Urja novel 31

Urja part-31: સંજનાની ધરપકડ અને કોર્ટનો ફેસલો

પ્રકરણ:31 (Urja part-31)સંજનાની ધરપકડ અને કોર્ટનો ફેસલો….

Urja part-31: ઉર્જા સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ પારિતોષભાઈ ઓફીસ ગયા,તેમને બોસ પાસે પોતાના કામની સાથે એકસ્ટ્રા કામ પણ માંગ્યુ,પણ બોસે ઘસી ને ના પાડી દીધી.બહુ વિનંતી બાદ બોસે કારણ જાણવા પ્રયાસ કર્યો,ત્યારે પારિતોષભાઈએ ઘટનાક્રમ કહ્યો ત્યારે બોસે પણ હાથ ઉંચા કરી દીધા,”ભાઈ માફ કરજો હું તમને કોઈ જ મદદ નહીં કરી શકુ શક્ય હોય તો માફ કરજો…”સ્ટાફના મિત્રો પાસે પણ મદદ માંગી પણ સરખો જવાબ ન આપ્યો તો હતાશ ચહેરે પાછા આવ્યા.
         અંજનાબહેનના રોઈરોઈ બૂરા હાલ હતા.
અંજનાબહેનને ઉર્જા સાંત્વના આપી રહી હતી.

           પારીતોષભાઈને આમ હતાશ જોઈ પુછ્યું,પપ્પા તમે ચિંતા ન કરો કંઈક તો રસ્તો નિકળશે જ,હું મારા પપ્પાને વાત કરું કદાચ એ મદદ કરી શકે.પારિતોષભાઈ ઉર્જાને વિનંતી કરતાં કહે “દિકરા…આમાં દિલીપને વાત ન કરતી નહીંતર એ ખાલી ખોટી ચિંતા કરશે….”

આ છોકરી સંજનાનુ શું કરવું મારે ક્યાંયનાય ન રાખ્યા અમને આવા સંતાન હોય એના કરતાં ન હોય એ સારું છે.પણ આ સમસ્યાથી બહાર કેવી રીતે નિકળી શકાય એ વિચારવું રહ્યું.અંજનાબહેને કહ્યું મારા દાગીના છે,એ તમે વેચી મારજો….

અંજનાબહેન તેમના ઘરના પુજા ઘરમાં જઈ ભગવાનને હાથ જોડી કરગરવા લાગ્યા
પ્રભુ અમે તમારા શરણે આવ્યા છીએ,અમારી આબરૂ ન જાય નહીં તો અમારે આત્મહત્યા કરવાની નોબત આવશે ઉર્જા સાસુમાને શાંત પાડતાં કહે”મમ્મી આપણે હવે પ્રભુની શરણમાં ગયા છીએ,આ એક દરબાર છે અહીં ભક્ત માંગે એના કરતાં બમણું મેળવે છે.માટે તમે પ્રભુના ચરણમાં અરજ કરો પ્રયત્ન હું કરી રહી છું.”

કંઈક તો રસ્તો નિકળશે મમ્મી તમે આમ રડશો તો
ત્યારે પારિતોષભાઈ ચિંતા માં કહે એનાથી શું થશે ?પચાસ હજાર પણ નહીં થાય પૂરા,ઉર્જાએ કહ્યું પપ્પા હું બોસને વાત કરી જોવુ,તો કદાચ રસ્તો નિકળી જાય.ચિંતા સાથે સુઈ ગયા પારિતોષભાઈએ સગા સંબંધી પાસે મદદની માંગણી કરી તો સૌએ કંઈનુ કંઈ બહાનુ કાઢી હાથ ઉંચા કરી દીધા કહેવાય છે કે દરેક અનેક નિરાશામાં એક આશાનું કિરણ છૂપાયેલું હોય છે.દરેક સમસ્યાનો ઉકેલ સમસ્યામાં જ રહેલો હોય છે એને શોધવો પડે છે.ઉર્જાના લગ્ન વખતના દાગીના અંજનાબહેનના દાગીના ઉર્જા એ બોસને પોતાના ઘરની ગંભીર હાલતની વાત કરી તો સ્ટાફ મેમ્બર્સ અને બોસે સૌએ ભેગા મળી ઉર્જાને મદદ કરી ઉર્જાએ પણ જે બચત કરી હતી એ ઘરમાં આપી પાઈ પાઈ ભેગી કરતાં આખરે પચાસ લાખ થઈ ગયા.પારિતોષભાઈને હવે હાશ થઈ.ઘર તો ખંડાતા ગમે તેમ કરી બચાવી લીધું,
અંજનાબહેન અને પારિતોષભાઈ ઉર્જા આગળ ગળગળા થઈ ગયા.”દિકરા તુ તારો ઉપકાર અમે કેવી રીતે ચૂકવીએ,અમારી પાસે કોઈ શબ્દ નથી.અમારો જ સિક્કો ખોટો હતો દિકરા અમારા કારણે ખોટું તારે પણ કેટલું હેરાન થવું પડ્યું હશે…”

