yami gautam pic

Yami Became Mother: માતા-પિતા બન્યા યામી ગૌતમ અને આદિત્ય ધર, ઘરે થયો દીકરાનો જન્મ- જાણો શું રાખ્યુ નામ?

Yami Became Mother: અભિનેત્રી યામી ગૌતમ અને ફિલ્મ નિર્માતા આદિત્ય ધરે આ કપલનો ફોટો શેર કરો

google news png

બોલિવુડ ડેસ્ક, 22 મેઃ Yami Became Mother: બોલિવૂડ એક્ટ્રેસ યામી ગૌતમ તેની પ્રેગ્નન્સીને લઈને ઘણા સમયથી સમાચારમાં હતી. અભિનેત્રીએ ફિલ્મોમાંથી પણ બ્રેક લીધો હતો. હવે તેમના તરફથી સારા સમાચાર સાંભળવા મળી રહ્યા છે. તે માતા બની ગઈ છે.

તેના પતિ આદિત્ય ધરે સોશિયલ મીડિયા દ્વારા ફેન્સ સાથે આ ખાસ માહિતી શેર કરી છે. આ દરમિયાન દંપતિએ ડૉક્ટરનો આભાર માન્યો છે અને દંપતીએ તેમના પુત્રનું નામ પણ હવે સામે આવી રહ્યું છે.

View this post on Instagram

A post shared by Aditya Dhar (@adityadharfilms)

અભિનેત્રી યામી ગૌતમ અને ફિલ્મ નિર્માતા આદિત્ય ધરે આ કપલનો ફોટો શેર કરતા લખ્યું – ‘અમે બંને સૂર્યા હોસ્પિટલના સખત મહેનત અને સમર્પિત તબીબી વ્યાવસાયિકો, ખાસ કરીને ડૉ. ભૂપેન્દ્ર અવસ્થી અને ડૉ. રંજના ધનુનો આભાર માનવા માગીએ છીએ. તેમના પ્રયત્નો અને કુશળતાના આધારે જ અમે આ સુખદ અનુભૂતિના સાક્ષી બની શક્યા.

આ પણ વાંચો:- Cyclone Update: હવામાન વિભાગની મોટી આગાહી! આ રાજ્યો પર તોળાઈ રહ્યુ છે વાવાઝોડાનું સંકટ

‘જ્યારે અમે બંને આ સુંદર સફર શરૂ કરીએ છીએ, અમે અમારા ભાવિ બાળકને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવીએ છીએ. જેમ જેમ અમારો દીકરો મોટો થશે, અમને પૂરી આશા છે કે તે અમને, અમારા પરિવારને અને સમગ્ર દેશને ગૌરવ અપાવશે.

દંપતીએ તેમના પુત્રનું નામ પણ તેના જન્મ પછી જ રાખ્યું છે. તેનું નામ વેદવિદ છે. તેનો અર્થ છે વેદનો જાણનાર. આ સિવાય વેદવિદ પણ ભગવાન વિષ્ણુનું નામ છે. માતા બન્યા બાદ યામી ગૌતમને અનેક અભિનંદન મળી રહ્યા છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો