Supreme court image

Daughters have right to property: સુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્ણય, કહ્યું-વસિયતનામું બનાવ્યા વિના પિતાનુ નિધન થાય તો પણ દિકરીઓને સંપત્તિમાં હક

Daughters have right to property: દિકરીઓને પિતાના ભાઈઓના બાળકોની તુલનામાં સંપત્તિમાં પસંદગી મળશે

નવી દિલ્હી, 21 જાન્યુઆરીઃ Daughters have right to property: સુપ્રીમ કોર્ટે એક મહત્વના નિર્ણયમાં કહ્યુ છે કે જો કોઈ હિંદુ વ્યક્તિનુ વસિયત બનાવ્યા વિના મૃત્યુ થઈ જાય તો તેની સ્વઅર્જિત તેમજ અન્ય સંપત્તિઓમાં તેમની પુત્રીઓને હક મળશે. દિકરીઓને પિતાના ભાઈઓના બાળકોની તુલનામાં સંપત્તિમાં પસંદગી મળશે.

સુપ્રીમ કોર્ટે આ નિર્ણય હિંદુ મહિલાઓ અને વિધવાઓના હિંદુ ઉત્તરાધિકાર કાનૂનમાં સંપત્તિઓના અધિકારોને લઈને આપ્યો છે. ગુરૂવારે સંભળાવવામાં આવેલા સુપ્રીમ કોર્ટે કહ્યુ કે જો કોઈ હિંદુ વ્યક્તિ વસિયત કર્યા વિના મૃત્યુ પામે છે તો તેમની સ્વઅર્જિત સંપત્તિ કે પારિવારિક વારસામાં મળેલી સંપત્તિમાં દિકરીઓની ભાગીદારી રહેશે.

આ પણ વાંચોઃ Axar Patel got Engaged: ટીમ ઈન્ડિયાના ગુજરાતી ક્રિકેટર અક્ષર પટેલે ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, સોશિયલ મીડિયામાં શેર કર્યો ફોટો

Advertisement

દિકરીઓને મૃત પિતાના ભાઈના બાળકોની તુલનામાં સંપત્તિમાં પસંદગી કરવામાં આવશે. મૃત પિતાની સંપત્તિની વહેંચણી તેમના બાળકો દ્વારા અંદરોઅંદર કરવામાં આવશે. જસ્ટિસ એસ.અબ્દુલ નજીર અને જસ્ટિસ કૃષ્ણ મુરારીની બેન્ચે 51 પાનાના નિર્ણયમાં આ વાત કરી છે.

કોર્ટે પોતાના નિર્ણયમાં આ પ્રશ્નનો પણ નિકાલ કર્યો છે કે શુ સંપત્તિ દિકીઓને તેમના પિતાની મૃત્યુ પર કે કોઈ અન્ય કાનૂની ઉત્તરાધિકારીની અનુપસ્થિતિમાં પિતાના ભાઈના પુત્રના જીવિત રહેવા પર પણ હસ્તાંતરિત રહેશે? આની પર સુપ્રીમ કોર્ટે કહ્યુ કે પિતાની સ્વઅર્જિત કે પારિવારિક રીતે મળેલી સંપત્તિમાં કોઈ વિધવા કે દિકરીનો હક ના માત્ર જૂના પરંપરાગત હિંદુ કાયદામાં પરંતુ વિભિન્ન ન્યાયિક નિર્ણયોમાં પણ કાયમ રાખવામાં આવ્યો છે.

Gujarati banner 01

Advertisement