     ઉર્જા અંજનાબહેન અને પારિતોષભાઈને કહે “વડીલો હાથ જોડે ત્યારે નહીં આશીર્વાદ આપે આમ પણ હું આપની દિકરી જ છું… “મમ્મી પપ્પા હવે રડશો નહીં સંકટ તો ટળી ગયું છે હવે હસવાના દિવસો આવ્યા ચાલો કંઈ ઓનલાઈન ફૂડ ઓર્ડર કરીએ.

      ઉર્જાને ક્યાં ખબર હતી,કે સંકટ ક્યાં હજી ટળ્યુ છે,આતો શરૂઆત હતી. આ સંકટ આટલાથી પુરુ થાય તેમ થોડી હતું.
કાર ઉર્જાએ ગીરવે મૂકી હતી,સસરાને પૈસાની સહાય થાય એ માટે પણ કાર પાછી છોડાવવા અત્યારે જવાય એમ નોહતુ. કેમકે બોસ પાસે અને સ્ટાફમિત્રો પાસે જે ઉધાર લીધા હતા એ ચુકવવાના જો હતા.

         સંજનાના મૂકેલા બાયોડેટા મુજબ અકરમનો માણસ ઉર્જાને ગોળીઓ થી ઠાર કરવા જ જાય છે પણ ટ્રાફિક સમસ્યાના કારણે પોલીસ ત્યાં હોવાથી
તે સફળ થઈ શકતો નથી.પણ તે આદમી મોકાની તલાશમાં હોય છે.એ મોકો આજે તેને મળ્યો એ કોઈ પણ હિસાબે જતો કરવા નોહતો માંગતો.અપડાઉન સસ્તુ પડે તેમાટે ઉર્જા હવે પાસ કઢાવવા પૂછપરછની ઓફીસ પહોંચી.પણ ત્યાં એક આદમી તેને ઘૂરી રહ્યો હતો ઉર્જાને આ વર્તન અજુગતું લાગ્યું પણ ઉર્જાએ આ વાતને બેધ્યાન કરી ત્યાંથી નિકળી જ રહી હતી ત્યાં જ તે અંજાન શખ્શે ગોળીથી ઠાર કર્યો ભીડમાં ચહેલ પહેલ મચી ગઇ.ઉર્જાને ગોળી વાગતાં તે ત્યાં જ ઢળી પડી  પોલીસ ત્યાં દોડી આવી ઉર્જાને ગોળી હાથ પર લાગી એટલે તાત્કાલિક હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી.આ સાંભળી અંજનાબહેન અને પારિતોષભાઈ સફાળા હોસ્પિટલમાં પહોંચ્યા દિકરી ઉર્જાને જોઈ તેઓએ રડારોડ કરી ડોક્ટર તેમને શાંતિ રાખવા વિનંતી કરે છે.ઉર્જા હવે ખતરાથી બહાર છે આ વાત સાંભળી તેઓ ભગવાનનો આભાર માનતાં હતાં,ઉર્જાનો ખ્યાલ પોતાની દિકરીની જેમ રાખતા હતા, ઉર્જા આ જોઈ પોતાની જાતને રડતા રોકી ન શકી.
      ઉર્જા બચી ગઈ,આ સમાચાર હવાની જેમ પ્રસરી સંજના સુધી  પહોંચ્યા,પારિતોષભાઈ અને અંજનાબહેને મનથી નક્કી કરેલું કે સંજનાને કોઇ પણ હિસાબે એની જ જાળમાં ફસાવી પોલીસના હવાલે કરી દેવી.

