670504da 74e2 457a a054 b9c406b9a55b

Vadodra rape case: આરોપી અશોક જૈને ગૃહમંત્રી, પોલીસ કમિશનરને અરજી કરી બુટલેગર અલ્પુ સિંધી પર લગાવ્યા આરોપ

Vadodra rape case: પોતાનું પાપ છુપાવવા બુટલેગર પર કળશ ઢોળ્યો

વડોદરા, 23 સપ્ટેમ્બરઃVadodra rape case: વડોદરામાં યુવતીએ સીએ અને પાવાગઢ મંદિરના ટ્રસ્ટી સામે કરેલા રેપ કેસમાં નવો વળાંક આવ્યો છે. રેપ કેસમાં આરોપી અશોક જૈને ગૃહ રાજ્યમંત્રી, ડીજીપી, પોલીસ કમિશનર, જોઈન્ટ પોલીસ કમિશનર અને ગોત્રી PI ને પત્ર લખી અરજી કરી છે. જેમાં તેમણે આરોપ કર્યો છે કે આરોપીઓએ બદનામ કરીને પૈસા પડાવવા માટે બુટલેગર અલ્પુ સિંધીએ ષડયંત્ર કર્યું છે. બુટલેગર અલ્પુ સિંધીએ યુવતીને મારી હોવાનો પણ અરજીમાં આરોપ લગાવવામાં આવ્યા છે. સાથે જ એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, અલ્પુ સિંધીએ જ યુવતીને ખોટી ફરિયાદ કરવા માટે દબાણ કર્યું છે. યુવતીના બેંક ખાતામાંથી લાખોની શંકાસ્પદ એન્ટ્રી મળી આવતા કેસ પર અનેક સવાલો ઉઠ્યા છે.

આ પણ વાંચોઃ Covishield: બ્રિટને કોવિશિલ્ડને માન્ય રાખી પરંતુ ભારત હજુ પણ દેશોની યાદીમાં અમાન્ય- વાંચો વિગત

ગોત્રી દુષ્કર્મ કેસમાં આરોપી અશોક જૈને લખેલા પત્રમાં જણાવ્યુ છે કે, આ યુવતી પાંચ મહિના પહેલા તેમના મિત્ર પ્રણવ શુક્લાના રેફરન્સથી તેમની ઓફિસે આવી હતી. તે વખતે તેને ઓફિસમાં બેસી કામ કરી શકે છે તેમ કહ્યું હતું પણ કોરોનામાં યુવતી ઓફિસ આવતી ન હતી, ફરિયાદમાં આરોપી તરીકે રાજુ ભટ્ટનું નામ સંડોવાયેલું છે અને તેમણે રાજુ ભટ્ટ સાથે મિટીંગ કરાવ્યાનું જણાવેલું છે પણ તેઓ રાજુ ભટ્ટને ઓળખતા નથી અને ફોન પર પણ વાત થઇ નથી. ફ્લેટ તેમણે ભાડે અપાવ્યો હોવાનું જણાવ્યું છે પણ યુવતીએ બ્રોકર મારફતે વર્તમાનપત્રમાં જાહેરાત મારફતે શોધ્યો હતો અને તેના માલિકનું નામ રાહીલ રાજેશ જૈન હોવાનું જણાતા તેણે તેમનો સંપર્ક કરી તમારી અટક પણ જૈન હોવાથી તમે ભાડુ ઓછું કરાવી શકતા હોવાની વિનંતી કરી હતી. તેથી તેમણે રાહીલ જૈનને ફોન કરી ભાડુ ઓછું કરાવ્યું હતું.

ફ્લેટમાં તે તેના ભાઇ આસુ સાથે રહેતી હતી અને આસુ ના હોય ત્યારે તેનો બોયફ્રેન્ડ અલ્પેશ વાધવાણી ઉર્ફે અલ્પુ સિંધી સાથે રહેતી હોવાનું તેમને જાણવા મળ્યું છે. યુવતી દિલ્હી ગયા બાદ અલ્પુ સિંધીએ તેમને મોબાઇલમાં ફોટા મોકલ્યા હતા. જેમાં તેઓ યુવતીની બાજુમાં બેઠેલા હોવાનું જણાતુ હતું. અલ્પુ સિંધી દ્વારા મોકલેલા મેસેજમાં તેઓ કહે તે રીતે તમારે કરવું પડશે નહીંતર તે બળાત્કારના કેસ(Vadodra rape case)માં ફસાવી દેશે તેમ જણાવ્યું હતું.

a1c009c0 9aaf 48b8 bc5b 607013d7944b

અલ્પુ સિંધીએ બદનામ કરી પૈસા પડાવવા ષડયંત્ર રચ્યું

આ સાથે તેમણે પત્રમાં તે પણ લખ્યુ છે કે, તેમણે તપાસ કરતાં અલ્પુ સિંધી માથાભારે અને ગુનાઇત ઇતિહાસ ધરાવતો હોવાનું અને જીદ પર આવી જાય તો કોઇ પણ ભોગે જઇ શકે તેવું તેમને જાણવા મળ્યું હતું. ત્યારબાદ તેમણે અલ્પુ સિંધીને ફોન કરતાં અલ્પુ સિંધીએ બળાત્કાર કર્યા હોવાના આરોપ લગાવી ફોટા તમે મોકલ્યા હોવાનું જણાવ્યું હતું. અલ્પુ સિંધી તેમને બદનામ કરી તોડપાણી કરી પૈસા પડાવવા ષડયંત્ર રચ્યું હતું અને તેમણે પૈસા ચુકવવાની તૈયારી ના બતાવતા ફરિયાદ કરાવી છે.

