Raju shrivastav health update

Raju shrivastav health update: છેલ્લા 10 દિવસથી વેન્ટિલેટર પર છે , રાજુ શ્રીવાસ્તવનું બ્રેન રિસ્પોન્સ કરતું નથી

Raju shrivastav health update: બુધવારે તબિયત સુધારા પર હતી ત્યાર બાદ ફરી મગજે કામ કરવાનું બંધ કરી દીધું

મુંબઇ, 20 ઓગષ્ટઃRaju shrivastav health update: રાજુ શ્રીવાસ્તવની સતત 10 દિવસથી દિલ્હીની AIIMS (ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ)માં સારવાર ચાલે છે, પરંતુ કોઈ હકારાત્મક રિસ્પોન્સ જોવા મળ્યો નથી. શુક્રવાર, 18 ઓગસ્ટે ડૉક્ટર્સે કહ્યું હતું કે રાજુના મગજે કામ કરવાનું બંધ કરી દીધું છે. તે હવે સંપૂર્ણ રીતે ઓક્સિજન સપોર્ટ પર છે. ડૉક્ટર્સ પોતાના તરફથી શક્ય તેટલા પ્રયાસ કરે છે. પરિવારના તમામ સભ્યો દિલ્હી આવ્યા છે

રાજુની પત્ની શિખાએ કહ્યું હતું, ‘તેમના પતિની હાલત સ્થિર છે. ડૉક્ટર્સ તેમનું કામ કરી રહ્યા છે. અમને તેમની પર વિશ્વાસ છે અને રાજુજી એક ફાઇટર છે. તે આ જંગ જરૂર જીતશે અને ચાહકોને ફરી એકવાર એન્ટરટેઇન કરશે. આ મારું તમને બધાને વચન છે.’ શીખાએ અપીલ કરી હતી કે લોકો તેમના પતિની તબિયત અંગે અફવા ફેલાવવાનું બંધ કરે.

રાજુ શ્રીવાસ્તવના ભત્રીજા કુશલે કહ્યુ હતું, ‘હવે તબિયત સ્થિર છે. ઇમ્પ્રૂવ થઈ રહી છે. લોકોની દુઆઓ તેમની સાથે છે. ડૉક્ટરે પણ કહ્યું કે ધીમે ધીમે પ્રોગ્રેસ થઈ રહી છે. હજી અઠવાડિયું થશે. પછી ફરીથી સીટી સ્કેન થશે અને ત્યારે ખબર પડશે. પહેલાં કરતાં રિસ્પોન્ડ સારો આપે છે. તમામ ઓર્ગન કામ કરી રહ્યા છે. બૉડી ધીમે ધીમે પ્રોપર રિકવરી કરી રહી છે, પરંતુ ટાઇમ લાગશે. હજી ભાનમાં આવ્યા નથી. લિક્વિડ પર છે.’

આ પણ વાંચોઃ Walking on Grass: લીલા ઘાસ પર ખુલ્લા પગે ચાલવાથી સ્ટ્રેસ દૂર થાય છે, આ સિવાય પણ છે અનેક ફાયદા

આ પણ વાંચોઃ Mahindra Scorpio Classic Launch: મહિન્દ્રા સ્કોર્પિયોની કંપનીએ કરી જાહેરાત, જાણો ફિચર્સ અને કિંમત વિશે

Gujarati banner 01