Manish Sisodia at Becharaji Public Talk

Manish Sisodia at Becharaji Public Talk: મનીષ સિસોદિયાએ બેચરાજીમાં જનસંવાદને સંબોધિત કર્યું, ગુજરાત સરકાર વિશે કહી આ વાત

Manish Sisodia at Becharaji Public Talk: જો દિલ્હીમાં સારી શાળાઓ હોઈ શકે, મોહલ્લા ક્લિનિક હોઈ શકે, વીજળી ફ્રી હોઈ શકે, પંજાબમાં પણ હોઈ શકે, તો ગુજરાતમાં કેમ ન હોઈ શકે?: મનીષ સિસોદિયા

  • દિલ્હીમાં તમારા સંબંધીને પૂછવું કે કેજરીવાલજીએ કામ કર્યું છે કે નહીં? પછી મત આપજો : મનીષ સિસોદિયા
  • ગુજરાતમાં ડબલ એન્જિનની સરકાર નથી પરંતુ ડબલ ચોરીની સરકાર છેઃ મનીષ સિસોદિયા

અમદાવાદ, 22 સપ્ટેમ્બર: Manish Sisodia at Becharaji Public Talk: દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા ગઈ કાલે તેમની છ દિવસની મુલાકાત માટે અમદાવાદ પહોંચ્યા હતા. અને પછી હિંમતનગરથી મનીષ સિસોદિયાએ ‘બસ, હવે પરિવર્તન જોઈએ’ યાત્રાની શરૂઆત કરી હતી. આ જ અનુક્રમમાં આજે મનીષ સિસોદિયાએ મહેસાણામાં ‘બસ, હવે પરિવર્તન જોઈએ’ યાત્રામાં ભાગ લીધો હતો. મહેસાણા બાદ મનીષ સિસોદિયા પ્રખ્યાત બહુચરાજી મંદીરમાં બહુચરમાં ના દર્શન કરવા પહોંચ્યા હતાં. બહુચરમાંના દર્શન કર્યા બાદ મનીષ સિસોદિયા બેચરાજીમાં જન સંવાદ કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યા હતા.

ગુજરાતમાં ડબલ એન્જિનની સરકાર નથી પરંતુ ડબલ ચોરીની સરકાર છેઃ મનીષ સિસોદિયા

જ્યારે કોઈ માણસ નાહવા માટેનો સાબુ ખરીદવા જાય છે ત્યારે તેના પર ટેક્સ આપીને આવે છે. ઘરમાં ચા બનાવવા માટે ચાની પત્તી, મીઠું અને દૂધ ખરીદીને લાવે છે, તેના પર પણ ટેક્સ ભરીને આવે છે, એવું નથી કે તે મફતમાં માંગે છે. સામાન્ય માણસ આ ટેક્સ કેમ આપે છે? મીઠા પર ટેક્સ છે, દૂધ પર ટેક્સ છે, દહીં પર ટેક્સ છે, સાબુ પર ટેક્સ છે, નાહવાથી લઇને રાતની વીજળીની સ્વીચ ઓન કરે છે તેના પર ટેક્સ આપે છે, તમે રાત્રે ઇલેક્ટ્રિક બલ્બ બંધ કરીને સુઈ જાઓ છો, પરંતુ પંખો ચાલુ હોય તો પણ સરકાર તમારી પાસેથી ટેક્સ વસુલે છે, એવું ન વિચારતા કે તમે ક્યારેય સરકારને ટેક્સ નથી આપતા. અહીં બેઠેલો દરેક વ્યક્તિ, ગરીબથી ગરીબ વ્યક્તિ સરકારને ટેક્સ ભરે છે અને તેના બદલે અમારે સરકારને કહેવું છે કે, મારા બાળકોને સારી સરકારી શાળાઓ આપો, તે ભીખ નથી માંગી રહ્યો, તે પોતાનો અધિકાર માંગી રહ્યો છે. અહીં બેઠેલો સૌથી ગરીબથી ગરીબ માણસ ટેક્સ ભરે છે અને તેના બદલામાં જો તે સરકારને કહે છે કે મારે હોસ્પિટલ જોઈએ છે તો સરકાર તેમના પર કોઈ ઉપકાર નથી કરી રહી, તેનો હક છે અને તેથી જ તે ટેક્સ ભરી રહ્યો છે. આ લોકો કહી રહ્યા છે કે, મફત ની રેવડી, મફતની રેવડી આપીને સરકારને લૂંટી લેશે. લોકો અમને કહેતા હતા કે તમે મોટી મોટી વાત કરો છો, પણ પૈસા ક્યાંથી લાવશો? પરંતુ અમે ટેક્સના પૈસા ઈમાનદારીથી ખર્ચવાનું શરૂ કર્યું તો કોઈ પણ નવો ટેક્સ લગાવ્યા વિના પહેલા 30000 કરોડનો ટેક્સ જમા થતો હતો, હવે તે 75000 કરોડ જમા થાય છે. અમે ઈમાનદારીથી ટેક્સ વસૂલ્યો અને ચોરી અટકાવી. અને જ્યાં સુધી હું જાણું છું ત્યાં સુધી ગુજરાતમાં ડબલ એન્જિનની સરકાર નથી પરંતુ ડબલ ચોરીની સરકાર છે.

