Antilia Case

Antilia case: કોર્ટે સચિન વાઝેની NIA રિમાન્ડ 9 એપ્રિલ સુધી વધારી, ત્યાર બાદ CBI કરશે પુછપરછ

Antilia case

મુંબઈ,07એપ્રિલ:  એન્ટીલિયા કેસ (Antilia case) માં ધરપકડ કરાયેલા સસ્પેન્ડેડ અધિકારી સચિન વાઝે (Sachin Vaze) ની એનઆઈએ રિમાન્ડ કોર્ટે 9 એપ્રિલ સુધી વધારી દીધી છે. સાથે આજે એનઆઈએ કોર્ટે સીબીઆઈને સચિન વાઝેની પૂછપરછ માટેની મંજૂરી આપી છે. આદેશ પ્રમાણે આગામી બે દિવસમાં એનઆઈએ કસ્ટડીમાં જ સીબીઆઈને વાઝેની પૂછપરછ કરવાનું કહેવામાં આવ્યું છે. 

Whatsapp Join Banner Guj

ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય તપાસ એજન્સી (સીબીઆઈ) એ મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપોની તપાસ માટે મંગળવારે એક પ્રાથમિક તપાસ (PE) નોંધી હતી. સીબીઆઈએ બોમ્બે હાઈકોર્ટના આદેશ પર PE દાખલ કરી છે. અધિકારીઓએ કહ્યું કે, આરોપોની પ્રાથમિક તપાસ(Antilia case) કરવા માટે સોમવારે સીબીઆઈને 15 દિવસનો સમય આપ્યો હતો.  બોમ્બે હાઈકોર્ટે સોમવારે મુંબઈ પોલીસના પૂર્વ કમિશનર પરમબીર સિંહની અરજી પર સુનાવણી કરતા અનિલ દેશમુખ પર લાગેલા આરોપોની તપાસ માટે આદેશ આપ્યા હતા. 

ADVT Dental Titanium

સમગ્ર મામલા પર નજર કરીએ તો વાત એમ હતી કે, 25 ફેબ્રુઆરીએ મુકેશ અંબાણીના ઘરની પાસે એક એસયૂવીમાં જિલેટીનની સ્ટીક મળવા અને પછી મનસુખ હિરેનના શંકાસ્પદ સ્થિતિમાં મોત બાદ સચિન વાઝે એનઆઈએ તપાસના ઘેરામાં આવ્યો હતો. એનઆઈએએ 13 માર્ચે વાઝેની ધરપકડ કરી હતી. 

આ પણ વાંચો….

પાડોશી રાજ્ય સાથે નાના મુદ્દા પર સતત ઝઘડો કર્યા બાદ મહારાષ્ટ્ર(Maharastra) સરકારને હવે પાડોશી રાજ્યો પાસેથી આ મદદ જોઈએ છે, તે માટે કેન્દ્ર સરકારને લખ્યો પત્ર- જાણો વિગત…