KL Rahul will marry this actress

KL Rahul will marry this actress: ક્રિકેટર કેએલ રાહુલ લગ્ન કરે તેવી અડકળો, આ બોલિવુડ અભિનેત્રી ફરશે સાત ફેરા- વાંચો વિગત

KL Rahul will marry this actress: કેએલ રાહુલ અને અથિયા શેટ્ટીના લગ્ન દક્ષિણ ભારતીય રિવાજ પ્રમાણે થશે

સ્પોર્ટ્સ ડેસ્ક, 21 એપ્રિલઃ KL Rahul will marry this actress: કેએલ રાહુલ અભિનેત્રી અથિયા શેટ્ટી સાથે લગ્નના બંધનમાં બંધાઈ શકે છે. આ બંને સેલિબ્રિટી લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. અહેવાલ અનુસાર અભિનેત્રી અથિયા શેટ્ટી અને KL રાહુલ આ વર્ષે લગ્ન કરી શકે છે. તેમના લગ્નની તૈયારી પણ શરૂ થઈ ગઈ છે. આ કપલ દક્ષિણ ભારતીય રીત-રિવાજ પ્રમાણે શિયાળામાં લગ્ન કરી શકે છે. 

શેટ્ટી પરિવારના નજીકના એક સૂત્રે જણાવ્યું હતું કે, અથિયાના માતા-પિતા કેએલ રાહુલને ખૂબ પસંદ કરતા હતા અને જો બધુ બરાબર રહ્યું તો આ વર્ષના અંત સુધીમાં આ કપલ લગ્નના બંધનમાં બંધાઈ જશે. તમને જણાવી દઈએ કે, સુનીલ શેટ્ટીનો જન્મ મેંગ્લોરિયન તુલુ પરિવારમાં થયો હતો. કેએલ રાહુલ પણ મેંગલોર સાથે સંબંધ ધરાવે છે. આવી સ્થિતિમાં કેએલ રાહુલ અને અથિયા શેટ્ટીના લગ્ન દક્ષિણ ભારતીય રિવાજ પ્રમાણે થશે.

આ પણ વાંચોઃ Akshay kumar Vimal Advt:તમાકુની જાહેરાત કરતા સતત ટીકા થતી હોવાથી અક્ષય કુમારે લીધો મોટો નિર્ણય, વાંચો શું કહ્યુ ખેલાડીએ?

જોકે હજુ સુધી બંનેના પરિવારો દ્વારા તેની સત્તાવાર પૃષ્ટિ નથી કરવામાં આવી. રાહુલ અને અથિયાએ ગયા વર્ષે ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરીને પોતાના સંબંધોની સત્તાવાર રીતે જાહેરાત કરી હતી. ત્યારથી અથિયા પોતાના ચાહકો સાથે તેના અંગત અને વ્યાવસાયિક જીવનની રસપ્રદ તસવીરો અને વીડિયો શેર કરે છે.

તાજેતરમાં કેએલ રાહુલના 30માં જન્મદિવસ પર અભિનેત્રીએ આ ક્રિકેટર માટે એક નોટ દ્વારા પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. અથિયાએ કેએલ રાહુલ સાથે તેની કેટલીક તસવીરો પણ શેર કરી છે. અથિયાના ભાઈ અહાન અને પિતા સુનીલ શેટ્ટી સાથે પણ કેએલ રાહુલનું સારૂં બોન્ડિંગ છે.

આ પણ વાંચોઃ પેપર ફૂટવાનો કિસ્સો યથાવત, વીર નર્મદ યુનિ.નું Economics paper leak: બીકોમ સેમ-6નું ઈકોનોમિક્સનું પેપર લીક થતા પરીક્ષા થઇ રદ

Gujarati banner 01