Walking on Grass

Walking on Grass: લીલા ઘાસ પર ખુલ્લા પગે ચાલવાથી સ્ટ્રેસ દૂર થાય છે, આ સિવાય પણ છે અનેક ફાયદા

Walking on Grass: જો ડાયાબિટીસના દર્દીઓએલીલા ઘાસમાં ચાલતા-ચાલતા દરરોજ ઊંડા શ્વાસ લે તો શરીરમાં ઓક્સિજનની સમસ્યા દૂર થાય છે.

હેલ્થ ડેસ્ક, 20 ઓગષ્ટઃ Walking on Grass: હાલના સમયે દરેક વ્યક્તિ પોતાની ફિટનેસનું ખુબ જ ધ્યાન રાખે છે. ઘણા લોકો જીમમાં જવાનો કે યોગ કરવાનો સમય નથી કાઢી શકતા પરંતુ વોકિંગ સૌથી સરળ એક્સર્સાઇઝ છે. મોર્નિંગ વોક સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. લીલા ઘાસ પર ખુલ્લા પગે ચાલવાથી શરીર અને મનમાં જે તણાવ હોય છે તે દૂર થાય છે. ઘાસ પર ખુલ્લા પગે ચાલવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

શરીરના સારા સ્વાસ્થ્ય માટે ચાલવું ખૂબ જ જરૂરી છે. બગીચામાં રહેલી હરિયાળીમાં ચાલવાથી તણાવ દૂર થાય છે. જે લોકોને હાર્ટની બીમારી હોય તે લોકોએ લીલા ઘાસમાં અચૂક ચાલવું જોઈએ. ઘાસ પર ચાલવાના બીજા પણ ઘણા ફાયદા છે. ચાલો તેમના વિશે જાણીએ.

તનાવ :
તમે જેટલા સમય સુધી લીલાઘાસમાં રહેશો તેટલું જ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. લીલા ઘાસને કારણે મસલ્સનો દુખાવો ઓછો થાય છે. ગ્રીન થેરાપીથી અન્ય પણ બીમારીઓ દૂર થાય છે.

ડાયાબિટીસ :
જો ડાયાબિટીસના દર્દીઓએલીલા ઘાસમાં ચાલતા-ચાલતા દરરોજ ઊંડા શ્વાસ લે તો શરીરમાં ઓક્સિજનની સમસ્યા દૂર થાય છે.

છીંક આવવી, એલર્જી :
ગ્રીન થેરાપીનું મુખ્ય અંગ હોય તો તે છે લીલા ઘાસ પર ખુલ્લા પગે ચાલવું. ઝાકળમાં સવારે ભીના ઘાસ પર ચાલવું સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે.

આ પણ વાંચોઃ Mahindra Scorpio Classic Launch: મહિન્દ્રા સ્કોર્પિયોની કંપનીએ કરી જાહેરાત, જાણો ફિચર્સ અને કિંમત વિશે

આંખની રોશની :
ઝાકળથી ભીના થયેલા ઘાસમાં ચાલવાથી આંખને પણ બેહદ ફાયદો થઈ છે. જે લોકોને આંખમાં નંબર છે તે લોકો થોડા દિવસ પણ ખુલ્લા પગે ચાલે છે તો આંખના નંબર ઓછા થઇ જાય છે.

હાઈ બીપી :
હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ દરરોજ એક કલાક સ્વચ્છ વાતાવરણમાં બેસીને અને ઝાકળવાળા લીલા ઘાસ પર થોડો સમય ખુલ્લા પગે ચાલવાથી લાભ મેળવે છે.

બાળકો ખુલ્લા પગે ચાલતા શીખે છે
જ્યારે બાળક ચાલવાનું શીખે છે, ત્યારે તે પગના સ્નાયુઓ અને હાડકાંનો ઉપયોગ કરે છે. ખુલ્લા પગે ચાલવાથી બાળકોને તે સમજવામાં મદદ કરે છે કે પગ ક્યાં મૂકવો જોઈએ અને ક્યાં નહીં. ખુલ્લા પગે ચાલવાનો સૌથી ફાયદો એ છે કે કેવી રીતે યોગ્ય રીતે ચાલવું તે ખબર પડી જાય છે,

સવારે કેટલા વાગ્યે ચાલવા જવું જોઈએ
મોર્નિંગ વોક સ્વાસ્થ્ય માટે બેહદ ફાયદાકારક છે. પરંતુ તમને મોર્નિંગ વોકનો સાચો ફાયદો ત્યારે જ મળે છે જ્યારે તમે યોગ્ય સમયે અને યોગ્ય રીતે ચાલો છો. સવારે સૂર્ય ઉગે ત્યારે મોર્નિંગ વોક કરવું ફાયદાકારક છે.

એરોબિક કસરત :
ચાલવું એ પણ એક એરોબિક કસરત છે, જે લોહીમાં ઓક્સિજનનો પ્રવાહ વધારે છે. શરીરને ડિટોક્સ કરવાની સાથે સાથે તે ફેફસાંને સ્વસ્થ રાખવામાં પણ મદદ કરે છે. ચાલતી વખતે વધુ સારી રીતે અને ઊંડા શ્વાસ લેવાથી ફેફસાના રોગ પણ દૂર થાય છે.

આ પણ વાંચોઃ 2 days celebrated krishna janmotsav: જાણો શા માટે બાળ ગોપાલનો જન્મોત્સવ 2 દિવસ સુધી ઊજવાય છે?

Gujarati banner 01