Jan chetna abhiyan

Jan chetna abhiyan: ‘‘સંવેદનહીન સરકાર – આરોગ્ય બચાવો’’ના સુત્ર સાથે ગાંધીનગર ખાતે કોંગ્રેસ દ્વારા જન ચેતના અભિયાન

અમદાવાદ , ૦૨ ઓગસ્ટ: Jan chetna abhiyan: કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલ જન ચેતના અભિયાનના ભાગરૂપે ‘‘સંવેદનહીન સરકાર – આરોગ્ય બચાવો’’ના સુત્ર સાથે ગાંધીનગર ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોરોના દરમ્યાન ૨ લાખ કરતા વધુ લોકોના મૃત્યુ થયા. જાન્યુઆરી ૨૦૨૦માં WHO દ્વારા કોરોના મહામારી અંગે આગોતરી ચેતવણી આપવામાં આવી હતી.

સરકારે પૂર્વ તૈયારીઓ કરવાની હતી તેના બદલે સરકાર ‘‘નમસ્તે ટ્રમ્પ’’ કાર્યક્રમ કરવામાં વ્યસ્ત રહી. હોસ્પિટલ, વેન્ટીલેટર, બેડ, ઈન્જેક્શન તેમજ સ્ટાફની યોગ્ય વ્યવસ્થા ન કરવામાં આવી અને એના કારણે કોરોના મહામારીમાં ગુજરાત જેવા સમૃધ્ધ રાજ્યમાં એક-એક ગુજરાતીને બેડ લેવા માટે દર-દર ભટકવુ પડ્યું. હોસ્ટિપલમાં જાય તો બેડ, ઓક્સિજન, ઈન્જેક્શન, વેન્ટીલેટર ના મળે, એક ઈન્જેક્શન જેની કિંમત ૧૦૦૦/- રૂપિયા છે.

Jan chetna abhiyan: ગુજરાતની કંપનીઓ મેન્યુફેક્ચર કરે તેમ છતાં ઈન્જેક્શન લેવા માટે લોકો દર-દર ભટક્યા. રૂ. ૧,૦૦૦/- નું ઈન્જેક્શન રૂ. ૧૦,૦૦૦ થી ૩૦,૦૦૦ સુધીમાં કાળા બજારી થઈ, લોકો ઓક્સિજનના બોટલ માટે દર-દર ભટકવુ પડ્યુ, વેન્ટીલેટરની રાહ જોતા જોતા અનેક લોકોએ હોસ્પિટલની બહાર પોતાના જીવ ગુમાવ્યા, જે સરકારી હોસ્પિટલમાં સારવાર મળવી જોઈએ તે ખાનગી હોસ્પિટલમાં ખુલ્લેઆમ લુંટ ચલાવવામાં આવી તેમ છતાં પણ ભાજપ સરકારના મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી મુકપ્રેક્ષક બનીને જોઈ રહ્યાં.

કોરોના મહામારીના કપરા સમયમાં લોકોના જીવ ગયા, લોકો આર્થિક રીતે પાયમાલ થઈ ગયા, લોકો અનેક રીતે હેરાન પરેશાન થયા પણ મદદ કરવાને બદલે આ સરકારે માસ્કના નામે લુટ ચલાવી, ટેસ્ટીંગ, માસ્ક, ખાનગી હોસ્પિટલોમાં સારવારના નામે લુંટ થઈ, તેમ છતાં લાખો લોકોના જીવ ગુમાવવા પડ્યા, ત્યારે લોકોને મદદ કરવાની હતી, ત્યારે તૈયારીઓ કરવાની હતી

Jan chetna abhiyan

ત્યારે થાળી વગાડો, પુષ્પવર્ષા કરો, દિવા પ્રગટાવો, એવા નાટકો કરીને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કર્યો. આ સરકારની આવી અસંવેદનશીલતાને કારણે, આ સરકારની નિષ્ફળતાને કારણે, બે લાખ કરતા વધારે લોકોના મોત થયા ત્યારે આ મોત ઉપર કુશાસન, નિષ્ફળતા ઉપર શરમ કરવાને બદલે રૂપાણી સરકાર પ્રજાના ટેક્ષના પૈસે ઉજવણી કરી રહી છે ત્યારે લોકોમાં જે આક્રોશ, વ્યથા, સંવેદના એની સાથે દ્રોહ કરવા બદલ ભાજપ સરકાર સામે સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસ પક્ષ દ્વારા અસંવેદનશીલ સરકાર ‘‘આરોગ્ય બચાવો અભિયાન’’ના (Jan chetna abhiyan) નારા સાથે કાર્યક્રમો કરી રહ્યાં છે.

