vijay Malya

Vijay Mallya Prediction: મેચ પહેલા વિજય માલ્યાએ RCB માટે કરી ભવિષ્ય વાણી, સાથે આપી શુભેચ્છા- વાંચો વિગત

Vijay Mallya Prediction: વિજય માલ્યાએ પોસ્ટ શેર કરી વિરાટ કોહલીના વખાણ કર્યા છે, જુઓ શું લખ્યું પોસ્ટમાં

સ્પોટ્સ ડેસ્ક, 22 મેઃ Vijay Mallya Prediction:ટીમના પૂર્વ માલિક વિજય માલ્યાએ એલિમિનેટર મેચ પહેલા એક પોસ્ટ શેર કરી છે. જેને લઈ તેની ચર્ચા થઈ રહી છે. વિજય માલ્યાએ પોસ્ટ શેર કરી વિરાટ કોહલીના વખાણ કર્યા છે અને લખ્યું મે સૌથી પહેલા વિરાટ કોહલી પર દાવ લગાવ્યો હતો.

તમને જણાવી દઈએ કે, આ સીઝન આઈપીએલ 2024માં વિરાટ કોહલી સૌથી વધુ રનબનાવનાર બેટ્સમેન છે. વિરાટ કોહલીના દમ પર આરસીબીની ટીમે પ્લેઓફમાં ક્વોલિફાય કરવામાં સફળ રહી છે. હવે એલિમિનેટર મેચમાં આરસીબીની ટીમની મેચ આજે રાજસ્થાન સાથે છે.

ત્યારે વિજય માલ્યાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી લખ્યું જ્યારે મે આરસીબીની ફ્રેન્ચાઈઝી પર દાવ લગાવ્યો હતો. ત્યારે મે વિરાટ કોહલી પર યોગ્ય દાવ લગાવ્યો હતો. મારી આંતરઆત્માએ કહ્યું કે, આનાથી સારો કોઈ વિકલ્પ પસંદ કરી શકતો નથી.

આ પણ વાંચો:- Cyclone Update: હવામાન વિભાગની મોટી આગાહી! આ રાજ્યો પર તોળાઈ રહ્યુ છે વાવાઝોડાનું સંકટ

મારી અંતરઆત્મા મને કહી રહી છે કે, આ વખતે આઈપીએલ ટ્રોફી ઉઠાવવાની આ સુવર્ણ તક છે. આવી સ્થિતિમાં બેસ્ટ ઓફ લક આરસીબીની ટીમના પૂર્વ માલિક વિજય માલ્યાની આ પોસ્ટ હવે વાયરલ થઈ રહી છે જેના પર ચાહકો કોમેન્ટ પણ કરી રહ્યા છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો