ambaji temple 2

Beware of counterfeit silver: અંબાજીમાં શ્રદ્ધાળુઓને અસલી ચાંદીના નામે છેતરતા વેપારીઓ, ચાંદીના આભૂષણો ખરીદતી વખતે બિલ જરૂર લો

Beware of counterfeit silver: બજારમાં નકલી ચાંદી વેંચનારાઓનો રાફડો……..દાન પેટે આવતા આભૂષણોમાં મોટા ભાગના નકલી હોવાનું બહાર આવ્યું……….બનાસકાંઠા કલેક્ટર આનંદ પટેલે નકલી ચાંદી વેંચતા વેપારીઓને ચેતવ્યા………..જો આભૂષણો નકલી હોવાનું પ્રસ્થાપિત થશે તો કડક કાર્યવાહી કરાશે

અહેવાલઃ મહેન્દ્ર અગ્રવાલ,અંબાજી

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, ૨૫ સપ્ટેમ્બર: Beware of counterfeit silver: યાત્રાધામ અંબાજી માં ચાલુ વર્ષે ભાદરવીપૂનમ નો મેળો બંધ રખાતા અંબાજી મંદિર ટ્રસ્ટને દાન ની રકમ માં લાખ્ખો રુપિયાની ખોટ પડી છે દરવર્ષે 7 દિવસ ના મેળા દરમિયાન 25 થી 30 લાખ શ્રદ્ધાળુઓ અંબાજી મંદિરે આવતા હોય છે ને ચાલુ વર્ષે કોરોના ની સંભવિત ત્રીજી લહેર ને લઈ મેળો બંધ રખાયો હતો પણ બાધા આખડી પુરી કરનારા શ્રદ્ધાળુઓ માટે મંદિર ખુલ્લું રાખવામાં આવ્યું હતુ જેની મોટી અસર મંદિર ટ્રસ્ટ ની તિજોરી ઉપર પડી છે એક તરફ રોકડ આવક ઘટી તો બીજી તરફ મંદિરમાં ચઢાવામાં આવેલી 90 ટકા ચાંદીથી કરોડોનુ નુકસાન થયુ છે…

15 સપ્ટેમ્બર થી ભાદરવીપૂનમ 20 સપ્ટેમ્બર સુધી 5 થી 6 લાખ જેટલા જ યાત્રિકો અંબાજી આવ્યા હતા ને આજ યાત્રિકો દ્વારા માતાજી ના ભંડાર માં છૂટક દાન ભેટ નાખવામાં આવે છે જોકે અંબાજી મંદિરમાં શ્રધ્દાળુઓ બાધા માનતા પુરી કરેછે ત્યારે માતાજીને ચાંદીથી બનેલા છત્તર ,ત્રિશુલ ,નાના ઘર જેવા અનેક આભૂષણો(Beware of counterfeit silver) માતાજી ને ધરાવી પોતાની માનતા પૂર્ણ કરતા હોય છે પણ મંદિર માં મોટી સંખ્યા માં આવેલા આવા ચાંદીના આભૂષણોમાં 90 ટકા જેટલા આભૂષણો ખોટા જોવા મળ્યા છે

Advertisement

જેને લઈ મંદિર ટ્રસ્ટ એ પણ ચિંતા વ્યક્ત કરી છે ને આવા આભૂષણોમાં છેતરાતા યાત્રિકો ને ખરાઈ કરવા અપીલ કરવામાં આવી છે એકે તરફ ચાંદીના ભાવ ની ખોટા આભૂષણ ખરીદી માતાજી ને અર્પણ કરે છે જેના થી મંદિર ને પણ મોટી ખોટ નો સામનો કરવો પડે છે જેથી યાત્રિકો આવા આભૂષણો કોઈ પણ દુકાનથી ન ખરીદી ચોકસાઈ વાળી દુકાને થી ખરીદવા જોઈએ તેમ અંબાજી મંદિર ટ્રસ્ટના અધિક કલેકટર અને વહીવટદાર એસ.જે.ચાવડાએ જણાવ્યુ હતુ

આ પણ વાંચોઃ Viral video: મંદિરના ગેટ પર યુવતીએ “સેકન્ડ હેન્ડ જવાની..”ગીત પર કર્યો ડાન્સ, વીડિયો વાયરલ થતા બજરંગ દળે કર્યો યુવતીની આ હરકતનો વિરોધ