ઉર્જા બચી ગઈ,પણ આ કેવી રીતે થયું એ ગેગસ્ટરથી રહી ગયેલી ભુલ હું સુધારે.એવા પ્રણ સાથે સંજનાએ રહી ગયેલી અધુરી કસર પૂરી કરવા તે હોસ્પિટલ આવી.ઉર્જા પોતાના જીવ માટે ભિક્ષા માંગી રહી હતી.પણ સંજના કોઈ પણ હિસાબે હાથમાં આવેલો મોકો છોડવા નોહતી માંગતી.અપરાધી ગમે તેટલો પોતાની જાતને શાણી સમજતો હોય તે કાનુનના પંજામાં તો ઘેરાઈ જાય છે.એવા જ કંઈ હાલ સંજનાના થયા.અંજનાબહેન અને પારિતોષભાઈ દિકરી સંજનાને તમાચો મારતાં કહે”ઇન્સપેક્ટર તમે આને મારી નજર સામેથી લઈ જાવ નહીં તો હું આનું ખુન કરી નાખે,આજથી અમે આની જોડેના તમામ સંબંધો ત્યજીએ છીએ.અમારા માટે આ સંજના મરી ચુકી છે…દિકરી તો માં બાપને ઠારે પણ તે તો અમને બાળ્યા જ આવું લોહી અમારુ હોય છી….

કહેતા જ શરમ આવે છે.”આટલું કહીને પારિતોષભાઈ અને અંજનાબહેન ચોધાર આંસુએ રડી પડ્યા દિકરી ઉર્જા અમે તારી આ હાલત માટે ગુનેગાર છે.દિકરા શક્ય હોય તો માફ કરજે અમે તારી માફી માંગીએ તો પણ કયા મોઢે અમારી સંજના આટલી હદે અદેખાઈની આગમાં બળતી હતી એવો તો અમને સપને પણ ખ્યાલ ન હોય,મમ્મી પપ્પા જે થઈ ગયું એતો હાલતને આધીન હતું તમે જીવ ટુંકો ન કરો મમ્મી પપ્પાની ગરજ તમે સારી છે મારા જીવનમાં આમ માંફી માંગી દિકરીને પરાયી કરી દેવી આ શુ વાત થઈ ચાલો તમે રડશો

નહીં….”અંજનાબહેન મનમાં કહે કેટલી ડાહી દિકરી છે બીનાબહેને પોતાની આટલી સરસ દિકરી આમ આપણાં ભરોસે રાખી અને આપણે દિકરીને સાચવી ન શક્યા ધિક્કાર છે આપણને….”પારિતોષભાઈ અંજનાબહેનની વાતનું સમર્થન કરતાં કહે “આપણે  જો પહેલેથી સંજના પર લગામ રાખી હોત એની નાની ભૂલ પર જો કાર્યવાહી કરી હોત તો આપણે ઘરડા ઘડપણે દિકરીને ધામધૂમથી પરણાવવાની જગ્યાએ જેલ ન મોકલવી પડી હોત મમ્મી પપ્પા તરીકે આપણે બેઉ ફેઈલ છીએ. અંજનાબહેન પતિની વાતનું સમર્થન કરતા કહે હા…એજ ને….પણ હવે રડવાનો કોઈ મતલબ નથી ઉર્જાને ખલેલ પહોંચશે આપણી વાતોથી ચાલ બેટા ઉર્જા તુ સુઈ જા કંઈ જરૂર હોય તો કહેજે હું અહીં જ છું.

    ઉર્જા માથું ધુણાવી પ્રત્યુત્તર આપે છે….ઉર્જાની તબિયતમાં સુધાર જોઈ અંજનાબહેન અને પારિતોષભાઈના હૈયે હરખ સમાતો નથી.ઉર્જાના આવા સમાચાર સાંભળી દિલીપભાઈ અને બીનાબહેન હોસ્પિટલમાં આવ્યા.ઉર્જાની ખુશીનું કોઈ ઠેકાણું ન રહ્યુ.પારિતોષભાઈ અને અંજનાબહેને તેમને ખૂબ આવકાર્યા.માફ કરજો અંજનાબહેન પારિતોષભાઈ અમે એક કારણથી આવ્યા છીએ આટલું કહી દિલીપભાઈ બોલ્યા.”

