S Jaishankar address to the UN 2022

S Jaishankar address to the UN 2022: સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠકમાં વિદેશ મંત્રીએ ભારતની નીતિ વિશે કરી વાત, યુક્રેનની સ્થિતિને ચિંતાજનક ગણાવી

S Jaishankar address to the UN 2022: આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બદલે વિદેશ મંત્રી જયશંકરે અમેરિકાના ન્યુયોર્કમાં ચાલી રહેલા UNGAના 77માં સત્રમાં ભાગ લીધો છે.

નવી દિલ્હી, 23 સપ્ટેમ્બરઃ S Jaishankar address to the UN 2022: ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે યુએન (UN)માં પોતાના સંબોધન દરમિયાન યુક્રેનની સ્થિતિ માત્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે ચિંતાનો વિષય હોવાનો મત દર્શાવ્યો હતો. તેમણે યુક્રેનની ધરતી પર જે સ્થિતિ પ્રવર્તી છે તેને ચિંતાજનક ગણાવી હતી. 

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠકમાં વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું હતું કે, ‘યુક્રેન યુદ્ધ તમામ આંતરરાષ્ટ્રીય સમુદાયો માટે ચિંતાનો વિષય છે. ભારત હંમેશા વાતચીત અને કૂટનીતિ દ્વારા આ યુદ્ધને સમાપ્ત કરવાની અપીલ કરતું આવ્યું છે.’

વિદેશ મંત્રી એસ જયશંકર યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી (UNGA)ની બેઠકમાં ભાગ લેવા માટે યુએસએના પ્રવાસે છે. આ દરમિયાન તેમણે અફઘાનિસ્તાનમાંથી ભારતીયોને બહાર કાઢવાના ઓપરેશન દેવી શક્તિની કેટલીક યાદો શેર કરી હતી.

જયશંકરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તેમના કામ પ્રત્યેની સંવેદનશીલતા અને સમર્પણનો ઉલ્લેખ કરતો કિસ્સે સંભળાવ્યો હતો. વિદેશ મંત્રીએ કહ્યું- અડધી રાત થઈ ગઈ હતી, મને વડાપ્રધાન મોદીનો ફોન આવ્યો. તેમનો પહેલો પ્રશ્ન હતો, “જાગો છો શું. મેં તેમને કહ્યું કે ભારતીયો સુધી પહોંચવામાં આવી રહેલી મદદ રસ્તામાં છે. તે પછી વડાપ્રધાને મને કહ્યું કે જ્યારે તે મદદ પહોંચી જાય ત્યારે મને ફોન કરજો.” જયશંકરે કહ્યું કે તેમનો આ ગુણ જ તેમને અન્યોથી અલગ પાડે છે.

જયશંકર ન્યૂયોર્કમાં આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં ‘મોદી @ 20: ડ્રીમ્સ મીટ ડિલિવરી’ પુસ્તક પર ચર્ચા કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે ઓપરેશન દેવી શક્તિનો ઉલ્લેખ કર્યો. આ ઓપરેશન હેઠળ અફઘાનિસ્તાનમાંથી ભારતીયોને પરત લાવવામાં આવ્યા હતા. તાલિબાનોએ 15 ઓગસ્ટે કાબુલ પર કબજો કર્યા બાદ કેટલાક ભારતીયો ત્યાં ફસાયા હતા. ભારત સરકાર તેમને બહાર કાઢવા માટે સતત પ્રયાસ કરી રહી હતી.

આ પણ વાંચોઃ 11 day mental wellness leave: ભારતની કંપનીએ કર્મચારીઓ માટે 11 દિવસની રજા જાહેર કરી- જાણો શું છે કારણ?

આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બદલે વિદેશ મંત્રી જયશંકરે અમેરિકાના ન્યુયોર્કમાં ચાલી રહેલા UNGAના 77માં સત્રમાં ભાગ લીધો છે. તેઓ અહીં 24 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ થોડા સમય પહેલા યુએનને આપેલા 5-S ફોર્મ્યુલા પર વિગતવાર વાત કરશે. પીએમ મોદીના મતે 5-S ફોર્મ્યુલાના તત્વો સન્માન (Respect), સંવાદ (Dialogue), સહયોગ (Cooperation), શાંતિ (Peace) અને સમૃદ્ધિ (Prosperity) છે.

ઉલ્લેખનીય છે કે, જનરલ એસેમ્બલી એ સંયુક્ત રાષ્ટ્રના છ મુખ્ય અંગોમાંથી એક છે. સંયુક્ત રાષ્ટ્રના તમામ 193 સભ્યો સમાન અધિકારો અને જવાબદારીની સાથે તેનો એક ભાગ છે. યુએનનું બજેટ, સુરક્ષા પરિષદનું સભ્યપદ, અસ્થાયી સભ્યોની નિમણૂક જેવા તમામ કામ જનરલ એસેમ્બલીની જવાબદારી છે.

આ પણ વાંચોઃ Rain forecast with thunderstorms: ગુજરાતમાં જતાં જતાં પણ મેઘરાજા વરસી જશે, વાવાઝોડા સાથે વરસાદની આગાહી- વાંચો વિગત

Gujarati banner 01