્ર અને ક્રાંતિકારી વિચારધારાએ “ઉર્જા”રુપે જન્મ લીધો હતો.

       “મમ્મી મમ્મી હવે મારાથી આ નહીં થાય…., નહીં થાય….,અને નહીં થાય….,હવે બહુ થયું.હવે મારાથી નહીં સહન થાય.”આટલું કહીને ઉર્જાએ આક્રોશ પુર્વક ઉંડો શ્વાસ લીધો….
     
        બીનાબહેન પોતાની ગુસ્સે થયેલી ઊર્જાને શાંત પાડતા કહે
“અરે…બેટા….થોડા સમય ની તો વાત છે… તારે ક્યાં આખો દિવસ પહેરવું છે…દિકરા….ત્યાં જ દાદી ગોદાવરીબહેન બોલ્યા…”આ દિકરા…દિકરા કહીને જ તો તે બગાડી છે,તારી છોડી હાથમાંથી નિકળી ગઈ છે….એને ઠેકાણે લાય…પેલા….સવાર પડે ને ખબર નહીં આ છોકરી ને શું થઈ જાય હે….વધુમાં કહે છે કે આ છોકરીએ શું કરવા ધાર્યું છે ખબર નથી.”
          
      “મમ્મી તને કેટલીય વાર કહ્યું મારે હમણાં ભણવું છે,લગ્ન નથી કરવા,તમને સમાજની પડી રહે છે,કોઈને મારી તો પરવાહ જ નથી.” આટલું કહીને ઉર્જા રડી પડે છે.
         દાદી માથુ કૂટી અધમણનો નિ:શાસો નાંખતા કહે છે કે”આ છોડી મોટી થઈ પૈણાવવા જેવડી થઈ જઈ,પણ બુદ્ધિ નો આવી,એ છોડી બુદ્ધિ લાય….બુદ્ધિ….
લાય….

કાલ પારકા ઘેર જઈ તુ અમારી લાજ લયે ખરી…!!”ગોદાવરીબહેનના કરચલીવાળા ચહેરા પર ચિંતા ના વાદળો સાફ સાફ દેખાઈ રહ્યા હતા.

         બીનાબહેન તેમની વ્હાલસોયી દિકરીને સમજાવતા કહે”બેટા જોવામાં શું જાય તારું અમે તારું ખોટું થોડી કરશું દિકરા…આટલું કહીને સૌ સભ્યો છોભીલા પડી ગયા…
      
       ઉર્જાને ખુબ આગળ ભણવું હતું આકાશ આંબવુ હતું,”પણ વિધાતા આગળ કોની મરજી ચાલે છે.વિધિના લેખ વિષ્ણુ અને મહેશ ન મીટાવી શક્યા તો આપણે શું છીએ!!”ઉર્જાના મનમાં આ સવાલ ઉદભવી રહ્યો હતો.મનમાં સળવળતા સવાલે તેને સુવા ન દીધી.

         આજે મોંઢા મોંઢ કહી દેવાવાળી કડક ઉર્જા પરિવારની ખુશી માટે ઝૂકી હતી.

       વધુમાં હવે આગળ….સોમવારે પ્રકરણ: 2 ઉર્જાની ચિંતા…

Urja by Shaimee oza
Whatsapp Join Banner Guj