પારિતોષભાઈએ કહ્યું બોલો તમારી દિકરી છે ગમે ત્યારે મળવા આવી શકો મળવા.પણ અત્યારે કયા કારણે અહીં આવ્યા હતા એ જણાવો.દિલીપભાઈએ ચિંતાતુર થઈ કહ્યું તમારા દિકરાને ગયે ત્રણવર્ષ થઈ ગયા.અમારી દિકરી પાસે આખીય જીંદગી પડી છે,તો આમ કેમ જાય એ તમે વિચારો અમે અમારી દિકરીને કાયમ માટેથી અહીં યા લઈ જવા આવ્યા છીએ.”દિલીપભાઈ વધુમાં કહે”જોજો તમે અમને ખોટા ન સમજતાં…”

         ઉર્જા સફાળી ઉઠી ગઈ પપ્પા આ તમે શું બોલો છો તમે તો કહેલું કે ડાહી દિકરી એને કહેવાય કે ડોલી પિયરથી જાય અને અર્થી સાસરીએ ઉપડે હું આમને મૂકી નહીં આવુ માફ કરજો મમ્મી પપ્પા એમનો દિકરો આ દુનિયામાં નથી અને દિકરી જેલમાં છે આ મમ્મી પપ્પાને પણ મારી જરૂર છે,હું આમ ન આવી શકું…શક્ય હોય તો તમારે ખાલી હાથે જ જવું પડશે…વાત રહી મારા બીજા લગ્નની તો પ્રણયના મૃત્યુની સાથે જ હું મરી ગયેલી પણ આ મમ્મી પપ્પા ના પ્રેમ હિંમતે તો મારામાં જીવ પુર્યો છે અને બીજી વાત પપ્પા દાદી જ્યારે મને વિધવા હોવાનું મેણું મારતાં હતા ત્યારે તમે બન્ને ક્યાં હતાં ત્યારે તો માંખ પણ નોહતી ઉડતી ને આમ એકાએક હ્રદય પરીવર્તન કેમ આવ્યું??

બીનાબહેન અને દિલીપભાઈ દિકરીની માંફી માંગતા કહે દિકરા જે થયું હોય તે ભુલી જા…તુ ઘરે ચલ નવેસરથી જીંદગી શરૂ કર તારી પાસે તો ઉંમર પડી છે,આમ એકલા કેમ જીવાય?”
          લગ્ન જીવતી છોકરીના થાય હું તો શોખ અરમાનોની આહૂતિ આપી ચૂકેલી લાશ છું મને પરણાવી શું કરશો…છોડો બધી વાત મમ્મી પપ્પા હું આમના જોડે રહીશ…”
        બીનાબહેન દિકરીને સમજાવતાં કહે
“પ્રણયકુમારની સાથે જ તારા બધાં જ સંબંધો અહી પુરા થયા છે,આ ઘરમાં હવે તારે શું કામ રહેવું છે.
ખોટી જીદ્દ ન કર કહ્યું ને ચાલ અહીંથી તારા પપ્પા ક્યારનાય તને સમજાવે છે તને ભાન નથી પડતું.ચાલ સામાન પેક કર…ને ચાલ…
અંજનાબહેન અને પારિતોષભાઈ બે ભાવુક થઈ ગયા જાણે દિકરી સાસરે ન વળાવતા હોય તેમ આંસુ નોહતા સુકાતા,અંજનાબહેન અને પારિતોષભાઈ કહે દિકરી ભલે રહેતી અમને કંઈ ભારે નથી પડતી આમ પણ એ અમારી દિકરી જ છે,પ્રણય હતો ત્યાં સુધી જ સંબધ આતો યોગ્ય નથી ને!ઉર્જા ને નથી આવવું તો શું કામ દબાણ કરો છો આમ પણ અમને સારું લાગશે…

ઉર્જા વગર અમારુ ઘર સુનુ થઈ જશે…
“આ અમારી બે વચ્ચેની વાત છે તમે નહીં બોલો હું વાત કરી રહી છું ને ઉર્જા જોડે” આટલું કહીને બીનાબહેન આકરા થયા.ઉર્જા પણ મમ્મી સામે આકરી થઈ કહે”મમ્મી પ્રણય સાથે વિતાવેલી યાદો છે,પ્રણય સિવાય બીજા પુરુષનું મારા જીવનમાં કોઈ સ્થાન નથી.મારી વાત પણ સાંભળી લો ધ્યાનથી જેમ તમારો મારી ઉપર હક છે એનાથી પણ વધારે મારા ઉપર આમનો હક છે.તમે ગમે તેટલી વિનંતી કરશો તો પણ તમારે ખાલી હાથે જવાનું થશે મમ્મી હું નહીં આવું… શક્ય હોય તો માફ કરજો.ચાલી રહેલી ઉગ્ર બોલાચાલીમાં પોલીસ આવી વિનંતી કરે”તમે અવાજ ધીમે કરો.. ભાઈ…મારા બહેન આ હોસ્પિટલ છે કોઈ શાકભાજી બજાર નહીં,તમે એકલા નથી અહીં…

