Congress halla bol rally

Congress halla bol rally: મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસ પાર્ટી આજે હલ્લા બોલ રેલી યોજી, કહ્યું, કેન્દ્ર સરકાર કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ કરી રહી છે

Congress halla bol rally: રેલીમાં રાહુલે કહ્યું- નફરત ભયનું એક સ્વરૂપ છે. જેને ભય લાગે છે તેના હૃદયમાં નફરત જન્મે છે. જે ડરતો નથી, તેના હૃદયમાં દ્વેષ ઉત્પન્ન થતો નથી

નવી દિલ્હી, 04 સપ્ટેમ્બરઃ Congress halla bol rally: દેશમાં વધી રહેલી મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસ પાર્ટી આજે હલ્લા બોલ રેલી યોજી છે. રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના તમામ વરિષ્ઠ નેતાઓ અને કાર્યકરો રામલીલા મેદાનમાં હાજર છે. રેલીમાં રાહુલે કહ્યું- નફરત ભયનું એક સ્વરૂપ છે. જેને ભય લાગે છે તેના હૃદયમાં નફરત જન્મે છે. જે ડરતો નથી, તેના હૃદયમાં દ્વેષ ઉત્પન્ન થતો નથી. ભારતમાં પણ નફરત વધી રહી છે તે જ વાતને બીજી રીતે કહીએ તો ભારતમાં ભય વધી રહ્યો છે. ભવિષ્યનો ભય, મોંઘવારીનો ભય, બેરોજગારીનો ભય..આ ભય વધી રહ્યો છે.જેના કારણે ભારતમાં નફરત વધી રહી છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે કેન્દ્ર સરકાર કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ કરી રહી છે. ED દ્વારા 55 કલાક સુધી મારી પૂછપરછ કરવામાં આવી, હું તમારા EDથી ડરતો નથી. તમે મને 55 કલાક કે 5 વર્ષ સુધી પૂછપરછ કરતા રહો, તેનાથી કોઈ ફરક પડશે નહીં.

Advertisement

આ પણ વાંચોઃ The youth fired in public: રાજકોટના યુવકે ધોળા દિવસે જાહેરમાં ફાયરિંગ કરતો વીડિયો બનાવ્યો, સોશિયલ મીડિયામાં વાઇરલ

દિલ્હીના રામલીલા મેદાનમાં કોંગ્રેસની મોંઘવારીની વિરુદ્ધ હલ્લા બોલ રેલી છે. આ રેલીમાં જોડાવવા માટે કોંગ્રેસ કાર્યકર્તાઓ પહોંચી ગયા છે. કોંગ્રેસની આ રેલીને જોતા પોલીસ તમામ પ્રકારની વ્યવસ્થા કરી છે. મોંઘવારીની વિરુદ્ધની હલ્લા-બોલ રેલીમાં મોદી સરકારની મોંઘવારી, ભષ્ટ્રાચાર અને જનવિરોધી નીતિઓનો વિરોધ કરવામાં આવ્યો છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ દિલ્હી પહોંચી ગયા છે. દેખાવો પહેલા રાહુલે ટ્વિટ કરીને પીએમ મોદી પર હુમલો કર્યો છે. તેમણે લખ્યું- રાજા મિત્રોની કમાણીમાં વ્યસ્ત, પ્રજા મોંધવારીથી ત્રસ્ત.

Advertisement

કોંગ્રેસ જનરલ સેક્રેટરી કે સી વેણુગોપાલે કહ્યું કે કોંગ્રેસ સતત વધી રહેલી મોંઘવારીની વિરુદ્ધ આંદોલન કરી રહી છે અને તેની જ આગળની કડીમાં તે આજે વિશાળ રેલીનું આયોજન કરી રહી છે. જેમાં પાર્ટીના રાષ્ટ્રીય નેતાઓની સાથે દિલ્હી તથા આસપાસના રાજ્યોના લોકો મોટી સંખ્યામાં જોડાશે. તેમણે સામાન્ય લોકોને રાહત આપવા માટે મોંઘવારી રોકવા માટે તત્કાલિક પગલા લેવાની માંગ કરી છે.

વેણુગોપાલે કહ્યું- સરકારે દેશની અર્થવ્યવસ્થા વેરવિખેર કરી નાંખી છે. તેની નીતિઓએ લોકોને મોંઘવારીની આગમાં ધકેલી દીધા છે. મોંઘવારીને લઈને મોદી સરકાર અસંવેદનશીલ છે. આ અંગે સંસદમાં ચર્ચા થાય છે, વિપક્ષ હોબાળો કરે છે, સમગ્ર દેશમાં આંદોલન થઈ રહ્યાં છે, જોકે સરકાર ચૂપ બેઠી છે. સરકારે આમ લોકોની ચિંતા કરવી જોઈએ.

આ પણ વાંચોઃ Student commits suicide: રાજકોટની મારવાડી કોલેજની હોસ્ટેલમાં M.Techમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીનો આપઘાત,જાણો શું છે કારણ?

Advertisement
Gujarati banner 01