Pandit shivkumar sharma passes away

Pandit shivkumar sharma passes away: 84 વર્ષીય સંતૂર વાદક પંડિત શિવકુમાર શર્માનુ નિધન, વડાપ્રધાને આપી શ્રદ્ધાંજલિ

Pandit shivkumar sharma passes away: સંતૂરવાદક પં શિવકુમાર શર્મા અને વાંસળીવાદક પં. હરિપ્રસાદ ચૌરસિયા બંને પોતાની જુગલબંદી માટે પ્રસિદ્ધ હતા

મનોરંજન ડેસ્ક, 10 મેઃ Pandit shivkumar sharma passes away: આજે જાણીતા સંતૂર વાદક પંડિત શિવકુમાર શર્માનુ મુંબઈમાં કાર્ડિયક અરેસ્ટને કારણે નિધન થઈ ગયુ છે. પંડિત શિવ કુમારની વય 84 વર્ષની હતી અને તેઓ કિડની રિલેટેદ બીમારીનો સામનો કરી રહ્યા હતા. તેઓ છેલ્લા છ મહિનાથી ડાયાલિસિસ પર હતા.

સંતૂરવાદક પં શિવકુમાર શર્મા અને વાંસળીવાદક પં. હરિપ્રસાદ ચૌરસિયા બંને પોતાની જુગલબંદી માટે પ્રસિદ્ધ હતા. 1967માં પહેલીવાર બંનેયે શિવ-હરિ ના નામથી એક ક્લાસિકલ એલબમ તૈયાર કર્યો. એલબમનુ નામ હતુ કૉલ ઓફ ધ વૈલી.

આ પણ વાંચોઃ Census digitally: હવે દેશમાં ડિજિટલ પદ્ધતિ દ્વારા થશે વસ્તી ગણતરી, કેન્દ્રીય ગૃહમંત્રીએ આપી જાણકારી

ત્યારબાદ તેમણે અનેક મ્યુઝિક એલબમ સાથે કર્ય્હા. શિવ-હરિની જોડીને ફિલ્મોમાં પહેલો બ્રેક યશ ચોપડાએ આપ્યો. 1981માં આવેલી ફિલ્મ સિલસિલામાં શિવ-હરિની જોડીએ સંગીત આપ્યુ હતુ. યશ ચોપડાની ચાર ફિલ્મો સહિત્બંનેને કુલ આઠ ફિલ્મોમા સંગીત આપ્યુ.

સિલસિલા (1981), ફાસલે (1985), વિજય (1988), ચાંદની (1989), લમ્હે (1991), પરંપરા (1993), સાહિબાન (1993),ભય (1993) જેવી ફિલ્મોમાં યાદગાર સંગીત આપ્યું છેે.

આ પણ વાંચોઃ Protestors Set PM’s House On Fire: શ્રીલંકામાં વધુ સ્થિતિ બની ગંભીર, તોફાની તત્વોએ પૂર્વ પીએમ મહિન્દા રાજપક્ષેના ઘરને આગ લગાવી દીધી

Gujarati banner 01