Amitabh Bachchan 600x337 1

NGO Advising Big B quit pan-masala AD: અમિતાભ બચ્ચનને NGOએ લખ્યો પત્ર, પાન મસાલા એડ છોડવાની આપી સલાહ- વાંચો વિગત

NGO Advising Big B quit pan-masala AD: અમિતાભ બચ્ચન ઉપરાંત અજય દેવગન અને શાહરુખ ખાન જેવા સ્ટાર્સ પણ પાન મસાલાની જાહેરાત કરે છે

બોલિવુડ ડેસ્ક, 26 સપ્ટેમ્બરઃ NGO Advising Big B quit pan-masala AD: અમિતાભ બચ્ચન છેલ્લા કેટલાક દિવસોથી પાન મસાલા એડને લઈને સતત ચર્ચામાં છે. . અમિતાભ બચ્ચન ઉપરાંત અજય દેવગન અને શાહરુખ ખાન જેવા સ્ટાર્સ પણ પાન મસાલાની જાહેરાત કરે છે. અજય દેવગનની પાન મસાલા એડ પર ઘણા મીમ્સ બનાવવામાં આવ્યા છે. હવે આ લિસ્ટમાં અમિતાભ બચ્ચનનું નામ પણ જોડાયુ છે.

ઉલ્લેખનીય છે કે, અમિતાભ બચ્ચન દ્વારા આ જાહેરાત કરવાથી તેમના ચાહકો નારાજ છે. આવી સ્થિતિમાં, હવે રાષ્ટ્રીય તમાકુ વિરોધી સંગઠને પણ આ મામલે હસ્તક્ષેપ કર્યો છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એનજીઓ દ્વારા અમિતાભ બચ્ચનને એક પત્ર લખવા(NGO Advising Big B quit pan-masala AD)માં આવ્યો છે જેમાં તેને જાહેરાત છોડવાનું કહેવામાં આવ્યું છે. બિગ બીને લખેલા પત્રમાં લખવામાં આવ્યું છે કે ઘણા સંશોધનોમાં સાબિત થયું છે કે પાન મસાલા અને તમાકુના સેવનનું વ્યસન સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. અમિતાભ સરકારના હાઇપ્રોફાઇલ પલ્સ પોલિયો અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર હોવાથી તેમણે વહેલી તકે પાન મસાલા જાહેરાત અભિયાન છોડી દેવું જોઇએ.

આ પણ વાંચોઃ Beware of counterfeit silver: અંબાજીમાં શ્રદ્ધાળુઓને અસલી ચાંદીના નામે છેતરતા વેપારીઓ, ચાંદીના આભૂષણો ખરીદતી વખતે બિલ જરૂર લો

પત્રમાં આગળ એવુ પણ લખવામાં આવ્યું છે કે શાહરુખ ખાન, અજય દેવગન, રણવીર સિંહ અને રિતિક રોશન જેવા ઘણા બોલિવુડ કલાકારોએ પણ આ પ્રકારનું કામ કર્યું છે. આ કારણે કિશોર વય અને વિદ્યાર્થીઓ વચ્ચે તમાકુનું સેવન કરવાની ટેવ વધી રહી છે.

આ દરમિયાન અમિતાભ બચ્ચનની ફેસબુક પોસ્ટ વાયરલ થઈ હતી. આ પોસ્ટમાં અમિતાભે લખ્યું, ‘એક ઘડિયાળ ખરીદીને હાથમાં શુ બાંધી લીધી, સમય મારા પાછળ જ પડી ગયો. જેના પર, એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું, ‘પ્રણામ સાહેબ, તમને એક જ વાત પૂછવાની છે, શું જરૂર છે કે તમને પણ કમલાના પસંદ પાન મસાલાની જાહેરાત કરવી પડી, પછી તમારામાં અને આ ટંટપુંજીયોમાં શુ ફરક?

અમિતાભ બચ્ચને આના જવાબમાં લખ્યું, ‘માન્યવર, હું માફી માંગુ છું, જો કોઈ પણ વ્યવસાયમાં જો કોઈનુ ભલુ થઈ રહ્યુ છે, તો કોઈએ એવું ન વિચારવું જોઈએ કે આપણે તેની સાથે શા માટે જોડાઈ રહ્યા છીએ. હા, કોઈ ધંધો છે તો અમારે પણ અમારા વ્યવસાય વિશે વિચારવું પડે છે. હવે તમને લાગે છે કે મારે આ નહોતુ કરવુ જોઈતું, પરંતુ આમ કરવાથી હા મને પૈસા પણ મળે છે, પરંતુ અમારા ઉદ્યોગમાં એવા ઘણા લોકો છે જે આ કામ કરે છે.અમિતાભે અન્ય એક ટ્વીટમાં લખ્યુ ‘જે પણ કર્મચારી છે, તેમને કામ પણ મળે છે અને પૈસા પણ અને પ્રિય, ટંટપુંજીયા શબ્દ તમારા મોઢે શોભા આપતો નથી, અને અમારા ઉદ્યોગના અન્ય કલાકારોને પણ શોભતો નથી, આદર સાથે શુભેચ્છાઓ.

આ પણ વાંચોઃ Viral video: મંદિરના ગેટ પર યુવતીએ “સેકન્ડ હેન્ડ જવાની..”ગીત પર કર્યો ડાન્સ, વીડિયો વાયરલ થતા બજરંગ દળે કર્યો યુવતીની આ હરકતનો વિરોધ

Whatsapp Join Banner Guj