Bharat Drone Mahotsav

Bharat Drone Mahotsav: ભારતનો સૌથી મોટો ‘ડ્રોન ફેસ્ટિવલ’, PM મોદીના હસ્તે ઉદ્ઘાટન

Bharat Drone Mahotsav: ભારત ડ્રોન મહોત્સવ 2022નું આયોજન થયું છે આ બે દિવસીય કાર્યક્રમનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે.

નવી દિલ્હી, 27 મેઃ Bharat Drone Mahotsav: દેશનો સૌથી મોટો ડ્રોન ફેસ્ટિવલ 27 અને 28 મેના રોજ મળી રહ્યો છે. આ ડ્રોન ફેસ્ટિવલનું આયોજન નવી દિલ્હીના પ્રગતિ મેદાનમાં થઈ રહ્યું છે. ઉદ્દઘાટન પ્રસંગે પીએમ મોદીની ખેડૂતો ડ્રોન પાઇલટ્સ સાથે વાતચીત અને ડ્રોનનું પ્રદર્શન..   

ઈન્ડિયા ડ્રોન ફેસ્ટિવલ 2022 શુક્રવારે સવારથી શરૂ.. વડાપ્રધાન કાર્યાલય (PMO)એ આ અંગે માહિતી આપી છે. નિવેદન અનુસાર, ખેડૂત ડ્રોન પાઇલોટ્સ સાથે વાતચીત કરવા ઉપરાંત, પીએમ મોદી ડ્રોન પ્રદર્શનના સાક્ષી બની રહ્યાં છે અને ડ્રોન પ્રદર્શન કેન્દ્રમાં સ્ટાર્ટઅપ્સ સાથે વાર્તાલાપનું આયોજન

ભારત ડ્રોન ફેસ્ટિવલ 2022 માં સરકારી અધિકારીઓ, વિદેશી રાજદ્વારીઓ, સશસ્ત્ર દળો, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો, જાહેર ક્ષેત્રના ઉપક્રમો, ખાનગી કંપનીઓ અને ડ્રોન સ્ટાર્ટઅપ્સ સહિત 1,600 થી વધુ પ્રતિનિધિઓ હાજર રહેશે.

Advertisement

આ પણ વાંચોઃ New rules for depositing and withdrawing money: બદલાયા બેન્કિંગ નિયમો, વર્ષમાં 20 લાખથી વધુ ઉપાડ-જમા પર પાન અને આધાર ફરજિયાત

આ ફેસ્ટિવલમાં ડ્રોન પાયલોટ સર્ટિફિકેટ, પ્રોડક્ટ લૉન્ચ, પેનલ ડિસ્કશન, ફ્લાઇંગ ડેમોસ્ટ્રેશન, મેડ ઇન ઇન્ડિયા ડ્રોન ટેક્સી પ્રોટોટાઇપ અને વધુ માટે વર્ચ્યુઅલ એવોર્ડ પણ એનાયત.. તમને જણાવી દઈએ કે ભારતમાં ડ્રોનનો ઉપયોગ ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે.

થોડા સમય પહેલા ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું હતું કે ભારતને 1 લાખ ડ્રોન પાઇલટ્સની જરૂર છે. આ માટે ડ્રોન પાઇલોટિંગનો કોર્સ સસ્તો હશે. તેમણે કહ્યું હતું કે વર્ષ 2030 સુધીમાં ભારત વિશ્વનું ડ્રોન હબ બની શકે છે. તેમણે કહ્યું કે ખેતીથી લઈને ખાણકામ, સુરક્ષા અને અન્ય ઘણા ક્ષેત્રોમાં ડ્રોનનો ઉપયોગ કરી શકાય છે. તેના દ્વારા ખેડૂતો તેમના ખેતરોમાં જંતુનાશક દવાનો છંટકાવ પણ કરી શકે છે. હાલના સમયમાં ડ્રોનનો ઉપયોગ વધ્યો છે.(સોર્સઃ ન્યુઝ રીચ)

Advertisement

આ પણ વાંચોઃ Lion habitat: માત્ર ગીર નહીં, હવે બરડો પણ સિંહ નિવાસ : બરડામાં `વનરાજ’ : હાલ બરડામાં પાંચ સિંહ

Gujarati banner 01