Sale of liquor in public: બાયડ તાલુકાના આંબલીયા પોલીસ વિસ્તારમાં આવતા લીંબ ગામમાં દેશી દારૂના અડ્ડા ચલાવતા બુટલેગરો બેફામ
બાયડ, 23 સપ્ટેમ્બરઃ Sale of liquor in public: સમગ્ર રાજ્યમાં એક તરફ દારૂબંધીની વાતો કરવામાં આવે છે જ્યારે બીજી બાજુ સરહદી અરવલ્લી જિલ્લામાં અનેક તાલુકાઓ સહિત શહેરી વિસ્તારોમાં ખુલ્લેઆમ દેશી દારૂની હાટડીઓ ધમધમી રહી હોવાની અને બુટલેગરો દ્વારા દેશી દારૂ બનાવી તેનું ખુલ્લેઆમ વેચાણ થતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે.
બાયડ તાલુકાના આંબલીયા પોલીસ વિસ્તારમાં આવતા ગામડાઓમાં પણ દેશી દારૂ ખુલ્લેઆમ વેચાણ(Sale of liquor in public) થઈ રહ્યું છે. તો બીજી તરફ લીંબમાં પોલીસની રહેમ નજર હેઠળ અડ્ડાઓ ચલાવતા બુટલેગરો બેફામ બન્યા છે. ફરિયાદ કરવા જાય તો જાનથી મારી નાખવાની ધમકી આપે છે. દારૂ પીને બદમાશો જાતી જતી મહિલાઓ દીકરીઓની છેડતી કરી રહ્યા છે. જો કે પોલીસ કાર્યવાહીને બદલે હપ્તા લેતી હોવાનું ગામના આધારભુત સૂત્રો જણાવી રહ્યા છે.
થોડાક દિવસ પહેલા લીંબ ગામના એક નામચીન બૂટલેગરે ગામના એક ગરીબ પરિવાર પર હુમલો કર્યો હતો. જેમાં હત્યાના ઇરાદે જાનથી મારી નાખવાની ધમકી આપી માથુ ફોડી દીધું હતું. ગામ રહેતા વિક્રમ દેવીપૂજકે જણાવ્યા મુજબ, તેઓ બુટલેગરો વિરોધ કરતા હતા. જેની આદાવત રાખી દેશી દારૂનો અડ્ડો ચાવતા ધર્મેન્દ્રસિંહ પરમારે અદાવત રાખી પાણીની પાળી જેવી સામાન્ય બાબતે ઝઘડો કર્યો હતો. જેમાં ધર્મેન્દ્રસિંહ પરમારે જાતિ વિરુદ્ધ અશબ્દો કહી જાનથી મારી નાખવાના ઇરાદે જીવલેણ હુમલો કર્યો હતો. ત્યારે પોલીસે આ મામલે સામાન્ય કલમો ઉમેરી આરોપીને તાત્કાલિક બીજે દિવસે ખાલી દેખાવ પૂરતી અટકાયત કરી છોડી મુક્યો હતો.
ફરિયાદ લેવાને બદલે પોલીસે કલાકો સુધી બેસાડી રાખ્યા !
ફરિયાદીનું કહેવું છે કે બુટલેગરોનો ત્રાસ ખૂબ જ વધી ગયો છે, જ્યારે પોલીસ હપ્તા લેતી હોવાથી કોઇ જ કાર્યવાહી કરતી નથી. જ્યારે ફરિયાદ કરવા ગયા તો લોહીલુહાણ હાલતમાં કલાકો સુધી બેસાડી રાખ્યા હતા. ફરિયાદ લેવામાં કોઇ તસ્દી લેતું નહતું. આ મામલે જ્યારે મીડિયા દ્વારા આંબલીયા પોલીસના ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર સાથે સાથે વાત કરી તો ઉડાઉ જવાબ આપી અનજાણ બની ગયા હતા. જાણે કઈ ખબર ના હોય તેવો ભાવ રજુ કરી ફોન કાપી દીધો હતો. ખુલ્લેઆમ ગામમાં દારૂ વેચાય છે તેવું કહેતા કાપી દીધો હતો.
રસ્તે આવતી જતી મહિલાઓની બુટલેગરો કરે છે છેડતી
લીંબ ગામમાં દેશી દારૂના અડ્ડાઓ ચલાવતા બુટલેગરોનો એટલો બધો ત્રાસ વધી ગયો છે કે, રસ્તે આવતી જતી મહિલાઓની છેડતી કરે છે. જ્યારે અડ્ડાઓ બંધ કરવાનું કહેવામાં આવે તો જાનથી મારી નાખવાની ધમકીઓ આપે છે. ત્યારે આ મામલે પોલીસ કાર્યવાહી કરી બુટલેગરોની શાન ઠેકાણે લાવી દારૂના અડ્ડાઓ બંધ થાય તેવું ઈચ્છી રહ્યા છે.
આ પણ વાંચોઃ Shradh niyam: શ્રાદ્ધમાં આ નિયમોનુ કરશો પાલન તો પિતૃઓનો મળશે આશીર્વાદ
કેટલાક ભ્રષ્ટ પોલીસ અધિકારીઓના કારણે જિલ્લા વડાની છબી ખરડાઇ રહી છે
સરહદી અરવલ્લી જિલ્લામાં દારૂનું વેચાણ ફૂલેફાલ્યુ છે. કેટલાક ભ્રષ્ટ પોલીસ અધિકારીઓના કારણે જિલ્લા વડાની છબી ખરડાઇ રહી છ. કેટલાક મહિના પહેલાઅરવલ્લી LCB ના દારૂકાંડ મામલે મોટો ઘટસ્ફોટ થયો હતો. આ દારૂકાંડ મામલો સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો હતો. ત્યારે જિલ્લા પોલીસ વડાએ આ મામલે કાર્યવાહી કરી તમામ ભ્રષ્ટ અધિકારીઓ સસ્પેન્ડ કરી દીધા હતા.