વલસાડ ખાતે ‘‘આરોગ્ય બચાવો અભિયાન’’ (Jan chetna abhiyan) અંતર્ગત ધરણા પ્રદર્શન કાર્યક્રમમાં વિધાનસભા કોંગ્રેસપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, મહામારીમાં તદ્દન બેજવાબદાર અને અણઘડ સરકારી તંત્રને કારણે એમ્બ્યુલન્સની લાંબી કતારો, હોસ્પિટલમાં ખાટલા માટે તડપતા દર્દીઓ, ઓક્સીજન ના અભાવે અકાળે મૃત્યુ પામતા સ્વજનો, રેમડેસીવીરની અછત દ્વારા રૂ. ૧૦૦૦ ના ઈન્જેક્શનના દસ થી ત્રીસ હજારમાં કાળા બજાર, નકલી વેન્ટીલેટર (ધમણ) દ્વારા અનેક દર્દીના અપમૃત્યુ, સરકારી હોસ્પિટલમાં નધરોળ તંત્રને કારણે અનેક દર્દીઓને મોંઘાદાટ ટેસ્ટથી શરૂ કરી લાખો રૂપિયા ખર્ચ કરી પ્રાઈવેટ માં લુંટાવાનું ષડયંત્ર, સ્મશાનોમાં પણ ‘‘ટોકન’’ લઈને અંતિમ સંસ્કારની લાઈનમાં કલાકો સુધી ઉભા રહેવુ પડે.

Jan chetna abhiyan

ગુજરાતમાં કોરોનાથી અસંખ્ય લોકોના અવસાન થયા છતાં આ ‘‘સંવેદનહીન’’ સરકાર જુઠ્ઠાણા ચલાવી આંકડાઓ છુપાવતી રહી. ૨૫ વર્ષના કુશાશનમાં આરોગ્ય સેવાઓનું વ્યાપારીકરણ, તબીબો – સ્ટાફનો અભાવ, ચોથા વર્ગના કર્મચારીઓનું શોષણ, હજારો ખાલી સરકારી જગ્યાઓ છતાં સરકાર પ્રજાના પૈસે ઉજવણીના તાયફા કરી રહી છે.

રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ‘‘આરોગ્ય બચાવો અભિયાન’’ (Jan chetna abhiyan) અંતર્ગત ધરણા પ્રદર્શન કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડીયાએ જણાવ્યું હતું કે, કોરોના મહામારીના સમયમાં રાજ્યની ભાજપ સરકારની નિષ્ફળતાઓ ખુલીને બહાર આવી ગઈ હતી. રાજ્યમાં કોરોના દર્દીઓને હોસ્પિટલ બેડ, ઓક્સિજન, વેન્ટિલેટર, રેમડેસિવર ઈન્જેક્સન ના અભાવે અનેક લોકો તરફડીને મોતને ભેટ્યા છે, સુવિધાઓની વાત તો દુર રહી લોકોએ કોરોના ટેસ્ટ કરાવવા માટે દિવસો સુધી ધક્કા ખાવા પડ્યા હતા. માત્ર અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ એમ ચાર શહેરોમાં જ કોરોનાની બીજી લહેર દરમિયાન 2400 થી વધુ કોરોના દર્દીઓ સારવાર ના મળતા ઘરે જ મોતને ભેટ્યા હતા.

Jan chetna abhiyan

Jan chetna abhiyan: લોકોએ પોતાના સ્વજનોને બચાવવા માટે ખાનગી હોસ્પિટલોમાં લાખો રૂપિયાના બીલ ચુકવવા પડ્યા હતા. આ માટે નાણાંની વ્યવસ્થા કરવા સોનું પણ વેચવુ પડે તેવી હાલત થઈ ગઈ હતી. સરકારની લાપરવાહીના કારણે ગુજરાત માં 2 લાખથી વધુ લોકોના મોત થયા, હજારો બાળકો નિરાધાર થયા. તેમ છતાં આ બધી પરિસ્થિતી માટે ભાજપ સરકાર લાજવાની જગ્યાએ ગાજી રહી હોય તેમ શ્રી રૂપાણીની સરકારને પાંચ વર્ષ પુર્ણ થયાની ઉજવણી કરીને લોકોના જખ્મો પર મીઠું ભભરાવી રહી છે.

આજે પણ હોસ્પિટલોમાં નિષ્ણાત ડોક્ટરોની 80% ટકા જગ્યાઓ ખાલી છે, સરકારી હોસ્પિટલો આઉટ સોર્સિંગ સ્ટાફ થી ચાલી રહી છે, ખાનગી હોસ્પિટલોને લોકોને લૂંટવાના ખુલ્લા પરવાના અપાયા છે. ઉત્સવ ઉજવીને ભાજપ સરકાર લોકોની ક્રુર મશ્કરી કરી રહી છે. ત્યારે લોકોના આરોગ્યને લઈને લાપરવાહ, નઘરોળ રાજ્યની ભાજપ સરકારને નિંદ્રમાંથી જગાડવા અને રાજ્યની કથળેલી આરોગ્ય સેવાઓનું ભાન કરાવવાનો સમય આવી ગયો છે.

Whatsapp Join Banner Guj