ઉર્જા પોલીસની માંફી માંગતા કહે સર આપની માંફી માંગુ છું”

પી.એસ.આઈ.વાઘેલા: છોડો બધીવાત હું છાનવીન કરવા આવ્યો છું.માટે બધા જ બહાર જતા રહો મારે ઘટનાની છાનવીન કરવી છે. ઊર્જાને ઘટનાક્રમ જણાવ્યો.તમે કોર્ટમાં ગવાઈ આપશો ત્યા જ પારિતોષભાઈ આવી પહોંચ્યા આ દિકરી શું ગવાહી આપે આને હંમેશાં સંબંધોમાં સહન જ કર્યું છે હું આપે મારી દિકરી ઉર્જા ને ન્યાય અપાવવા માટે હું હાઈકોર્ટ સુધી જવું પડશે તો પણ જવા તૈયાર છું.”

ઓકે સર…આટલું કહીને પોલીસ ત્યાંથી નિકળી ગઈ.બીનાબહેન અને દિલીપ હું તમારી માંફી
માંગુ છું.તમારી દિકરી હાલત માટે અમે બંને જવાબદાર છીએ મારી દિકરી ખોટી છે જો એને સજા અપાવવાની વાત આવશે તો હું પાછળ નહીં પડું.આ તમને અમારો વાયદો છે…સંજનાને જોવાય તૈયાર નોહતા પારિતોષભાઈ અંજનાબહેન પણ હવે ધીમે ધીમે મજબૂત થતાં ગયા…

       પોલીસ તરફથી  વપરાતી થર્ડ ડિગ્રી ટ્રીટમેન્ટ થી સંજનાએ ગૂનો કબુલાત કરી કેવી રીતે આ ઘટનાને અંજામ આપ્યો એ બધી માહિતી આપી.અકરમભાઉ અને તેની ગેગની મદદ લીધી બધાયને જેલમાં પુર્યા..

આ વાત ને મહીનો વિતી ગયો,કોર્ટમાં કેસની સુનવણી હતી.અંજનાબહેને શ્રીમદ ભગવત ગીતાની પુસ્તક પર હાથ રાખી કસમ ખાતા કહ્યું જે કહીશ એ સાચું કહીશ ઉર્જા ને કેવી રીતે હેરાન કરી ત્યાંથી લઈ ઉર્જાની હત્યા માટે ના તમામ પ્રયાસો વિશે વિગતવાર માહિતી આપી…

પારિતોષભાઈએ પણ શ્રીમદ ભગવતગીતાની પુસ્તક પર હાથ રાખી કસમ ખાતાં કહ્યું આ છોકરી છોકરી નથી ચૂડેલ છે અદેખાઈ માં તો આ એટલી આધળી થઈ ગયેલી કે બે વાર ઉર્જા મારવા પ્રયાસ કર્યો ધોખાથી અમારી સહી લઈ અમને જ લૂટવા બેઠી નસીબ સારા કે પૈસા ભેગા કરી અમે બેન્કને સમયસર લોન ચૂકવી દીધી. નહીં તો અમારે બેઘર થવાનો વારો આવોત,આના ગુનાનો અંત આટલો જ નથી પછી ઉર્જા ને મારવા કાવતરુ ઘડી હોસ્પિટલમાં પણ આ પહોંચી ગયેલી સમય સંજોગ સારો હતો કે અમે હતા નહીં તો અમારી દિકરી ઉર્જાને કાયમ માટે ખોઈ બેસોત આટલું કહીને પારિતોષભાઈ અને અંજનાબહેન રડી પડ્યા.આ છોકરીને અમારી નજર સામેથી લઈ જાવ અમે જોઈ ને પણ આંખ ખરાબ નથી કરવા માંગતા.

      બંન્ને પક્ષોની દલીલ સાંભળી અને સબૂતને ધ્યાનમાં રાખી અદાલત એ ફેસલા પર આવી છે ઉર્જા ની હત્યાનો પ્રયાસ,
ધોકાધડીથી પ્રોપટી પર સહી કરાવવાના ગુનામાં દોષી ઠેરવે છે.સંજનાને આજીવન કાલાવાસની સજા થાય છે…

કોર્ટ એઝ ધ જન્ટ…

આ પણ વાંચો..Intjaar part-16: મિતેશ કહે; કંઈ વાંધો નહીં તમે લોકો અહીં આવો અને પાર્ટી એન્જોય કરો

Gujarati banner 01

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *