Cyclone Update

Cyclone Update: હવામાન વિભાગની મોટી આગાહી! આ રાજ્યો પર તોળાઈ રહ્યુ છે વાવાઝોડાનું સંકટ

Cyclone Update: દેશ પર ખતરનાક વાવાઝોડાનો ખતરો, આગામી 72 કલાક ખૂબ જ ચિંતાજનક છે.

google news png

નવી દિલ્હી, 22 મેઃ Cyclone Update: હવામાન ક્ષેત્રની ખાનગી સંસ્થા સ્કાય મેટ દ્વારા આજે દેશભરમાં કેવુ વાતાવરણ રહેશે તેના પર આગાહી કરવામાં આવી છે. સ્કાય મેટના અહેવાલમાં જણાવ્યા અનુસાર તમિલનાડુના આંતરિક ભાગમાં પરિભ્રમણ સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 સુધી વિસ્તરે છે.ઉત્તર-પશ્ચિમ ઉત્તર પ્રદેશ પર ચક્રવાતી પરિભ્રમણ છે.

આ ચક્રવાતી પરિભ્રમણમાંથી એક ટ્રફ પૂર્વીય ઉત્તર પ્રદેશ, દક્ષિણ બિહાર અને ઝારખંડ થઈને ગંગાના પશ્ચિમ બંગાળ સુધી વિસ્તરે છે.એક ટ્રફ મધ્ય મહારાષ્ટ્રથી કર્ણાટકના દરિયાકાંઠે વિસ્તરેલો છે.

આ પણ વાંચો:- No Drugs in Bharuch Campaign: એસઓજીએ અંક્લેશ્વરમાંથી ગાંજાના છોડનું વાવેતર કરનાર આરોપીની ધરપકડ કરી

બીજી તરફ હવામાન વિભાગે વાવાઝોડાને લઈને એક આગાહી કરી છે. દેશ પર ખતરનાક વાવાઝોડાનો ખતરો તોળાઇ છે. બંગાળની ખાડીમાં મોટી હલચલ શરૂ થઇ છે. આગામી 72 કલાક ખૂબ જ ચિંતાજનક છે. પ્રિ મોન્સૂનના પહેલા વાવાઝોડાની સંભાવના છે.

GFS મોડલમાં બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થઈ છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય છે. જે લો પ્રેશર આજે ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે. 24 અથવા 25 મેએ વાવાઝોડુ સક્રિય થાય તેવી પૂરેપૂરી સંભાવના છે. દરિયો આગામી દિવસોમાં ભયંકરરુપ ધારણ કરી શકે છે. આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઓડિસામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો