Protestors Set PMs House On Fire

Protestors Set PM’s House On Fire: શ્રીલંકામાં વધુ સ્થિતિ બની ગંભીર, તોફાની તત્વોએ પૂર્વ પીએમ મહિન્દા રાજપક્ષેના ઘરને આગ લગાવી દીધી

Protestors Set PM’s House On Fire: કુરુનેગાલા શહેરમાં સ્થિત મહિન્દા રાજપક્ષેના પૈતૃક ઘરને સોમવારે સાંજે પ્રદર્શનકારીઓએ આગ લગાવી દીધી

નવી દિલ્હી, 10 મેઃ Protestors Set PM’s House On Fire: શ્રીલંકામાં પ્રધાનમંત્રી મહિન્દા રાજપક્ષેના રાજીનામાની સાથે જ હિંસા ફાટી નીકળી હતી. તોફાનીઓએ શ્રીલંકાના પૂર્વ પીએમ મહિન્દા રાજપક્ષેના પૈતૃક ઘરને આગ લગાવી દીધી છે. આ સિવાય સત્તાધારી પક્ષના અનેક સાંસદોના ઘર સળગાવી દેવામાં આવ્યા છે.

માહિતી અનુસાર, કુરુનેગાલા શહેરમાં સ્થિત મહિન્દા રાજપક્ષેના પૈતૃક ઘરને સોમવારે સાંજે પ્રદર્શનકારીઓએ આગ લગાવી દીધી હતી. આ દરમિયાન દેશમાં ઈમરજન્સી લાદી દેવામાં આવી છે. પોલીસે દેશભરમાં કર્ફ્યુ લગાવી દીધો છે પરંતુ હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. ભીડે પૂર્વ મંત્રી જોન્સટન ફર્નાન્ડોના માઉન્ટ લાવિનિયા વિસ્તારમાં આવેલા આલીશાન ઘરને આગ લગાડી દીધી છે. તેમના પરિવારને ભારે મુસીબત વચ્ચે બચાવી લેવાયો છે. એક સાંસદ સનથ નિશાંથાના ઘરને પણ સળગાવવાનો પ્રયાસ થયો.

આ પણ વાંચોઃ Rahul gandhi in dahod: આજે દાહોદમાં રાહુલ ગાંધી સભા સંબોધશે, સાથે આદિવાસી સત્યાગ્રહનો પ્રારંભ કરાવશે-જુઓ વીડિયો

દેશમાં આ પ્રકારની અથડામણ ઝડપથી વધી રહી છે. માનવામાં આવે છે કે રાષ્ટ્રપતિ ગોતાબાયા રાજપક્ષે મુખ્ય શહેરોમાં સેના તૈનાત કરી શકે છે.

દરમિયાન, શ્રીલંકાના ભૂતપૂર્વ ક્રિકેટર અર્જુન રણતુંગાએ દેશમાં આગચંપી માટે શ્રીલંકા પોદુજાના પેરામુના (SLPP)ને જવાબદાર ઠેરવ્યા છે. રણતુંગાએ કહ્યું કે શ્રીલંકાના પોદુજાના પેરામુનાએ ભૂતપૂર્વ વડા પ્રધાન મહિન્દા રાજપક્ષેના સત્તાવાર નિવાસસ્થાને લોકોને ભેગા કર્યા હતા. રણતુંગાએ એમ પણ કહ્યું કે શ્રીલંકાના પોદુજાના પેરામુના દ્વારા સાંસદોના ઘરની બહાર તોફાનીઓ એકઠા થયા હતા. ઉલ્લેખનીય છે કે, બપોરથી મોડી સાંજ સુધી શ્રીલંકાની સત્તાધારી પાર્ટીના કેટલાય સાંસદોના ઘરને આગ લગાવી છે.

આ પણ વાંચોઃ Asani cyclone forecast: ‘અસાની’વાવાઝોડુ દરિયામાં જ સમાશે, હિટવેવ- વાદળો અને ભારે વરસાદની આગાહી- વાંચો વિગત

Gujarati banner 01