949384 sii ceo

સતત ધમકીઓ મળ્યા બાદ સીરમ ઇન્સ્ટિટ્યુટના CEO અદાર પૂનાવાલા(Adar Poonawalla)ને સરકારે આપી ‘Y’ શ્રેણીની સુરક્ષા- વાંચો શું છે મામલો?

નવી દિલ્હી, 29 એપ્રિલઃ સીરમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા (SII) ના સીઈઓ અદાર પૂનાવાલાને(Adar Poonawalla) ‘સંભવિત ખતરા’ને ધ્યાનમાં રાખી દેશભરમાં ‘Y’ શ્રેણીની સુરક્ષા પ્રદાન કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યુ કે, ખતરાને જોતા પૂનાવાલાને સુરક્ષા આપવામાં આવી છે. તેમને ધમકીઓ મળી રહી હતી. હવે કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (CRPF) ના સશસ્ત્ર કમાન્ડો દરેક સમયે પૂનાવાલાની સાથે રહેશે અને તે કારોબારીની સાથે ત્યારે પણ રહેશે જ્યારે તે દેશના કોઈ ભાગની યાત્રા પર હશે.

Whatsapp Join Banner Guj

અધિકારીઓએ જણાવ્યુ કે, વાઈ શ્રેણીની સુરક્ષા હેઠળ પૂનાવાલા(Adar Poonawalla)ની સાથે આશરે 4-5 કમાન્ડો રહેશે. પુણે સ્થિત એસઆઈઆઈમાં સરકાર તથા નિયમન કાર્યના ડાયરેક્ટર પ્રકાશ કુમાર સિંહે 16 એપ્રિલે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને પત્ર લખીને પૂનાવાલાને સુરક્ષા આપવાનો આગ્રહ કર્યો હતો, ત્યારબાદ કેન્દ્ર સરકારે આ નિર્ણય લીધો છે. 

ભારતમાં લગાવવામાં આવીવ રહેલી બે કોરોના વિરોધી રસીમાંથી કોવિશીલ્ડનું ઉત્પાદન એસઆીઆઈ કરી રહ્યું છે. પોતાના પત્રમાં સિંહે કહ્યુ હતુ કે કોવિડ-19 રસીની આપૂર્તિને લઈને વિભિન્ન સમૂહોથી પૂનાવાલા(Adar Poonawalla)ને ધમકીઓ મળી રહી છે. સિંહે તે પણ કહ્યુ હતુ કે, અમે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઉર્જાવાન નેતૃત્વમાં ભારત સરકારની સાથે ખભાથી ખભો મેળવી કોરોના મહામારી વિરુદ્ધ લડી રહ્યા છીએ. 

ADVT Dental Titanium

નોંધનીય છે કે, સીરમ ઈન્સ્ટિટ્યુટે કોવિશીલ્ડ વેક્સિનની કિંમતમાં 100 રૂપિયાનો ઘટાડો કર્યો છે. પુણે સ્થિત સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા (SII) એ પોતાની કોવિડ-19 વેક્સિન કોવિશીલ્ડની રાજ્યો માટે 400 રૂપિયા પ્રતિ ડોઝ કિંમત નક્કી કરી હતી. હવે તેમાં ઘટાડો કરી 300 રૂપિયા પ્રતિ ડોઝ કરી દેવામાં આવી છે. કંપનીના સીઈઓ અદાર પૂનાવાલા(Adar Poonawalla)એ આ સંબંધમાં જાહેરાત કરી છે. 

આ પણ વાંચો….

રાહતઃ હવે 108 એમ્બ્યુલન્સ સિવાય આવતા દર્દીઓએ પણ ધન્વતરી કોવીડ હોસ્પિટલ(Covid hospital) ખાતે પ્રવેશ મળશે