Anil ambani shipyard company sold

Income tax dept issued notice to Anil Ambani: અનિલ અંબાણીને આવકવેરા વિભાગે 420 કરોડની ટેક્સ માટે આપી નોટિસ

Income tax dept issued notice to Anil Ambani: આવકવેરા વિભાગે બે સ્વિસ બેંક ખાતાઓમાં 814 કરોડ રૂપિયાથી વધુની અઘોષિત સંપત્તિ પર 420 કરોડ રૂપિયાની કરચોરીને લઈને આ માંગણી કરી છે.

બિઝનેસ ડેસ્ક, 25 ઓગષ્ટઃ Income tax dept issued notice to Anil Ambani: રિલાયન્સ ગૃપના ચેરમેન અનિલ અંબાણીના ખરાબ દિવસો પૂરા થવાનું નામ નથી લઈ રહ્યા. ત્યારે હવે અનિલ અંબાણી પર કાળા નાણાનો કાયદો કડક થઈ રહ્યો છે. આવકવેરા વિભાગે અનિલ અંબાણીની સામે કેસ ચલાવવાની પરવાનગી માંગી છે. આવકવેરા વિભાગે બે સ્વિસ બેંક ખાતાઓમાં 814 કરોડ રૂપિયાથી વધુની અઘોષિત સંપત્તિ પર 420 કરોડ રૂપિયાની કરચોરીને લઈને આ માંગણી કરી છે.

10 વર્ષ સુધીની થઈ શકે છે જેલ

સૂત્રો અનુસાર, આવકવેરા વિભાગે આરોપ લગાવ્યો છે કે, અનિલ અંબાણીએ જાણીજોઈને કરચોરી કરી છે. વિભાગના જણાવ્યા અનુસાર, અંબાણીએ સારી રીતે વિચારેલી વ્યૂહરચના હેઠળ વિદેશી બેંક ખાતામાં જમા થયેલી રકમ વિશે ભારતીય કર સત્તાવાળાઓને જાણ કરી ન હતી. આ સંદર્ભમાં ઓગસ્ટની શરૂઆતમાં અનિલ અંબાણીને કારણ બતાવો નોટિસ પણ જારી કરવામાં આવી હતી. વિભાગના જણાવ્યા અનુસાર, અનિલ અંબાણી પર બ્લેક મની (અનડિસક્લોઝ્ડ ફોરેન ઈન્કમ એન્ડ એસેટ્સ) ઈમ્પોઝિશન ઓફ ટેક્સ એક્ટ 2015ની કલમ 50 અને 51 હેઠળ કાર્યવાહી થઈ શકે છે, જેમાં દંડ સાથે વધુમાં વધુ 10 વર્ષની જેલની સજાની જોગવાઈ છે.

આ પણ વાંચોઃ Happy bhavsar passed away: જાણીતી ગુજરાતી અભિનેત્રી હેપ્પી ભાવસાર નાયકનું થયુ દુઃખદ અવસાન, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકની લાગણી

જાણી જોઈને વિદેશી સંપત્તિ છુપાવવાનો આરોપ

અનિલ અંબાણીને આપવામાં આવેલી નોટિસમાં આવકવેરા વિભાગે તેમને 31 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવા જણાવ્યું છે. જ્યારે PTIએ આ અંગે અનિલ અંબાણીની ઓફિસનો સંપર્ક કર્યો તો ત્યાંથી કોઈ જવાબ મળ્યો ન હતો. અંબાણી પર આકારણી વર્ષ 2012-13 (AY13) થી 2019-20 (AY20) સુધી વિદેશમાં રાખવામાં આવેલી અઘોષિત સંપત્તિ પર કરચોરી કરવાનો આરોપ છે. આવકવેરા વિભાગની સૂચના અનુસાર, અધિકારીઓને જાણવા મળ્યું કે અંબાણી બહામાસ સ્થિત કંપની ડાયમંડ ટ્રસ્ટ અને નોર્ધન એટલાન્ટિક ટ્રેડિંગ અનલિમિટેડના આર્થિક યોગદાનકર્તા અને લાભકારી માલિક છે. ઉત્તરી એટલાન્ટિક ટ્રેડિંગ અનલિમિટેડ બ્રિટિશ વર્જિન ટાપુઓમાં નોંધાયેલ છે, જે કરચોરી માટેનું આશ્રયસ્થાન છે.

આવકવેરા વિભાગને મળી છે આ વિગતો 

બહામાસ બેસ્ડ+ ટ્રસ્ટના કિસ્સામાં, આવકવેરા વિભાગને જાણવા મળ્યું કે તે ડ્રીમવર્ક હોલ્ડિંગ્સ ઇન્ક નામની કંપની ચલાવે છે. આ કંપનીએ સ્વિસ બેંકમાં ખાતું ખોલાવ્યું છે, જેમાં 31 ડિસેમ્બર, 2017ના રોજ 32,095,600 ડોલર જમા થયા હતા. નોટિસ મુજબ, ટ્રસ્ટને 25,040,422 ડોલરનું પ્રારંભિક ભંડોળ પ્રાપ્ત થયું હતું. વિભાગનું કહેવું છે કે, આ ભંડોળ અનિલ અંબાણીના અંગત ખાતામાંથી મોકલવામાં આવ્યું હતું. અંબાણીએ 2006માં ટ્રસ્ટ ખોલવા માટે KYC દરમિયાન પોતાનો પાસપોર્ટ આપ્યો હતો. તેમના પરિવારના સભ્યો પણ આ ટ્રસ્ટના લાભાર્થીઓમાં સામેલ છે.

અનિલ અંબાણીએ કરોડોનો ચૂકવવો પડશે ટેક્સ 

તે જ સમયે, જુલાઈ 2010 માં બ્રિટિશ વર્જિન ટાપુઓમાં નોંધાયેલ એક કંપનીએ પણ ઝ્યુરિચની બેંક ઓફ સાયપ્રસમાં ખાતું ખોલ્યું. વિભાગનું કહેવું છે કે અનિલ અંબાણી આ કંપની અને કંપનીના ભંડોળના અંતિમ લાભાર્થી માલિક છે. આ કંપનીને 2012 માં બહામાસમાં નોંધાયેલી કંપની PUSA તરફથી $100 મિલિયન મળ્યા હતા. અનિલ અંબાણીએ તે ફંડ સેટલ કર્યું હતું અને તેના લાભાર્થી હતા. ટેક્સ અધિકારીઓના જણાવ્યા અનુસાર, બંને સ્વિસ બેંક ખાતામાં જમા થયેલી કુલ રકમ 814 કરોડ રૂપિયા છે અને તેના પર 420 કરોડ રૂપિયાની ટેક્સ જવાબદારી સર્જાઈ છે.(સોર્સઃ ન્યુઝ રીચ)

આ પણ વાંચોઃ Numerology: આ તારીખોમાં જન્મેલા લોકોને ગુરુવારે સારા સમાચાર મળશે, આવકમાં વધારો થઈ શકે

Gujarati banner 01