11 day mental wellness leave

11 day mental wellness leave: ભારતની કંપનીએ કર્મચારીઓ માટે 11 દિવસની રજા જાહેર કરી- જાણો શું છે કારણ?

11 day mental wellness leave: કંપનીના સીઇઓએ ટ્વિટ કરી આ માહિતી આપી

નવી દિલ્હી, 23 સપ્ટેમ્બરઃ 11 day mental wellness leave: કેટલી ખુશીની વાત છે, જ્યારે કોઈ કંપની તેના કર્મચારીઓને કહે છે… જા તમારું જીવન જીવો. આવી જ એક જાહેરાત ઈ-કોમર્સ પ્લેટફોર્મ મીશો દ્વારા તેના કર્મચારીઓ માટે કરવામાં આવી છે. મીશોનું માનવું છે કે જો કર્મચારીઓ ખુશ હશે તો તેમનું માનસિક સ્વાસ્થ્ય પણ સારું રહેશે. કર્મચારીઓ ખુશ હશે તો મહેનત કરશે. આથી કંપનીએ 11 દિવસની રજા જાહેર કરી છે.

માનસિક સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવા માટે, કંપનીએ સતત બીજા વર્ષે 11 દિવસ માટે ‘રીસેટ અને રિચાર્જ બ્રેક’ની જાહેરાત કરી છે. મીશોએ તેની વેબસાઇટ પર આ વિશે માહિતી આપી છે. કંપનીનું કહેવું છે કે આ રજાઓ પાછળ કંપનીનો હેતુ કર્મચારીઓને માનસિક થાકમાંથી મુક્ત કરવાનો છે. કંપનીના જણાવ્યા અનુસાર તહેવારોની સીઝન બાદ કંપની કર્મચારીઓને આ રજાઓ આપશે. આ રજાઓ તહેવારોની સિઝન પછી 22 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી આપવામાં આવશે.

આ પણ વાંચોઃ Rain forecast with thunderstorms: ગુજરાતમાં જતાં જતાં પણ મેઘરાજા વરસી જશે, વાવાઝોડા સાથે વરસાદની આગાહી- વાંચો વિગત

ટ્વિટર પર આની જાહેરાત કરતા કંપનીના સ્થાપક અને CTO સંજીવ બરનવાલે કહ્યું કે અમારો પ્રાથમિક ઉદ્દેશ્ય અમારા કર્મચારીઓને માનસિક રીતે સ્વસ્થ રાખવાનો છે. સતત બીજા વર્ષે અમે કર્મચારીઓ માટે 11 દિવસના બ્રેકની જાહેરાત કરી છે. આગામી તહેવારો પછી, મીશોના કર્મચારીઓ 22 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધીની રજાઓનો ઉપયોગ તેમના માનસિક થાકને દૂર કરવા માટે કરી શકશે. કર્મચારીઓ આ રજાઓનો ઉપયોગ તેમના પરિવાર સાથે સમય પસાર કરવા, ક્યાંક મુસાફરી કરવા માટે કરી શકે છે.

મીશોના ફાઉન્ડર અને સીઈઓ વિદિત અત્રેએ પણ આ અંગે ટ્વિટ કર્યું છે, જેમાં તેણે કહ્યું છે કે અવકાશયાત્રીઓને પણ બ્રેકની જરૂર છે અને કંપનીમાં ‘મૂનશોટ મિશન’ પર કામ કરતા લોકોને પણ. અગાઉ મીશોએ અનંત કલ્યાણ વેકેશન, પેરેંટલ લીવના 30 અઠવાડિયાની જાહેરાત કરી હતી.

આ પણ વાંચોઃ Manish Sisodia at Becharaji Public Talk: મનીષ સિસોદિયાએ બેચરાજીમાં જનસંવાદને સંબોધિત કર્યું, ગુજરાત સરકાર વિશે કહી આ વાત

Gujarati banner 01