Advertisement

આ પણ વાંચોઃ Small villages will be included in the municipality: નાના અને બેરૂ ગામોનો નખત્રાણા નગરપાલિકામાં સમાવેશ, રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય

દિલ્હીમાં શિક્ષણ પર એટલું શાનદાર કામ થયું છે કે દિલ્હીની સરકારી શાળાઓ ખાનગી શાળાઓ કરતાં વધુ શાનદાર બની છે: મનીષ સિસોદિયા

દિલ્હીમાં 5 વર્ષમાં એટલું કામ થયું કે અરવિંદ કેજરીવાલ દેશના પહેલા નેતા છે જે બીજી ચૂંટણી વખતે જનતામાં ગયા અને કહ્યું કે મેં કામ કર્યું છે તો મને વોટ આપો નહીંતર વોટ ન આપો. ભાજપના કોઈ મંત્રીની હિંમત નથી કે તે જનતાની સામે આવીને કહે કે કામ કર્યું હોય તો જ મત આપો. દિલ્હીમાં શિક્ષણ પર એટલું શાનદાર કામ થયું છે કે દિલ્હીની સરકારી શાળાઓ ખાનગી શાળાઓ કરતાં વધુ શાનદાર બની છે. શિક્ષણ એટલું સારું થઈ ગયું છે કે ખાનગી શાળાના બાળકોને મેડિકલ અને આઈઆઈટીના શિક્ષણ માટે કોટા જવું પડે છે અને સ્લીપર બનાવવાની ફેક્ટરીમાં કામ કરતા રોજીરોટી મજૂરનો પુત્ર અરવિંદ કેજરીવાલના કારણે ભણીને આઈઆઈટીમાં એડમિશન લે છે. ઈસ્ત્રીવાળાનો પુત્ર આઈઆઈટી મુંબઈમાં એરોનોટિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરે છે. જેના માતા-પિતાનું અવસાન થયું છે અને તેનો ભાઈ તેને મજૂરી કરીને તેને ભણાવતો હતો, તે દીકરો આજે AIIMSમાં ભણે છે. અરવિંદ કેજરીવાલજીએ આ બતાવ્યું છે. જ્યારે તે ડોક્ટર બનશે ત્યારે તેની માસિક આવક ત્રણથી ચાર લાખ રૂપિયા હશે. ખાનગી શાળાઓની ફી વધારી શકે એ કામ અરવિંદ કેજરીવાલએ કરી બતાવ્યું છે.

Advertisement

આ પણ વાંચોઃ This university will be built in Kutch: કચ્છ ખાતે પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલયની સ્થાપના કરાશે : કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલ

Gujarati banner 01