dakiya 3268010 835x547 m

world cycle day: પોસ્ટમેનના જીવન ચક્રને પૈડા માફક સતત પ્રગતિશીલ રાખતી સાયકલ

આર્ટિકલ, 03 જૂનઃworld cycle day: દર વર્ષે તા. ૩ જૂનના રોજ વિશ્વ સાયકલ દિવસ(world cycle day)ની ઉજવણી થાય છે. માનવ જીવન ધોરણ અને પરિવહનમાં આધુનિકતા આવી છતા સાયકલનું મહત્વ જરા પણ ઘટયું નથી. બેઠાડું જીવનશૈલી સામે આરોગ્યની અનેક સમસ્યા ઉભી થઇ છે ત્યારે સાયકલ આજકાલ હેલ્થનું પર્યાય બની રહી છે. સાયકલ અનેક ક્ષેત્રમાં કેન્દ્રમાં રહેલી છે.

world cycle day

ટેક્નોલોજી સાથે માનવ જીવન સહીત અનેક વ્યવસ્થામાં પરિવર્તન આવતું હોઈ છે, પરંતુ એક વ્યવસ્થા હજુ એજ પરંપરાગત રીતે ચાલી રહી છે. એ છે ડાક સેવા. માત્ર ૨૫ પૈસામાં ટપાલ એક ગામથી બીજા ગામ પહોંચાડતી પોસ્ટ સેવામાં સાયકલ પોસ્ટમેનની ઓળખ બની રહી છે.પોસ્ટમેનની સવાર પેડલ મારવા સાથે થાય છે. સવાર થાય અને ટપાલ, કવર સહીતની વસ્તુઓ લઈ પેડલ મારી સાયકલ પર સવાર થઈ સંદેશ એટલે કે ટપાલ ઘરે ઘરે પહોંચાડે છે રાજકોટના ૭ ડીલેવરી ઝોન પરથી ૧૩૦ પોસ્ટમેન.

ADVT Dental Titanium

ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાનો વ્યાપ વધ્યા બાદ ફર્સ્ટ ક્લાસ માલ જેમાં ટપાલ, ઇનલેન્ડનું પ્રમાણ ઘટી ગયું છે, પરંતુ સેકન્ડ ક્લાસ માલ જેમાં કાગળો, ચોપાનિયા, પેપર્સલ, રજીસ્ટર વગેરેનું હજુ મોટા પાયે પ્રમાણ ચાલુ હોવાનું હેડ પોસ્ટ ઓફિસના પબ્લિક રિલેશન ઇન્સ્પેકટર કે.બી. ચુડાસમા જણાવે છે. દરેક પોસ્ટમનને એરિયા વાઈઝ ટપાલ વહેંચણી કરવાની હોઈ છે. દરેક પોસ્ટમનને એરિયા વાઈઝ ટપાલ વહેંચણી કરવાની હોઈ છે.. ૨૪ વર્ષથી સેવારત પોસ્ટમેન વજીદભાઈ બગથરીયા જણાવે છે કે અમે રોજના ૧૦૦થી વધુ રજીસ્ટર તેમજ તેટલાજ પ્રમાણમાં ટપાલ વગેરેનું ઘરે અને ઓફિસમાં વિતરણ કરીએ છીએ. રોજનું ૧૫ કી.મી. જેટલું સાયકલિંગ સામાન્ય રીતે થઈ જતું હોવાનું તેઓ જણાવે છે.

આ પણ વાંચો….

વિશ્વ સાઇકલ દિવસઃ દિવ્યાંગજનોના સ્વપ્નને આકાશી ઉડાન પુરી પાડતી ટ્રાઇસિકલ(tricycle)