Akshay kumar Vimal Advt:તમાકુની જાહેરાત કરતા સતત ટીકા થતી હોવાથી અક્ષય કુમારે લીધો મોટો નિર્ણય, વાંચો શું કહ્યુ ખેલાડીએ?
Akshay kumar Vimal Advt: અકકીએ લખ્યું છે કે હું મારા બધા ચાહકો ની માફી માગું છું. મેં કોઈ તમાકુ ઉત્પાદનની સીધે સીધી જાહેરાત કરી નથી અને કરવાનો પણ નથી
મનોરંજન ડેસ્ક, 21 એપ્રિલઃ Akshay kumar Vimal Advt: ટીવી પર આવતી વિમલ ઇલાઇચીની જાહેરાતમાં અજય દેવગન અને શાહરુખની સાથે હવે અક્ષય કુમાર પણ જોવા મળી રહ્યો છે. જેના કારણે તેની ઘણી ટીકા થઇ રહી છે. હવે અક્ષય કુમારે ભારે ટીકાઓને પગલે એક ગુટખા પ્રોડક્ટનું એન્ડોરસમેન્ટ છોડી દેવાનું જાહેર કર્યું છે.
એક સોશિયલ મીડિયા પોસ્ટમાં અકકીએ લખ્યું છે કે હું મારા બધા ચાહકો ની માફી માગું છું. મેં કોઈ તમાકુ ઉત્પાદનની સીધે સીધી જાહેરાત કરી નથી અને કરવાનો પણ નથી. આ બ્રાન્ડ એસોસિએશન અંગે સૌએ વ્યકત કરેલી લાગણીઓનું હું સન્માન કરું છું.
હું આ એન્ડોરસમેન્ટમાંથી ખસી જાઉં છું પણ કાનૂની કરાર પ્રમાણે જે સમયમર્યાદા નક્કી થઈ વહહે ત્યાં સુધી આ જાહેરખબર દેખાતી રહેશે. તેની આવક હું કોઈ સારાં કામ માટે દાનમાં આપી દઈશ. હવે પછી જાહેરખબર માટેની મારી પસંદીગીમાં પણ ધ્યાન રાખીશ.
અક્ષય એક સરકારી જાહેરખબરમાં સ્મોકિંગને જીવલેણ ગણાવે છે પણ બીજી તરફ ગુટખા બ્રાન્ડની જાહેરાત કરે છે એ મુદ્દે ભારે વિરોધ થયો હતો.
ગોવા ભાજપના એક નેતાએ તો ગુટખાની જાહેરાત કરનારા તમામ અભિનેતાઓ પદ્મ એવોર્ડ પાછા ખેંચી લેવાની માંગ પણ કરી હતી.
અગાઉ અમિતાભ બચ્ચને પણ ભારે ટીકાઓને પગલે એક ગુટખાની સરોગેટ એડમાંથી નીકળી જવાનું પસંદ કર્યું હતું. ત્યારે અમિતાભે એવો બચાવ કર્યો હતો કે પોતાને આ પ્રોડક્ટની એડ વાસ્તવમાં ગુટખની સરોગેટ એડ છે એવો ખ્યાલ ન હતો.
અક્ષય જે બ્રાન્ડ માટે એડ કરી રહ્યો છે તેને શાહરુખ ખાન અને અજય દેવગણ અગાઉથી એન્ડોર્સ કરી રહ્યા છે. અજય દેવગણે તો પોતાની આ જાહેરાતનો એકથી વધુ વખત બચાવ કર્યો છે.
આ વિલંબ પછી, એ સ્પષ્ટ નથી કે આર્ટેમિસ-1 ક્યારે લોન્ચ થશે. આગામી વેટ ડ્રેસ રિહર્સલ માટે કોઈ તારીખ નક્કી કરવામાં આવી નથી પરંતુ જો રોકેટનું સમારકામ મે મહિનામાં થાય છે. તો આગામી પ્રક્ષેપણ તારીખ જૂન થવાની સંભાવના છે. એવું માનવામાં આવે છે કે, રોકેટના લિફ્ટઓફમાં ઓગસ્ટ સુધીનો સમય લાગી શકે છે. આંચકો હોવા છતાં નાસાને વિશ્વાસ છે કે રોકેટ જે 11 વર્ષથી વધુ સમય લેશે અને $ 30 બિલિયનનો ખર્ચ કરશે. શક્ય તેટલી વહેલી તકે તૈયાર થઈ જશે.
આ પણ વાંચોઃ jignesh mewani arrested: જીગ્નેશ મેવાણીની આસામ પોલીસે કરી ધરપકડ- વાંચો શું છે સમગ્ર મામલો?
