friendship day: “ફ્રેંડશિપ ડે” આપણે સૌએ બે દિવસ પહેલાં મિત્રોને મળ્યાં પણ શું મિત્ર નો મતલબ ફક્ત આટલો જ છે?

friendship day: આપણે સૌએ બે દિવસ પહેલાં જ “ફ્રેંડશિપ ડે” એટલે કે “મિત્રતા દિવસ” ઉજવ્યો. દરેક વ્યક્તિએ પોતાના એવાં એવાં મિત્રોને યાદ કર્યા જેમને તેઓ વર્ષો થી મળ્યા જ નથી. મિત્રોને મળ્યાં, પોતાના જૂના દિવસો જે મિત્રો સાથે વિતાવ્યાં તે દિવસો યાદ કર્યા,, અને ફરીથી પોતાના બાળપણ નાં દિવસોમાં ખોવાઈ ગયાં. અને પોતાનાં બાળપણ માં મિત્રો સાથે મળીને કરેલી તે બધી ધમાચકડી યાદ કરી.

તમને કોઈ પુછે કે મિત્ર કેવો હોવો જોઈએ? તો તમે શું કહેશો? તમારાં હિસાબે મિત્ર કેવો હોય શકે? હું જાણું છું, તમારાં દરેકનો જવાબ હસે જે દરેક સુખ-દુઃખ માં સાથે હોય તે જ સાચો મિત્ર! પણ શું મિત્ર નો (friendship day) મતલબ ફક્ત આટલો જ છે? નાં, મિત્ર એટલે એ વ્યક્તિ જેને તમારી દરેક સમસ્યા તમારા વગર કીદે જ સમજાય જાય, મિત્ર એટલે એ વ્યક્તિ જે તમને તમારા કરતાં વધું સારી રીતે સમજી શકે, મિત્ર એટલે એ વ્યક્તિ જે તમાને તમારી બધી જ સમસ્યાઓ માથી ઉગારી જાય.

મિત્ર સાથેનો આપણો સંબંધ એ લોહીનાં સંબંધ કરતાં પણ વધું નો હોય છે. મિત્રને આપણે આપણાં હદય માં સ્થાન આપતાં હોઈએ છીએ. મુસિબત નાં સમય માં દરેક વ્યક્તિ આપણો સાથ છોડી દેતાં હોય છે, પણ મિત્ર એ એક એવી વ્યક્તિ છે જે આપણને મુસિબત માંથી બહાર કાઢીને આપણને હંમેશાં સાંચો રસ્તો બતાવે છે.

આપણે કૃષ્ન અને સુદામાની વાર્તા તો જાણીએ જ છીએ. જ્યારે કૃષ્ન ભગવાન ને તેમનાં બાળપણ નાં મિત્ર સુદામા મળવાં માટે તેમનાં રાજમહેલ માં આવે છે, ત્યારે તે વાતની જાણ થતાં કૃષ્ન ખુલ્લા પગે તેમનાં મિત્ર સુદામા ને મળવાં માટે દોડી જાય છે. તે સમયે તેઓ તે વાત પણ ભુલી જાય છે કે તેઓ ત્યાંનાં રાજા છે. ભગવાન કૃષ્ણને પોતાનાં મિત્રનું સ્વાગત કરવાં માટે આમ દોડતાં જોઈને રાજમહેલનાં દરેક લોકો સુદામા ને જોવાં માટે આતુર થાય છે.

દરેક લોકો એવું વિચારે છે કે કૃષ્ન ભગવાન સ્વયમં જેનાં માટે આમ દોડીને જાય છે તે પોતે કેટલી મોટી વ્યક્તિ હશે. પણ બીજી જ ક્ષણે દરેકની ઉત્સુકતા પર પાણી ફરી જાય છે જ્યારે કૃષ્ન તેમની સાથે સુદામા ને લઈને આવે છે. સૌ કોઈ સુદામા નાં ફાટેલાં વસ્ત્રો અને ખભે લટકાવેલું પોટલું જોઈ ચકિત થઈ જાય છે, કે આવાં સાધારણ વ્યક્તિ માટે ભગવાન કૃષ્ન આમ બેબાકળા બની ને તેનાં સ્વાગત માટે દોડી ગયાં હતાં.

friendship day

કૃષ્ન સુદામા ને રાજમહેલ માં લાવીને પોતાનાં સિહાસન ઉપર બેસાડે છે અને સોનાંના પાત્ર નાં પાણીથી તેનાં પગ પોતાનાં હાથ થી ધોવે છે. અને પછી પોતાનાં જ વસ્ત્રથી સુદામા નાં પગ સાફ કરે છે. (friendship day) તેને આદર સત્કાંરથી ભોજન કરાવે છે, સુદામા ત્યાં પોતાની આર્થિક પરિસ્થિતિ માટે કૃષ્ન પાસે મદદ માંગવા આવ્યાં હોય છે

