PM modi

PM modi arrives in washington: વોશિંગટન પહોચ્યા પીએમ મોદી, એયરપોર્ટથી હોટલ સુધી જોરદાર સ્વાગત, વરસાદમાં પણ ઉભા રહ્યા લોકો

PM modi arrives in washington: એયરપોર્ટ પર પીએમ મોદીના સ્વાગત માટે અમેરિકી વિદેશ મંત્રાલયના અનેક અધિકારી પહોચ્યા.

વોશિંગ્ટન, 23 સપ્ટેમ્બરઃ PM modi arrives in washington: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુરૂવારે પોતાના ત્રણ દિવસીય અમેરિકી પ્રવાસ માટે વોશિંગટન પહોંચ્યા છે. વોશિંગટનમાં પીએમ મોદીનુ જોરદાર સ્વાગત જોવા મળ્યુ. એયરપોર્ટ પર પીએમ મોદીના સ્વાગત માટે અમેરિકી વિદેશ મંત્રાલયના અનેક અધિકારી પહોચ્યા.

બીજી બાજુ ભારતના અમેરિકામાં રાજદૂત તરણજીત સિંહ સંઘુ પણ હવાઈમથક પર હાજર હતા. પીએમ મોદીના આવવાની ખુશીમાં હવાઈમથક્પર 100થી વધુ ભારતીય સમુહના લોકો પણ પહોંચ્યા હતા

પોતાના આ પ્રવાસ પર પીએમ મોદી સંયુક્ત મહાસભાને સંબોધિત કરશે અને ક્વાડ દેશોના નેતાઓ સાથે બેઠક કરશે.આ ઉપરાંત પીએમ મોદી વ્હાઈટ હાઉસમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન સાથે દ્વિપક્ષીય વાર્તા પણ કરશે.

આ પણ વાંચોઃ Shradh niyam: શ્રાદ્ધમાં આ નિયમોનુ કરશો પાલન તો પિતૃઓનો મળશે આશીર્વાદ

પીએમ મોદી વોશિંગ્ટન પહોંચ્યા કે તરત જ ભારતીય સમુદાયના લોકોએ સૂત્રોચ્ચાર શરૂ કર્યા. ખાસ વાત એ હતી કે વરસાદ હોવા છતાં ભારતીય-અમેરિકન પીએમ મોદીની રાહ જોતા રહ્યા. આ લોકોને મળવા માટે પીએમ મોદી ખાસ તેમની કારમાંથી નીચે ઉતર્યા હતા.એમ મોદી વ્હાઈટ હાઉસમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન સાથે દ્વિપક્ષીય વાર્તા પણ કરશે.

Whatsapp Join Banner Guj