જોકે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટના સોનાચાંદીના વેલ્યૂઅર મહેશ સોની એ જણવ્યા મુજબ મંદિર માં આવી ચાંદી ની ખોટી ચીજવસ્તુ મોટી માત્રામાં આવે છે જે 100 કિલો માંથી 90 થી 95 કિલો ખોટી હોય છે ને માત્ર 5 થી 6 કિલોજ સાચી નીકળે છે ને તેમાં મહત્તમ અંબાજી ની પ્રસાદ પૂજાપા ની દુકાન થી ખરીદેલા ચાંદી ના તમામ દાગીના ખોટા હોય છે

Advertisement

જે યાત્રીક ને આપતી વખતે ચાંદીના ભાવ કરતા પણ વધુ એટલેકે 60 થી 70 હજાર રૂપિયે કિલોના ભાવે આપવામાં આવે છે ને આવી ચાંદીની ખોટી ખાખર મંદિરમાં એકત્રિત થઈ જતા તેને હરાજી થી વેચવા જતા માત્ર 60 થી 70 રૂપિયે કિલો વેચાય છે તે જોતા મંદિર ટ્રસ્ટ ને કરોડો રૂપિયા નું નુકશાન ભોગવવું પડે છે જેને લઈ જિલ્લા કલેકટર આવી ચાંદીની ખોટી ખાખર વેચાણ કરનારા ઉપર કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ અને આવા ચાંદી ની ખોટી ચીજવસ્તુ ઉપર પ્રતિબંધ મુકવો જોઈએ અને ગ્રાહકે પાકા બીલ ની માંગ કરવી જોઈએ તેવી અંબાજી મંદિર ટ્રસ્ટ ના દાગીના વેલ્યૂઅર મહેશ સોની પણ માંગ કરી હતી

જોકે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્નારા છેતરપીંડી નો ભોગ બનનાર યાત્રીકો માટે મંદિર પરીસર માં ગ્રાહક સલાહ અને સુરક્ષા કેન્દ્ર સ્થાપીત કર્યુ છે જેમા પણ યાત્રીકો છેતરાયા હોવાની 15 જેટલી ફરીયાદો મળી છે ને હજી માત્ર છેતરપીંડી કરનાર વેપારીઓના જવાબ જ મંગાયા છે….હજી પોલીસ કાર્યવાહી ની રાહ જોવાઈ રહી છે અને તેમા પણ કેટલાક છેતરાયેલા કોર્ટ કચેરી ના ધક્કા ખાવા ના ડર થી ફરીયાદ પણ કરતા નથી તેમ અંબાજી પ્રમુખ,ગ્રાહક સલાહ અને સુરક્ષા કેન્દ્રના વિપુલ ગુર્જરએ જણાવ્યુ હતુ

જોકે અંબાજી માં પ્રસાદ પૂજાપા ની અનેક દુકાનો છે જે મોટી કમાણી ની લાય માં આવા ખોટી ચાંદી વેચવાનો વેપાર કરે છે જયારે અંબાજીમાં મોટાભાગની દુકાનો વાળા આવી ચીજ વસ્તુઓ નું વેચાણ કરે છે પણ તેઓ નકલી વસ્તુ હોવાથી નોમિનલ ચાર્જ લેતા હોવાની વાત કરી રહ્યા છે અને તે પણ યાત્રીક માંગ કરે તોજ આવી ચાંદીની ખાખરનું વેચાણ કરતા હોય છે

Advertisement

જોકે અંબાજી માં આવો નકલી ચાંદીનો વેપાર વેપારીઓજ નહી યાત્રીકોની નજરમાં આખુ અંબાજીધામ બદનામ થાય છે એટલુજ નહી અંબાજી માં જીએસટીની પણ એટલાજ પ્રમાણ માં ચોરી કરવામાં આવી રહી છે કોઈજ પ્રસાદ પુજાપાની દુકાનદાર યાત્રીકોને પાકુ બીલ આપતુ નથી એટલુજ નહી પોતાની દુકાનના નામના બીલ પણ હોતા નથી તો જીએસટી ની વાત તો ઘની દુરની વાત છે સરકારે આ બાબતો પણ ધ્યાને લેવાની જરુરીયાત જણાઈ રહી છે

આ પણ વાંચોઃ Politics: બળિયાના બે ભાગ – ગુજરાત અને પંજાબ

Whatsapp Join Banner Guj
દેશ કી આવાજ ની તમામ ખબરો તમારા ફેસબુક પર મેળવવા માટે લાઈક તથા ફોલો કરો.

Advertisement
Copyright © 2021 Desh Ki Aawaz. All rights reserved.