kashmir files

Singapore bans the kashmir files: સિંગાપોર સરકારે ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને કરી બેન, જણાવ્યું આ કારણ

Singapore bans the kashmir files: સિંગાપોર સરકારનું કહેવુ છે કે, “આ ફિલ્મ વિવિધ સમુદાયોમાં મતભેદોને પ્રોત્સાહન આપી શકે છે. એટલું જ નહીં તેને એકતરફી પણ ગણાવ્યું છે

મનોરંજન ડેસ્ક, 10 મેઃSingapore bans the kashmir files: ફિલ્મ ટ્રેલર રિલિઝ થતાની સાથે જ વિવાદોમાં સપડાયેલી વિવેક અગ્નિહોત્રી દ્વારા નિર્દેશિત ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સે ભારતમાં 11 માર્ચે રિલીઝ થઈ હતી. જો કે આ ફિલ્મે બોક્સ ઓફિસ પર બમ્પર કમાણી કરી અને ચાહકોનો પ્રેમ પણ મેળવ્યો હતો. પરંતૂ આ ફિલ્મે વિવાદોનો પણ એટલો જ સામનો કર્યો હતો છતાં ફિલ્મે બીજી ફિલ્મોને પછાડવામા સફળતા મેળવી હતી, પરંતૂ ફિલ્મમા જે પ્રકારના ભડકાવનારા દ્રશ્યો દર્શાવવામા આવ્યા છે તેને જોઇને સિંગાપોર સરકારે એક મહત્વનો નિર્ણય લીધો હતો. સિંગાપોર સરકારે ધ કાશ્મીર ફાઇલ્સ મૂવી પર પ્રતિબંધ મૂક્યો છે.

આ વિષય પર સિંગાપોર સરકારનું કહેવુ છે કે, “આ ફિલ્મ વિવિધ સમુદાયોમાં મતભેદોને પ્રોત્સાહન આપી શકે છે. એટલું જ નહીં તેને એકતરફી પણ ગણાવ્યું છે. એવું કહેવાય છે કે, આ સમયે ચાલી રહેલા કાશ્મીર વિવાદમાં હિંદુઓ પર અત્યાચાર ગુજારવામાં આવ્યો છે તેવુ દર્શાવાયુ છે જ્યારે મુસ્લિમાનોનો પક્ષ એકતરફી છે.

આ પણ વાંચોઃ Census digitally: હવે દેશમાં ડિજિટલ પદ્ધતિ દ્વારા થશે વસ્તી ગણતરી, કેન્દ્રીય ગૃહમંત્રીએ આપી જાણકારી

રિપોર્ટ્સ અનુસાર સિંગાપોર ઓથોરિટીનું માનવું છે કે આ ફિલ્મ એકતરફી છે. સિંગાપોરે ઇન્ફોકોમ મીડિયા ડેવલપમેન્ટ ઓથોરિટી, મિનિસ્ટ્રી ઓફ કલ્ચર અને કમ્યુનિટિ એન્ડ યૂથ અને મિનિસ્ટ્રી ઓફ હોમ અફેયરની સાથે મળીને એક જ્વોઇન્ટ સ્ટેટમેન્ટ બહાર પાડ્યુ છે.

આ વિશે તેમણે ઉમેરતા કહ્યું કે, આ ફિલ્મ વિવિધ સમુદાયો વચ્ચે દુશ્મનાવટ વધારી શકે છે. વિવિધ ધર્મોમાં માનતા આપણા સમાજની ધાર્મિક એકતામા આ ફિલ્મ ખલેલ પહોંચાડી શકે છે. કોઇ પણ વસ્તુ જે સિંગાપોરમાં જાતિ અને ધાર્મિક સમુદાયોને બદનામ કરવાનો પ્રયત્ન કરશે તેનુ ક્લાસિફિકેશન કરી નથી શકાતુ.

આ પણ વાંચોઃ Protestors Set PM’s House On Fire: શ્રીલંકામાં વધુ સ્થિતિ બની ગંભીર, તોફાની તત્વોએ પૂર્વ પીએમ મહિન્દા રાજપક્ષેના ઘરને આગ લગાવી દીધી

Gujarati banner 01