Air to water machine

Air-to-water machine: એર-ટુ-વોટર મશીન લોન્ચ, ઇઝરાયેલની કંપની Watergenએ ભારતમાં રજૂ કરી પ્રોડક્ટ, જાણો તેના ફીચર્સ

Air-to-water machine: ઇઝરાયેલની કંપની Watergenએ ભારતમાં AWG પ્રોડક્ટ્સ રજૂ કરી છે. તેની મદદથી હવા દ્વારા પાણી તૈયાર કરી શકાય છે. સાથે કંપનીના ઘણા ઉત્પાદનો ભારતમાં લોન્ચ કરવામાં આવ્યા છે.

નવી દિલ્હી, 27 મેઃ Air-to-water machine: હવે પીવાનું પાણી હવા દ્વારા પણ પેદા કરી શકાશે. આ હવે માત્ર એક આડિયા નથી રહ્યો.. ઇઝરાયેલની કંપની Watergenએ તેનું એક મશીન ભારતમાં રજૂ કર્યું છે. આ માટે કંપનીએ SMV જયપુરિયા ગ્રુપ સાથે ભાગીદારી કરી છે.

આ ભાગીદારી સાથે કંપની ભારતમાં ઘણી સીરીઝમાંમાં એટમોસ્ફેરિક વોટર જનરેટર્સ (AWG) ઉત્પાદનો રજૂ કરશે. આ મશીન આસપાસની હવામાંથી મિનરલાઇજ, સેફ ડ્રિકિંગ વોટર બનાવે છે. કંપનીએ કહ્યું છે કે તે ઓપરેશન શરૂ થયાના એક વર્ષની અંદર ભારતમાં મેન્યુફેક્ચરિંગ યુનિટ શરૂ કરશે.

કંપનીએ Watergen ઉત્પાદનોની વિશાળ શ્રેણીનું પ્રદર્શન પણ કર્યું. આમાં Genny, Gen-M1, Gen-M Pro અને Gen-Lનો સમાવેશ થાય છે. આ ઉત્પાદનોની ક્ષમતા દરરોજ 30 લિટરથી લઈને 6,000 લિટર સુધીની છે. કંપનીએ અત્યારે તેની કિંમત અંગે કોઈ માહિતી આપી નથી.

આ પણ વાંચોઃ Bharat Drone Mahotsav: ભારતનો સૌથી મોટો ‘ડ્રોન ફેસ્ટિવલ’, PM મોદીના હસ્તે ઉદ્ઘાટન

એવું માનવામાં આવે છે કે તેની કિંમત 2.5 લાખ રૂપિયાથી શરૂ થઈ શકે છે. કંપનીએ કહ્યું કે આ ઉત્પાદનો શાળાઓ, હોસ્પિટલો, ઉદ્યાનો, ઘરો, ઓફિસો, રિસોર્ટ્સ, બાંધકામ સ્થળો, ગામડાં, રહેણાંક મકાનો અને અન્ય સ્થળોએ ઘણો ઉપયોગ થશે. જ્યાં પીવાના પાણીની જરૂર છે. તે હવામાં રહેલા ભેજનો ઉપયોગ કરીને પાણી બનાવે છે.

આ ડિવાઈસમાં પ્લગ એન્ડ પ્લે ટેક્નોલોજી આપવામાં આવી છે. આ સાથે તમે કોઈપણ વીજળી કનેક્શન અથવા કોઈપણ વૈકલ્પિક ઉર્જા સ્ત્રોત સાથે ઇન્સ્ટોલ કરી શકો છો. આ પ્રોડક્ટ રજૂ કરવાના પ્રસંગે, Watergen ઈન્ડિયાના સીઈઓ મયાન મુલ્લાએ કહ્યું કે તેઓ બધા માટે સિક્યોર મિનરલાઇજ પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવા માંગે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે પેટન્ટ જીનિયસ ટેક્નોલોજી સાથે તેઓ પાણીની બેસ્ટ ક્વોલિટી સાથે ભારતમાં ઔદ્યોગિક અને ગ્રાહક માંગને પહોંચી વળવા માંગે છે. SMV જયપુરિયા ગ્રુપના ડાયરેક્ટર ચૈતન્ય જયપુરિયાએ જણાવ્યું હતું કે ભારતમાં મોટાભાગના લોકો સ્વચ્છ અને કુદરતી પાણી મેળવવામાં સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આ નવીન ટેક્નોલોજી તેમના માટે ગેમ ચેન્જિંગ સોલ્યુશન બની જશે…(સોર્સઃ ન્યુઝ રીચ)

આ પણ વાંચોઃ New rules for depositing and withdrawing money: બદલાયા બેન્કિંગ નિયમો, વર્ષમાં 20 લાખથી વધુ ઉપાડ-જમા પર પાન અને આધાર ફરજિયાત

Gujarati banner 01