Sonal Vasoya tricycle

વિશ્વ સાઇકલ દિવસઃ દિવ્યાંગજનોના સ્વપ્નને આકાશી ઉડાન પુરી પાડતી ટ્રાઇસિકલ(tricycle)

અહેવાલઃ રાજકુમાર અને રાજ લક્કડ

રાજકોટ, 03 જૂનઃtricycle: દિવ્યાંગજનો સામાજિક બોજ ન બની રહે અને તેમની કારકિર્દી ચારે દિશામાં ઝળહળે તે માટે સામાન્ય માણસની જેમ સતત દોડતા રહેતા દિવ્યાંગના જીવનમાં તેમના પગનો વિક્લપ સમાન ટ્રાઈસિકલની શોધ પણ તેટલીજ મહત્વની છે. પગેથી હેન્ડીકેપ દિવ્યાંગજનોને પરિવહનમાં ટ્રાઈસિકલ(tricycle) ખુબ મદદરૂપ બને છે. હાલ તેના એડવાન્સ વર્જન વહીલચેરનો ઉપયોગ વિકલાંગ તેમજ દર્દીઓ માટે પણ અતિ મહત્વનો સાબિત થઈ રહ્યો છે.

tricycle

રાજ્ય સરકાર દ્વારા દિવ્યાંગ ખેલાડીઓ માટે વિશેષ ખેલ મહાકુંભ શરુ કરાયો છે. જેની ફલશ્રુતિ રૂપે અનેકે દિવ્યાંગ ખેલાડીઓ રમતગમત ક્ષેત્રે તેમની પ્રતિભા દેખાડી શક્ય છે.દિવ્યાંગજ્નોને રમતગમત ક્ષેત્રે પણ તેમની પ્રતિભા દેખાડી શકે તે માટે ટ્રાઈસિકલ (tricycle)મદદરૂપ બની છે. જેનું એક જવલંત ઉદાહરણ છે મહિલા ખેલાડી સોનલ વસોયા.રાજકોટ જિલ્લાના જામકંડરોના તાલુકાના નાનકડા રાયડા ગામથી રાજકોટ ભણતર માટે આવેલી સોનલ વસોયા વર્ષ ૨૦૧૧ માં ખેલ મહાકુંભ થી ગોળા ફેક અને ચક્ર ફેંક, બરછી ફેક સહિતની રમતમાં તેનું કૌશલ્ય દેખાડી આજે વહીલચેર પર બેસી દેશ વિદેશમાં અનેક સ્પર્ધામાં ભાગ લઈ મેડલો જીતી ચુકી છે.

tricycle

કમરથી નીચેના ભાગે વિકલાંગ સોનલને ચાલવાની તકલીફમાં પગથી વિશેષ મહત્વનું યોગદાન તેની વહીલચેરનું છે. વહીલચેર (tricycle) ના સહારે ઓલ્મપિક કે એશિયન કોમનવેલ્થમાં મેડલ જીતના સ્વપ્ન સેવતી પેરા એથ્લેટીક્સ સોનલ વસોયા કહે છે કે, હું પગથી વધુ વહીલચેર પર દોડી શકું છું.સોનલ જેમ અનેક દિવ્યાંગો ટ્રાઈસિકલ(tricycle)ના સહારે જીવન ગતિમાન રાખી સ્વપ્ન પુરા કરી રહ્યા છે.

આ પણ વાંચો….

સાયકલિંગ(cycling) વધારવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ખાસ સવલત આપવામાં આવી…!