વડોદરાના દિવાળીપુરામાં રહેતી અને મુળ હરિયાણાના રોહતકમાં રહેતી યુવતી શહેરની ખાનગી યુનિવર્સીટીમાં એલએલબીનો અભ્યાસ કરે છે અને તેણે ગોત્રી પોલીસમાં અશોક જૈન તેમજ પાવાગઢ મંદિરના ટ્રસ્ટી અને ઇન્વેસ્ટર રાજુ ભટ્ટ સામે દુષ્કર્મની ફરિયાદ કરી છે. ફરિયાદમાં યુવતીએ જમાવ્યું હતું કે, સીએ પાસે લાયઝનિંગની ટ્રેનિંગ લેવા ગઇ ત્યારે અલગ અલગ દિવસે સીએ અને તેના ઇન્વેસ્ટર પાવાગઢ મંદિરના ટ્રસ્ટીએ યુવતી સાથે બળજબરીથી દુષ્કર્મ કરી તેના ન્યૂડ ફોટા યુવતીના મિત્રને મોકલી દઇને વાઇરલ કર્યાં હતા. પોલીસે બંને સામે દુષ્કર્મનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. યુવતીને કેફીપદાર્થમાં ઠંડુ પીણું પીવડાવી અડપલાં કર્યાં હોવાનો પણ આરોપ યુવતીએ લગાવ્યો હતો.

બોસ અશોક જૈને દુષ્કર્મ આચર્યા બાદ રાજુ ભટ્ટને ખુશ કરવાનું કહ્યું…

પીડિતાએ કહ્યું છે કે,મારા બોસ અશોક જૈને મારા પર બળાત્કાર ગુજાર્યો પછી જતાં જતાં ક્લાયન્ટ રાજુ ભટ્ટને ખુશ કરવાનું કહીને ગયા હતા. બીજા દિવસે મારા ફ્લેટમાં રાજુ ભટ્ટ આવ્યા હતા. રાજુ ભટ્ટે મને ચા-પાણી મળશે ? તેમ પૂછતાં મેં ના પાડી હતી. તેણે મને પકડી લીધી હતી અને કહ્યું હતું કે, બોલ હા કે ના ? મેં ના પાડી હતી.રાજુ ભટ્ટે ધક્કો મારી મને બેડરૂમમાં ધકેલી હતી. ભાગવાનો પ્રયાસ કરતાં તેમણે મારા પર ટીવી ફેંક્યું હતું જેથી મને પગે ઇજા થઇ હતી. ત્યારબાદ તેમણે મારા પર બળાત્કાર ગુજાર્યો હતો. તેણે મને પકડી રાખી કહ્યું હતું કે, તું કાંઇ કરીશ તો મેં રેકોર્ડિંગ કર્યું છે તે વાયરલ કરીને બદનામ કરી દઇશ.

આ પણ વાંચોઃ Zee merger with Sony: ઝીનું સોની સાથે મર્જર થતાં દેશને સૌથી મોટું મનોરંજન નેટવર્ક મળશે, નવી કંપનીનું માર્કેટકેપ ૭૦,૦૦૦ કરોડથી પણ વધારે

દુષ્કર્મ આચરી ન્યૂડ ફોટો વાઇરલ કર્યા હતા

અલગ અલગ દિવસે સીએ અને તેના ઇન્વેસ્ટર પાવાગઢ મંદિરના ટ્રસ્ટીએ યુવતી સાથે બળજબરીથી દુષ્કર્મ કરી તેના ન્યૂડ ફોટા યુવતીના મિત્રને મોકલી દઇને વાઇરલ કર્યાં હતા. પોલીસે બંને સામે દુષ્કર્મનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. યુવતીને કેફીપદાર્થમાં ઠંડુ પીણું પીવડાવી અડપલાં કર્યાં હોવાનો પણ આરોપ યુવતીએ લગાવ્યો હતો.

બંને આરોપીઓ ભૂગર્ભમાં

આ બનાવમાં ભૂગર્ભમાં ઉતરી ગયેલા બંને આરોપીને શોધવા માટે પોલીસની ટીમો કામે લાગી છે અને સંભવિત આશ્રય સ્થાનો પર દરોડા પણ પાડયા છે. બીજીતરફ આ કેસમાં પોલીસ કમિશનરે પણ વિગતો મેળવી છે. જ્યારે, ગોત્રીના પીઆઇ એસ.વી. ચૌધરી દ્વારા ફરિયાદ સંબંધિત કેટલીક વ્યક્તિના નિવેદનો તેમજ સ્થળના પંચનામાની તજવીજ કરી હતી. આ ઉપરાંત પોલીસે સીસીટીવી ફૂટેજ તેમજ પીડિતા તેમજ અન્ય સબંધિત વ્યક્તિઓના કોલ્સ ડીટેલ મેળવવા પણ કાર્યવાહી કરી હોવાની વિગતો પ્રાપ્ત થઇ છે.

આ પણ વાંચોઃ Sale of liquor in public: બાયડ તાલુકાના આંબલીયા પોલીસ વિસ્તારમાં આવતા લીંબ ગામમાં દેશી દારૂના અડ્ડા ચલાવતા બુટલેગરો બેફામ

Whatsapp Join Banner Guj