exam paper leaked

પેપર ફૂટવાનો કિસ્સો યથાવત, વીર નર્મદ યુનિ.નું Economics paper leak: બીકોમ સેમ-6નું ઈકોનોમિક્સનું પેપર લીક થતા પરીક્ષા થઇ રદ

Economics paper leak: બીકોમ સેમ-6નું ઈકોનોમિક્સનું પેપર પરીક્ષાના એક કલાક પહેલાં ફૂટ્યું હોવાનો સેનેટ સભ્યે આક્ષેપ કર્યો

ગાંધીનગર, 20 એપ્રિલઃ Economics paper leak: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં હાલ બીકોમ સહિતની પરીક્ષાઓ ચાલી રહી છે. ત્યારે બીકોમ સેમ-6નું ઈકોનોમિક્સનું પેપર પરીક્ષાના એક કલાક પહેલાં ફૂટ્યું હોવાનો સેનેટ સભ્યે આક્ષેપ કર્યો છે. પેપર ફૂટવાની ઘટનાને લઈને કુલપતિ દ્વારા પરીક્ષા રદ્દ કરી દેવામાં આવી છે.

યુનિવર્સિટીના સેનેટ સભ્ય ભાવેશ રબારીએ કહ્યું હતું કે, એક દિવસ પહેલાં જ પેપર ફૂટી ગયું હતું. એક ખાનગી ક્લાસમાંથી પેપર ફૂટી ગયું હતું. આ અંગે અમે યુનિવર્સિટીનું ધ્યાન દોર્યું છે. પરંતુ કોઈ જ પગલાં લેવામાં આવ્યાં નથી. વારંવાર પેપર ફૂટી રહ્યાં છે. ત્યારે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે છેડાં કરતાં શાસકો દ્વારા કોઈ જ હિતકારી નિર્ણય લેવામાં આવ્યો નથી.

આ પણ વાંચોઃ Summer disease: અસહ્ય ગરમીથી લોકોને થઇ રહી છે આ બીમારી, મહાનગરોમાં ડિહાઇડ્રેશનના કેસ વધ્યા- વાંચો શું છે લક્ષણ અને ઉપાય?

યુનિવર્સિટીના કુલપતિ કિશોરસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, અમારી સ્ક્વોર્ડને માહિતી મળી હતી કે, કલાક પહેલાં જ પેપર ખુલ્યું હોવાનું ધ્યાને આવ્યું હતું. પરંતુ રજૂઆતની ગંભીરતાને લઈને વિદ્યાર્થીઓના હિતમાં પરીક્ષા રદ્દ કરી દેવામાં આવી છે.

આ સમગ્ર મુદ્દે તપાસ કરીને યોગ્ય પગલાં લેવામાં આવશે. પેપર અગાઉ ખોલવા એ ગંભીર બાબત છે. જેથી એક્ઝામ સુપ્રીન્ટેડેન્ટનું પણ ધ્યાન દોરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ 80 people raped 13 year old Girl: 13 વર્ષની માસૂમ સાથે 80 લોકોએ કર્યુ દુષ્કર્મ, પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી

Gujarati banner 01