Zee merger with Sony

Zee merger with Sony: ઝીનું સોની સાથે મર્જર થતાં દેશને સૌથી મોટું મનોરંજન નેટવર્ક મળશે, નવી કંપનીનું માર્કેટકેપ ૭૦,૦૦૦ કરોડથી પણ વધારે

Zee merger with Sony: મર્જર થયેલા એકમના એમડી અને સીઇઓ તરીકે પુનિત ગોયેન્કા જારી રહેશે. મર્જર  એકમમાં સોની ઇન્ડિયાના પ્રમોટરો પાસે બોર્ડના બહુમતી ડિરેક્ટરો નીમવાનો અધિકાર રહેશે

બિઝનેસ ડેસ્ક, 23 સપ્ટેમ્બરઃ Zee merger with Sony: મનોરંજન ક્ષેત્રે અગ્રણી ઝી અને સોની ઇન્ડિયાનું મર્જર થવાના લીધે દેશનું સૌથી મોટું મનોરંજન નેટવર્ક અસ્તિત્વમાં આવ્યું છે. આ મર્જર પછી બનેલી નવી કંપનીમાં સોનીનો હિસ્સો ૫૨.૯૩ ટકા હશે અને ઝીનો હિસ્સો ૪૭.૦૭ ટકા હશે. મર્જર થયેલા એકમના એમડી અને સીઇઓ તરીકે પુનિત ગોયેન્કા જારી રહેશે. મર્જર  એકમમાં સોની ઇન્ડિયાના પ્રમોટરો પાસે બોર્ડના બહુમતી ડિરેક્ટરો નીમવાનો અધિકાર રહેશે. નવી કંપનીમાં મોટાભાગના ડિરેક્ટરોની નિમણૂક સોની દ્વારા કરવામાં આવશે. મર્જર સાથે નવા એકમની આવક ૧૩,૬૦૦ કરોડથી વધારે અને કર્મચારીઓની સંખ્યા ચાર હજારથી વધારે થશે.

બંને કંપની(Zee merger with Sony)ઓ વચ્ચે થયેલા કરારના ભાગરુપે ઝીના પ્રમોટર કુટુંબને ઝીમાં તેનો હાલનો ૩.૯૯ ટકા હિસ્સો નવા એકમમાં વધારીને ૨૦ ટકા સુધી પણ લઈ જવા દેવાની છૂટ આપવામાં આવી છે. ઝી અને એસપીએનના ઇક્વિટી મૂલ્યના વર્તમાન અંદાજોના આધારે સાંકેતિક મર્જર રેશિયો ઝીની તરફેણમાં ૬૧.૨૫ ટકા જેટલો છે. નવી કંપનીનું માર્કેટકેપ ૭૦,૦૦૦ કરોડથી પણ વધારે હશે. ઝીનું માર્કેટકેપ બુધવારે ૩૨,૩૫૦ કરોડ હતું. 

આ પણ વાંચોઃ Covishield: બ્રિટને કોવિશિલ્ડને માન્ય રાખી પરંતુ ભારત હજુ પણ દેશોની યાદીમાં અમાન્ય- વાંચો વિગત

આ મર્જર(Zee merger with Sony)ના પગલે જાપાનીઝ બહુરાષ્ટ્રીય કંપની સોની કોર્પની પેટા કંપની સોની પિક્ચર્સ નેટવર્ક્સ ઇન્ડિયા (સોની) ઝીમાં બહુમતી શેરધારક બની ગઈ છે. આ મર્જરની ખાસિયત એ છે કે એસપીએનના શેરધારક મર્જરના ભાગરુપે વૃદ્ધિ માટે મૂડી ઠાલવશે. આ રકમ ૧.૫૭૫  અબજ ડોલર એટલે કે ૧૧,૬૧૫ કરોડ જેટલી હશે. નવી કંપની પાસે બંનેની થઈને કુલ ૭૫ ટીવી ચેનલો, બે વિડીયો સ્ટ્રીમિંગ સર્વિસિઝ (ઝી ફાઇવ અને સોની લિવ) તેમજ ડિજિટલ કન્ટેન્ટ સ્ટુડિયો (સ્ટુડિયો નેકસ્ટ) રહેશે. આ કંપની ભારતમાં સ્ટાર અને ડિઝની ઇન્ડિયા કરતાં પણ મોટી મનોરંજન કંપની બની જશે.  આના લીધે ચંદ્રા કુટુંબને એસ્સેલ જૂથ પર ઋણબોજ હળવો કરવામાં મદદ મળશે. 

ઉલ્લેખનીય છે કે સુભાષચંદ્રા ૨૦૧૯થી ઝી માટે ખરીદદારોની શોધમાં હતા. સોની ત્રણ શોર્ટલિસ્ટેડ થયેલી કંપનીમાં એક હતી જેની સાથે તેમની મંત્રણા ચાલતી હતી. જો કે મૂલ્યના અંગે મતભેદના લીધે મંત્રણા નિષ્ફળ નીવડી હતી. છેવટે ચંદ્રાએ ઝીમાં તેનો ૧૧ ટકા હિસ્સો ઇન્વેસ્કોને વેચી દીધો હતો. આમ ઇન્વેસ્કો ઝીમાં ૧૭.૮૮ ટકા હિસ્સા સાથે સૌથી મોટી શેરધારક બની ગઈ હતી. 

આ પણ વાંચોઃ PM modi arrives in washington: વોશિંગટન પહોચ્યા પીએમ મોદી, એયરપોર્ટથી હોટલ સુધી જોરદાર સ્વાગત, વરસાદમાં પણ ઉભા રહ્યા લોકો

મર્જરના  સમાચારના પગલે બુધવારે ઝીનો શેર મંગળવારના બંધ ૨૫૫.૭૦ સામે ૨૮૧.૨૫ પર ખૂલ્યો હતો અને રુ. ૩૫૫ની ઊંચી સપાટી બનાવીને રુ. ૩૩૬.૮૦ પર બંધ આવ્યો હતો. આમ તેણે દિવસ દરમિયાન ૮૧.૧૦ રુપિયાનો એટલે કે ૩૧.૭૨ ટકાનો વધારો નોંધાવ્યો હતો. ઝી(Zee merger with Sony)નું માર્કેટ કેપ પણ અગાઉના દિવસના ૨૪,૬૫૦ કરોડથી વધીને ૩૨,૩૫૦ કરોડ થઈ ગયું હતું. આમ તેનું માર્કેટકેપ એક જ દિવસમાં આઠ હજાર કરોડ જેટલું વધ્યું હતું.

  • ઝીના માર્કેટકેપમાં એક જ દિવસમાં આઠ હજાર કરોડનો વધારો ઃ પુનિત ગોયેન્કા નવા એકમના એમડી-સીઇઓ હશે
  • સોની ૧૧,૬૧૫ કરોડનું નવું રોકાણ લાવશે, બોર્ડમાં બહુમતી ડિરેક્ટરો નીમવાનો અધિકાર પણ હવેથી સોની પાસે 
  • મર્જર બાદ કંપનીમાં(Zee merger with Sony)સોની ઇન્ડિયાના શેરધારકોની માલિકી ૫૨.૯૩ ટકા અને ઝીની ૪૭.૦૭ ટકા હશે
  • નવી કંપની પાસે ૭૫ ટીવી ચેનલો, બે વિડીયો સ્ટ્રીમિંગ સર્વિસીઝ તેમજ ડિજિટલ કન્ટેન્ટ સ્ટુડિયો હશે
Whatsapp Join Banner Guj