The youth fired in public

The youth fired in public: રાજકોટના યુવકે ધોળા દિવસે જાહેરમાં ફાયરિંગ કરતો વીડિયો બનાવ્યો, સોશિયલ મીડિયામાં વાઇરલ

The youth fired in public: શહેરમાં જાણે પોલીસનો ડર રહ્યો જ નથી તે રીતે અવારનવાર આવી ઘટનાઓ બની

રાજકોટ, 04 સપ્ટેમ્બરઃ The youth fired in public:  શહેરના એક યુવકનો જાહેરમાં ફાયરિંગ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. વાઇરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, યુવક ધોળે દિવસે જાહેરમાં ‘એકલો પણ એકડો’ ગીત સાથે હાથ ઊંચો કરી ફાયરિંગ કરી રહ્યો છે. યુવકે આ વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો હતો. જે હાલમાં વાઇરલ થઈ રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, આવી ઘટનાઓ વારંવાર બનતા રાજકોટ પોલીસ ઊંઘતી ઝડપાઈ છે. શહેરમાં જાણે પોલીસનો ડર રહ્યો જ નથી તે રીતે અવારનવાર આવી ઘટનાઓ બનતી હોય છે. ત્યારે વધુ એક ઘટના સામે આવતા પોલીસ તંત્રની સતર્કતા સામે સવાલો ઊભા થઈ રહ્યા છે.

આ પણ વાંચોઃ Student commits suicide: રાજકોટની મારવાડી કોલેજની હોસ્ટેલમાં M.Techમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીનો આપઘાત,જાણો શું છે કારણ?

રાજકોટમાં જન્માષ્ટમીના દિવસે બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સામાજિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે દિનેશ ઉર્ફે વિરમ ગોલતર નામના વ્યક્તિએ પરવાનાવાળા હથિયારથી જાહેરમાં ફાયરિંગ કરવા મિત્ર જીવન નાગજીભાઈ મકવાણાને આપ્યું હતું. એક તરફ લોકો જન્માષ્ટમીના ઉજવણીના કાર્યક્રમમાં વ્યસ્ત હતા.

તો બીજી તરફ જીવણ નાગજીભાઈ મકવાણાએ પોતાના મિત્રના પરવાના વાળા હથિયારથી હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને આરોપીની ધકપકડ કરી હતી.

આ પણ વાંચોઃ film will be seen in multiplexes for 75 RS: આ દિવસે માત્ર 75 રૂપિયામાં મલ્ટીપ્લેક્સમાં જોવા મળશે પીક્ચર, જાણો ઓફરની તમામ માહિતી

Gujarati banner 01