cyclest

Health care: “માણસનું ખુશહાલ જીવન એટલે સાયકલના બે પૈડા: તંદુરસ્ત તન અને મન- ડો.પારસ જોષી

રાજકોટ, 03 જૂનઃHealth care: સાયકલીંગ એ હૃદય, ફેફસા અને મગજ માટે શ્રેષ્ઠ કસરત કહેવાય છે. કારણ કે શરીરમાં આવેલા મોટા સ્નાયુઓ કમર અને પગના ભાગમાં હોય છે. સાયકલીંગના કારણે આ સ્નાયુઓ કાર્ય કરતા થાય છે એટલે આખા શરીરને ઓક્સીજન અને લોહીની જરૂર પડે છે. જે હૃદય અને ફેફસા પુરા પાડે છે. આ સાથે જ મગજને પુરતો ઓક્સિજન મળતા એન્ડ્રોરફીન નામનો સ્ત્રાવ છૂટે છે. જેને મેડિકલ ભાષામાં હેપ્પી હોર્મોન કહેવાય અને આ હોર્મોનથી માણસનું મગજ એકાગ્ર રહે અને મન ખુશ રહે છે જેથી વ્યક્તિની કામ કરવાની ક્ષમતામા વધારો થાય છે.

Health care

જે માણસનું મગજ એકાગ્ર રહે અને મન ખુશ હોય તેની ઈમ્યુન સિસ્ટમ ખુબ સારી હોય જેથી તે બિમાર(Health care) પડતો નથી. જો કદાચ બીમાર પડે તો પણ તે વ્યક્તિની રીકવરી અન્યોની સરખામણીએ ખુબ ઝડપી હોય છે. આમ જોઈએ તો “માણસની ખુશહાલ જીવન સાયકલના બે પૈડા એટલે તંદુરસ્ત તન અને મન”

ADVT Dental Titanium

કોઈપણ વ્યક્તિને રોજની ૩૦ મિનિટ સુધી સાઈકલિંગ કરવાથી ખૂબ જ ફાયદો થાય છે. પરીક્ષાના સમયે વિદ્યાર્થીઓએ અથવા અભ્યાસ કરવા બેસતા પહેલા ૨૦ મીનીટ જેટલુ સાયક્લીંગ અને દસ મિનિટનું મેડીટેશન અચુક કરવું જોઈએ. જેનાથી તેમની એકાગ્રતામાં વધારો થશે. જે તેમના પરફોર્મન્સ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે, તેમ ડોક્ટર પારસ જોષીએ જણાવ્યું હતું

આ પણ વાંચો…..

world cycle day: પોસ્ટમેનના જીવન ચક્રને પૈડા માફક સતત પ્રગતિશીલ રાખતી સાયકલ