પરંતું તે કૃષ્ન આગળ કંઈ જ કહી નથી શકતાં. સુદામા જ્યારે પોતાનાં ઘરે પરત ફરે છે ત્યારે તે જતા જતાં રસ્તાં માં વિચારે છે કે તે પોતાની પત્નિને શું જવાબ આપસે? તે જ્યારે ઘરે જઈને જુએ છે, ત્યારે તેમનાં ઝોપડાં ની જગ્યાંએ એક આલીસાન મોટો મહેલ હોય છે, અને તેમની પત્નિ સોનાં ચાંદીનાં આભુષણ થી સજીને ધ્વાર ઉપર પોતાનાં પતિના આગમન ની રાહ જોતી હોય છે.

આ પણ વાંચો…Jan chetna abhiyan: ‘‘સંવેદનહીન સરકાર – આરોગ્ય બચાવો’’ના સુત્ર સાથે ગાંધીનગર ખાતે કોંગ્રેસ દ્વારા જન ચેતના અભિયાન

આ બધું જોઈને સુદામા સમજી જાય છે કે આ બંધી લીલાં તેમનાં મિત્ર અને ભગવાન કૃષ્નની છે તે મનોમન તેમનો આભાર માને છે. આમ, કૃષ્ન ભગવાન અને સુદામા ની મિત્રતા જગતનું એક સર્વોચ્ચ ઉદાહરણ બને છે. તેમની આ કથા ઉપરથી મિત્રતા નો સાચો અર્થ સારી રીતે સમજી શકાય છે.

આવી જ કંઈક મિત્રતા હતી દુર્યોધન અને કર્ણ વચ્ચે પણ. (friendship day) દુર્યોધને કર્ણને ઓળખતો નાં હોવાં છત્તાં પોતાનું એક આખું રાજ્ય કર્ણને સોપી તેને ત્યાંનો રાજા બનાવી દીધો હતો. જ્યારે યુદ્ધનો સમય આવ્યો ત્યારે કર્ણ જાણતો હતો કે દુર્યોધન ખોટો છે અને આ યુદ્નમાં તેનો સાથ આપવાથી અંતે નિષ્ફળતા જ પ્રાપ્ત થશે. તો પણ અંતે મૃત્યુ સુધી તેણે દુર્યોધન નો સાથ આપ્યો અને તેની ઢાલ બનીને તેનાં છેલ્લાં શ્ચાસ સુધી યુદ્ધમાં તેની સાથે રહ્યો હતો. અને પોતાનાં મિત્ર માટે પોતાનાં પ્રાણ ત્યજીને પોતાની મિત્રતાં નિભાવી હતી. તેવી જ રીતે કૃષ્ન અર્જુન સાથે તેમનાં સારથી બની ને યુદ્ધભુમિ માં ગયાં હતાં. તેઓ યુદ્ધ લડ્યાં નહોતાં પણ એક સારથી બનીને પોતાનાં મિત્ર અર્જુન ને સાચો માર્ગ બતાવ્યો હતો.

દેશ-દુનિયાના સમાચાર તમારા મોબાઇલ પર મેળવવા માટે અહીં ક્લીક કરો.

આમ, એક તરફ કૃષ્ન હતાં જેમણે વગર કહ્યે પોતાનાં મિત્રની વ્યથાં સમજી અને તેને દુર પણ કરી હતી. અને એક સારથી બનીને પોતાનાં મિત્ર અર્જુન ને સાચો માર્ગ બતાવ્યો હતો. તો બીજી તરફ કર્ણ જેમને ખબર હતી કે પોતાનો મિત્ર ખોટો છે અને અંતે મૃત્યુ જ હાથ આવસે, છત્તાં અંત સુધી કર્ણ દુર્યોધનની ઢાલ બનીને યુદ્ધમાં તેની સાથે રહ્યો હતો.

અને મિત્ર માટે હસતે મુખે પોતાનાં પ્રાણ ત્યજી દીધાં હતાં. આવી જ રીતે જોઈએ તો દરેક વ્યક્તિનાં જીવન માં આવો એક કૃષ્ન અને આવો એક કર્ણ જેવો મિત્ર તો હોવો જ જોઈએ જે તમારાં વગર કીધે તમારાં મન ની વ્યથાં સમજીને તેને દુર કરી શકે અને કર્ણની જેમ મૃત્યુનાં ધ્વાર સુધી તમારો સાથ આપે!