Chhath Pooja Special Trains: દિવાળી અને છઠ પૂજા તહેવારની સીજન દરમિયાન વિશેષ ટ્રેનોનું સંચાલન
Chhath Pooja Special Trains: પશ્ચિમ રેલવે દ્વારા દિવાળી અને છઠ પૂજા તહેવારની સીજન દરમિયાન વિશેષ ટ્રેનોનું સંચાલન .
અમદાવાદ, 01 નવેમ્બર: Chhath Pooja Special Trains: પશ્ચિમ રેલવે દ્વારા વિવિધ સ્થળો માટે ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવી રહી છે. જેમાં ઉત્તર પ્રદેશ અને બિહાર માટેની વિશેષ ટ્રેનોનો પણ સમાવેશ થાય છે.
દર વર્ષે દેશભરમાંથી મોટી સંખ્યામાં લોકો દિવાળી અને છઠ પૂજા માટે ઉત્તર પ્રદેશ અને બિહારની મુલાકાત લે છે. આ ભીડને ધ્યાનમાં રાખીને, ભારતીય રેલ્વે આ તહેવારની સિઝનમાં વિશેષ ટ્રેનો ચલાવે છે. આ વર્ષે, ભારતીય રેલવે દ્વારા છઠ અને દિવાળીના અવસર પર લગભગ 7,300 વિશેષ ટ્રેનો ચલાવવામાં આવી રહી છે, જે ગયા વર્ષે 4,500 વિશેષ ટ્રેનો હતી.
મુસાફરોને સુવિધા આપવા અને મુસાફરીની માંગને પહોંચી વળવાના ઉદ્દેશ્ય સાથે, આ વર્ષે પશ્ચિમ રેલ્વે દિવાળી/છઠ પૂજા તહેવારોની સીજન દરમિયાન ઉત્તર પ્રદેશ,બિહાર,પશ્ચિમ બંગાળ અને ઉડીસા સહિતના વિવિધ સ્થળોએ લગભગ 280 વિશેષ ટ્રેનો દોડાવી રહી છે. આ વિશેષ ટ્રેનો પશ્ચિમ રેલવે દ્વારા આ સ્થળોએ ચલાવવામાં આવતી નિયમિત ટ્રેનો ઉપરાંત છે. મુસાફરોની માંગ અને સુવિધાને પહોંચી વળવા નિયમિત ટ્રેનોમાં વધારાના કોચ પણ ઉમેરવામાં આવી રહ્યા છે.
1 નવેમ્બર, 2024 ના રોજ, પશ્ચિમ રેલ્વેએ 17 વિશેષ ટ્રેનો દોડાવી હતી, જ્યારે 2 નવેમ્બર, 2024 ના રોજ, મુસાફરોની સુવિધા માટે 17 વિશેષ ટ્રેનો ચલાવવામાં આવશે.
2 નવેમ્બર 2024ના રોજ અમદાવાદ ડિવિઝન થી દોડતી ટ્રેનોની વિગતો :
- ટ્રેન નંબર 09461 અમદાવાદ – દાનાપુર સ્પેશિયલ અમદાવાદથી 08:25 વાગ્યે ઉપડશે.
- ટ્રેન નંબર 09421 સાબરમતી – સીતામઢી સ્પેશિયલ સાબરમતીથી 19:45 વાગ્યે ઉપડશે.
- ટ્રેન નંબર 09411 અમદાવાદ – ગ્વાલિયર સ્પેશિયલ અમદાવાદથી 20:25 વાગ્યે ઉપડશે.
- ટ્રેન નંબર 09435 ગાંધીગ્રામ – ઓખા સ્પેશિયલ ગાંધીગ્રામથી 20:20 વાગ્યે ઉપડશે.