Pitru Tarpan

Shradh niyam: શ્રાદ્ધમાં આ નિયમોનુ કરશો પાલન તો પિતૃઓનો મળશે આશીર્વાદ

Shradh niyam: પિતૃપક્ષમાં પૂર્વજોને યાદ કરીને દાન ધર્મ કરવાની પરંપરા ચાલી આવી રહી છે. આ દિવસોમાં ગ્રહોની શાંતિ માટે દાન પુણ્ય અને પૂજા પાઠ કરવામાં આવે છે

ધર્મ ડેસ્ક, 23 સપ્ટેમ્બરઃ Shradh niyam: પિતૃપક્ષમાં પૂર્વજોને યાદ કરીને દાન ધર્મ કરવાની પરંપરા ચાલી આવી રહી છે. આ દિવસોમાં ગ્રહોની શાંતિ માટે દાન પુણ્ય અને પૂજા પાઠ કરવામાં આવે છે. જેથી આપણા પર પૂર્વજોના આશીર્વાદ કાયમ રહે. આ વખતે પિતૃપક્ષ 20 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યો છે. જે 06 ઓક્ટોબર સુધી ચાલશે. આ દરમિયાન કુલ 16 શ્રાદ્ધ કરવામાં આવશે

આ પણ વાંચોઃ Rainwater harvesting problem: વરસાદ બંધ થયાના ૨૪ કલાક બાદ પણ પાણીનો નિકાલ નહિ, વાંચો વિગત

એવું માનવામાં આવે છે કે પૂર્વજોની આત્માની શાંતિ માટે તર્પણ, પિંડ દાન અર્પણ કરવાથી આપણા પૂર્વજો પ્રસન્ન થાય છે. શ્રાદ્ધ તો બધા કરે છે પણ શુ આપ જાણો છો શ્રાદ્ધ કરવાના પણ કેટલાક નિયમો હોય છે. જે મુજબ શ્રાદ્ધ કરવામં આવે તો પિતૃઓ તૃપ્ત થઈને આશીર્વાદ આપે છે. તો આવો જાણીએ આ નિયમો(Shradh niyam) વિશે

  • શ્રાદ્ધ કર્મમાં ગાયનું ઘી, દૂધ કે દહીં જ ઉપયોગમાં લેવું જોઇએ.
  • શ્રાદ્ધમાં ચાંદીના વાસણોનો ઉપયોગ કરવાખી શુભ ફળદાયી રહે છે અને પિતૃપ્રસન્ન થાય છે. જો બધા વાસણ ચાંદીના ન હોય તો વાસણ તમે એક વાસણ ચાંદીનું વાપરી શકો છો.
  • શ્રાદ્ધમાં બ્રાહ્મણોને ભોજન કરાવવું જરુરી છે. જે વ્યક્તિ બ્રાહ્મણ વગર શ્રાદ્ધ કર્મ કરે છે, તેનુ શ્રાદ્ધ પુર્ણ થતુ નથી. તેથી શ્રાદ્ધવાળા દિવસે ઓછામાં ઓછા એક બ્રહ્માણને તો ભોજન જરુર કરાવવું જોઇએ.
  • શ્રાદ્ધમાં બ્રાહ્મણને ભોજન કરાવતી વખતે પીરસવાના વાસણ બંને હાથથી પકડીને લઇ જવા જોઇએ. એક હાથ લાવેલ અન્ન પાત્રથી પીરસેલ ભોજન રાક્ષસ છીનવી લે છે. તેથી ભોજન કારવતી વખતે બે હાથથી ભોજન પ્રદાન કરો.
  • બ્રાહ્મણને ભોજન મૌન રહીને અને વ્યંજનોના વખાણ કર્યા વગર કરાવવુ જોઇએ. કારણ કે પિતૃત્યાં સુધી જ ભોજન ગ્રહણ કરે છે જયા સુધી બ્રાહ્મણ મૌન રહીને ભોજન કરે છે. તેથી ભોજન કરાવતી વખતે અને ભોજન કરતી વખતે મૌન રહેવું જોઇએ.
  • શ્રાદ્ધ ભોજનની રસોઇ સાદી હોવી જોઇએ. મસાલેદાર ન હોવી જોઇએ અને પિત્તરની ભોજન બનાવવુ અતિ ઉત્તમ હોય છે.

આ પણ વાંચોઃ vishuv kaal: આજે દિવસ-રાત સરખા, 12 કલાકનો દિવસ- 12 કલાકની રાત્રિ- વાંચો સંપૂર્ણ વિગત

  • શ્રાદ્ધ હંમેશા પોતાના જ ઘરમાં કરવુ જોઇએ. કોઇ બીજાના ઘરમાં કરવામાં આવેલ શ્રાદ્ધ પાપનું ભાગીદાર બનાવે છે. તમે ઇચ્છો તો મંદિર કે કોઇ ધાર્મિક સ્થળ પર શ્રાદ્ધ કરી શકો છો.
  • શ્રાદ્ધ કરતી વખતે બ્રાહ્મણની પસંદગી સમજી વિચારીને કરવી જોઇએ. બ્રાહ્મણ ઉચ્ચ કોટીનો હોવો જોઇએ જેને ધર્મ શાસ્ત્રનું જ્ઞાન હોય. કારણ કે શ્રાદ્ધમાં પિત્તરોની તૃપ્તિ બ્રાહ્મણો દ્વારા જ થાય છે.
  • જો તમારા ઘરની આસપાસ ઘરની પુત્રી જમાઇ કે નાતિ નાતિન રહે છે તો તેમને શ્રાદ્ધના ભોજમાં જરુર બોલાવો. આવુ કરવાથી પિતૃપ્રસન્ન થાય છે.
  • શ્રાદ્ધ કરતી વખતે જો કોઇ ભિખારી આવી જાય તો તેને આદરપૂર્વક ભોજન કરાવવું જોઇએ. જે વ્યક્તિ આવા સમયે ઘરમાં આવેલ આચકને ભગાડી દે છે. તેમનું શ્રાદ્ધ કર્મ પૂર્ણ નથી મનાતુ અને તેનુ ફળ પણ નષ્ટ થઇ જાય છે.
  • બ્રાહ્મનોને ભોજન પછી ઘરના દ્વારા સુધી સંપૂર્ણ સન્માન સાથે વિદાય કરીને આવો કારણ કે એવુ માનવામાં આવે છે કે બ્રાહ્મણો સાથે પિતૃલોકો પણ વિદાય લે છે.
  • શ્રાદ્ધ ગુપ્ત રીતે કરવુ જોઇએ. પિંડદાન પર સાધારણ કે નીચ મનુષ્યોની દ્રષ્ટિ પડવાની પિતૃઓ સુધી પહોચતુ નથી.
Whatsapp Join Banner Guj