adi Dr. Babasaheb Ambedkar

Dr. Babasaheb Ambedkar: મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે બાબાસાહેબ ડો. ભીમરાવ આંબેડકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી

Dr. Babasaheb Ambedkar: ભારતીય બંધારણના નિર્માતા ભારત રત્ન ડો.બાબાસાહેબ આંબેડકરને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

google news png

અમદાવાદ, 06 ડિસેમ્બર: Dr. Babasaheb Ambedkar: પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ માં ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરનો 68મો મહાપરિનિર્વાણ દિવસ 06 ડિસેમ્બર 2024ના રોજ ગૌરવપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. ભારતીય બંધારણના નિર્માતા ભારત રત્ન ડો.બાબાસાહેબ આંબેડકરને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

આ પણ વાંચો:- Ravi Krishi Mohotsav-2024: રાજ્ય સરકાર હરપળ ખેડૂતોની પડખે ઊભી રહેવા તૈયાર છે: મુખ્યમંત્રી

મંડળ રેલ પ્રબંધક અમદાવાદ સુધીર કુમાર શર્મા અને તમામ વરિષ્ઠ અધિકારીઓએ મંડળ કાર્યાલય માં ભારત રત્ન ડો. બાબાસાહેબ આંબેડકરના ફોટાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને દીપ પ્રાગટ્ય કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

Buyer ads

આ પ્રસંગે મંડળના રેલવે અધિકારીઓ, ટ્રેડ યુનિયનો, ઓબીસી એસોસીએશન અને એસસી/એસટી એસોસીએશન ના પ્રતિનિધિઓએ અને રેલ્વે કર્મચારીઓ એ આ કાર્યક્રમમાં ભાગ લઈને ભારત રત્ન ડો. બાબાસાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો