Viral video

Viral video: મંદિરના ગેટ પર યુવતીએ “સેકન્ડ હેન્ડ જવાની..”ગીત પર કર્યો ડાન્સ, વીડિયો વાયરલ થતા બજરંગ દળે કર્યો યુવતીની આ હરકતનો વિરોધ

Viral video: વિડિયો મધ્યપ્રદેશના છત્તરપુર વિસ્તારના એક મંદિરનો છે.મંદિરના ગેટની સામે ડાન્સ કરનાર આરતી સાહુ નામની યુવતી પણ આ જ  વિસ્તારની છે

નવી દિલ્હી, 26 સપ્ટેમ્બરઃ Viral video: મધ્યપ્રદેશમાં એક યુવતીએ મંદિરના ગેટની સામે જ સેકન્ડ હેન્ડ જવાની …નામના બોલીવૂડ સોંન્ગ પર ડાન્સ કરીને વિવાદ સર્જોયો છે.

આ વિડિયો વાયરલ થયા બાદ બજરંગદળે યુવતીની હરકતનો વિરોધ કર્યો છે અને કહ્યુ છે કે, આ પ્રકારના કૃત્ય કરનારાઓને સમાજમાં રહેવાનો અધિકાર નથી.વિડિયો મધ્યપ્રદેશના છત્તરપુર વિસ્તારના એક મંદિરનો છે.મંદિરના ગેટની સામે ડાન્સ કરનાર આરતી સાહુ નામની યુવતી પણ આ જ  વિસ્તારની છે.

તેના વિડિયોમાં સેકન્ડ હેન્ડ જવાની ગીત વાગી રહ્યુ છે અને તેના પર તે મંદિરના ગેટ પર ડાન્સ કરતી નજરે પડી રહી છે.આ યુવતી નિયમિત રીતે પોતાના વિડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કરે છે અને તેના 25 લાખ જેટલા ફોલોઅર્સ છે.

આ પણ વાંચોઃ Rakul preet singh plastic surgery: રકુલ પ્રીત સિંહે કરાવી પ્લાસ્ટિક સર્જરી, હવે સોશિયલ મીડિયા પર લોકો કરી રહ્યા છે આવી કમેન્ટ- જુઓ ફોટો

દરમિયાન મંદિરના મહંતે પણ કહ્યુ છે કે, આ પ્રકારની હરકત વખોડી કાઢવા લાયક છે.લોકોએ મઠ મંદિર અને આશ્રમને બદનામ ના કરવા જોઈએ અને આવા લોકો પર કાર્યવાહી થવી જોઈએ.

જોકે ડાન્સ કરનાર યુવતીનુ હજી પણ એવુ કહેવુ છે કે, વિડિયોમાં એવુ કશુ નથી જેનો વિરોધ થાય.વિડિયો સભ્યતાથી બનાવવામાં આવ્યો છે.

Whatsapp Join Banner Guj